બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરામાં વેપારી પર ફાયરિંગના 4 દિવસ બાદ પણ નથી પકડાયા શૂટર, 30 CCTVમાં કેદ થયા

Vadodara News / વડોદરામાં વેપારી પર ફાયરિંગના 4 દિવસ બાદ પણ નથી પકડાયા શૂટર, 30 CCTVમાં કેદ થયા

Ajitsinh Jadeja

Last Updated: 12:18 PM, 1 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara Crime: વડોદરામાં વેપારી પર ફાયરિંગના 4 દિવસ બાદ પણ શૂટર હજુ પકડાયા નથી. પોલીસે શૂટરોને ઝડપવા 50થી વધુ હોટલ ઘમરોળી છે. શહેરના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવી રહ્યા છે.

વડોદરામાં વાઘોડિયા ચોકડી નજીક ગત 26 જૂને મોડી રાત્રે ગારમેન્ટના વેપારી પર અજાણ્યા બાઈક સવાર શખસોએ ફાયરિંગ કરતા શહેરમાં ચકચાર મચી હતી. ગોળી વાગતા ઈજાગ્રસ્ત વેપારી યુવકને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઘટનાના પાંચ દિવસ પછી પણ આરોપીઓને પોલીસ પકડી શકી નથી.

વાઘોડિયા રોડ પર પ્રાઈમસિટી સોસાયટીમાં રહેતા અને કપડાનો વેપાર કરતા આશિષકુમાર એમ બાકોલીયા (ઉ.વ.37) 26 જૂનની રાત્રે સવા દસ વાગ્યાના સુમારે દુકાન વધાવીને કાર લઈને ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાાન બાઇક પર પીછો કરીને આવી રહેલા બે શૂટર પણ કાર પાછળ ઉભા રહે છે.

શૂટરોએ ઘટનાને અંજામ આપ્યાના પહેલા બે દિવસ સુધી વેપારીની રેકી કરી હતી. વડોદરા શહેરના 30 જેટલા સ્થળોના CCTV કેમેરામાં શૂટરો કેદ થયાં છે. વાઘોડિયા રોડ, પ્રતાપનગર અને રેલવે સ્ટેશન વિસ્તારમાં હિલચાલ જોવા મળી છે. પરિવાર ચાર રસ્તા સહિત 50થી વધુ હોટેલોમાં પોલીસે તપાસ હાથ ધરી. પોલીસે 200થી વધુ સીસીટીવી ફૂટેજ અને અનેક મોબાઇલ નંબરની તપાસ શરૂ કરી છે.

VTV ADD

આ પણ વાંચોઃ વડોદરા / ભારતની સંરક્ષણ આત્મનિર્ભરતાની ચાવી બની શકે છે ગુજરાત, VGRCમાં બોલ્યા રાજનાથ સિંહ

વાઘોડિયા ચોકડી પાસે ગ્રીન સિગ્નલ ચાલુ હોવાથી ટ્રાફિકને કારણે વેપારી પોતાની કાર ધીમી પાડે છે. આ તકનો લાભ ઉઠાવી બે શૂટર પૈકી પાછળ બેઠેલા શૂટરે અચાનક કારની બાજુમાં આવીને આશિષકુમાર પર ફાયરિંગ કર્યું હતું. પહેલેથી બાઇક પર પીછો કરીને આવી રહેલા બે શૂટર પણ કાર પાછળ ઉભા રહે છે. બાઇક ચાલક શૂટરે કાળું હેલ્મેટ પહેર્યું છે અને ગમછો નાખેલો છે. મોટરસાયકલ ચલાવનારે કાળા કલરનું હેલ્મેટ અને પાછળ બેસનારે મોઢા પર માસ્ક પહેરેલું હતું. બંને હુમલાખોરો ઘટનાને અંજામ આપીને ફરાર થઈ ગયા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vadodara Vadodara Police Crime News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ