બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / પેટ્રોલ-ડીઝલ પરનો વિન્ડફોલ ટેક્સ 5.5 રૂપિયા ઘટ્યો, ડીઝલ અને ATF પર રાહત, પેટ્રોલ નિકાસ પર ડ્યુટીમાં વધારો
Last Updated: 07:22 AM, 1 July 2026
કેન્દ્ર સરકારે પેટ્રોલિયમ ઉત્પાદનો પર લાગુ વિન્ડફોલ ટેક્સમાં મહત્વપૂર્ણ ફેરફાર જાહેર કર્યો છે. નવા નિર્ણય મુજબ ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) પર લાગુ વિશેષ વધારાની નિકાસ ડ્યુટી (SAED)માં ઘટાડો કરવામાં આવ્યો છે, જ્યારે પેટ્રોલની નિકાસ પરનો ટેક્સ વધારવામાં આવ્યો છે. સુધારેલા દરો 1 જુલાઈ, 2026થી અમલમાં આવ્યા છે.
ADVERTISEMENT
નાણા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, ડીઝલની નિકાસ પર SAED હવે ₹14 પ્રતિ લિટરના બદલે ₹8.5 પ્રતિ લિટર રહેશે. ATF પરની ડ્યુટી ₹12.5 પ્રતિ લિટરથી ઘટાડીને ₹7.5 પ્રતિ લિટર કરવામાં આવી છે. બીજી તરફ, પેટ્રોલની નિકાસ પર લાગુ વિન્ડફોલ ટેક્સ ₹1.5 પ્રતિ લિટરથી વધારીને ₹4 પ્રતિ લિટર કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
પશ્ચિમ એશિયામાં વધેલા ભૂરાજકીય તણાવ અને આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલ બજારમાં આવેલા ઉતાર-ચઢાવને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે માર્ચ મહિનામાં પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ પર આ વિશેષ ડ્યુટી લાગુ કરી હતી. ત્યારથી સરકાર દર પખવાડિયે તેની સમીક્ષા કરી રહી છે. શરૂઆતમાં આ ડ્યુટી ડીઝલ અને ATF સુધી મર્યાદિત હતી, પરંતુ બાદમાં મે મહિનાથી પેટ્રોલને પણ તેમાં સામેલ કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
સરકારે જાહેર ક્ષેત્રની તેલ કંપનીઓ માટે એક મહત્વપૂર્ણ રાહત પણ જાહેર કરી છે. અગાઉ નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ અને શ્રીલંકામાં થતી નિકાસને જે છૂટ આપવામાં આવી હતી, તે હવે મોરેશિયસ અને માલદીવ સુધી વિસ્તૃત કરવામાં આવી છે.
ADVERTISEMENT
વિન્ડફોલ ટેક્સમાં થયેલા આ ફેરફારની સીધી અસર દેશના પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવ પર થવાની શક્યતા નથી. કારણ કે આ ડ્યુટી રિટેલ ગ્રાહકો પર નહીં પરંતુ તેલની નિકાસ કરતી કંપનીઓ પર લાગુ પડે છે. ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ જેવી કંપનીઓ જ્યારે પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ કરે છે ત્યારે આ વિશેષ ડ્યુટી ચૂકવવી પડે છે.
ADVERTISEMENT
સરકારનું માનવું છે કે વિન્ડફોલ ટેક્સનો મુખ્ય હેતુ આંતરરાષ્ટ્રીય બજારમાં ઊંચા ભાવને કારણે થતી અસામાન્ય કમાણી પર નિયંત્રણ લાવવાનો અને સ્થાનિક બજારમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની પૂરતી ઉપલબ્ધતા જાળવી રાખવાનો છે. જરૂરિયાત અનુસાર સરકાર આ ટેક્સમાં વધારો કે ઘટાડો કરીને નિકાસ અને સ્થાનિક પુરવઠા વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.