બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભરૂચના આલી મતરીયા તળાવ વિસ્તારમાં દીવાલ ધરાસાયી, એક જ પરિવારના 4 સભ્યો દટાયા, પિતા-પુત્રનું મો*ત

દુખદ / ભરૂચના આલી મતરીયા તળાવ વિસ્તારમાં દીવાલ ધરાસાયી, એક જ પરિવારના 4 સભ્યો દટાયા, પિતા-પુત્રનું મો*ત

Priykant Shrimali

Last Updated: 11:15 AM, 1 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bharuch Wall Collapse : ભારે વરસાદ વચ્ચે ભરૂચમાં કરુણ દુર્ઘટના: દીવાલ ધસી પડતા પિતા-પુત્રના મો*ત, બે મહિલાઓનો બચાવ

Bharuch Wall Collapse : વરસાદની શરૂઆત સાથે જ ભરૂચમાં એક કરુણ ઘટના સર્જાઇ છે. વિગતો મુજબ ભરૂચ શહેરના આલી મતરીયા તળાવ વિસ્તારમાં ભારે વરસાદ દરમિયાન એક દુઃખદ ઘટના સામે આવી છે. વર્લ્ડ ટ્રેડ સેન્ટર શોપિંગ મોલની સાઇટ પાસે આવેલી દીવાલ અચાનક ધસી પડતાં તેની બાજુમાં આવેલા રહેણાંક મકાનને ભારે નુકસાન પહોંચ્યું હતું. આ અકસ્માત સમયે મકાનમાં રહેલા એક જ પરિવારના ચાર સભ્યો કાટમાળ નીચે દબાઈ ગયા હતા.

આ તરફ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ અને સ્થાનિક તંત્રની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. કાટમાળ હટાવીને અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં પિતા અશ્વિન વસાવા અને તેમના દીકરા આશિષ વસાવાનું દુઃખદ મોત થયું હોવાનું સામે આવ્યું છે. જ્યારે પરિવારની બે મહિલાઓને સમયસર બચાવી લેવામાં આવતા તેઓનો આબાદ બચાવ થયો હતો.

આ પણ વાંચો : UPSC ઉમેદવારોને ગુજરાત સરકારની મોટી ભેટ, મળશે ₹2.05 લાખ સુધીની પ્રોત્સાહન સહાય

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક સમયથી વિસ્તારમાં ભારે વરસાદને કારણે જમીન ભીની થઈ ગઈ હતી, જેના કારણે દીવાલની સ્થિરતા પર અસર થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ સર્જ્યો છે. હાલ તંત્ર દ્વારા ઘટનાના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bharuch Wall Collapse Bharuch Heavy Rain Wall Collapse
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ