બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:41 AM, 1 July 2026
VB G-RAM-G Explained 1 July 2026: આજથી મનરેગાના સ્થાને VB G-RAM-G કાનૂન દેશભરમાં અમલમાં આવ્યો છે. સરેરાશ વેતન દરમાં પણ વધારો કરવામાં આવ્યો છે. સરકારે નવા વેતનની સૂચના આપી છે. અહીં કયા ફેરફારો લાગુ કરવામાં આવી રહ્યા છે તે જાણો.
ADVERTISEMENT
VB-G-RAM-G Act from Today: આજથી દેશભરમાં મનરેગા (MGNREGA) બંધ થઈ ગયું છે, જ્યારે નવો રોજગાર ગેરંટી કાયદો VB G-RAM-G, એટલે કે, 'વિકસિત ભારત - રોજગાર અને આજીવિકા મિશન ગેરંટી (ગ્રામીણ) અધિનિયમ, 2025' અમલમાં આવ્યો છે. આ યોજના હેઠળ નવા વેતન દરો પણ સૂચિત કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર નવી ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના હેઠળ રાષ્ટ્રીય સરેરાશ વેતન ₹327.4 પ્રતિ દિવસ સુધી કરવામાં આવ્યું છે, જે અગાઉ મનરેગા હેઠળ ₹298.8 પ્રતિ દિવસ હતું. આનો અર્થ એ થયો કે સરેરાશ વેતન ₹28.60 નો વધારો કરવામાં આવ્યો છે. ગ્રામીણ વિકાસ મંત્રાલયના જણાવ્યા અનુસાર 1 જુલાઈથી અમલમાં આવતા નવા વેતન દરોમાં તમામ 34 રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને મજદૂરી વિસ્તારોમાં વધારો કરવામાં આવ્યો છે.
સરેરાશ વેતન 300 રૂપિયા પ્રતિ દિવસ
ADVERTISEMENT
કેન્દ્રીય મંત્રાલયે જણાવ્યું હતું કે 300 રૂપિયા પ્રતિ દિવસનો નવો વચગાળાનો મૂળ વેતન દર નક્કી કરવામાં આવ્યો છે. આનાથી ખાતરી થશે કે યોજના હેઠળ સૂચિત કોઈપણ વેતન આ મર્યાદાથી નીચે ન આવે. સરકારના જણાવ્યા અનુસાર દેશભરમાં સરેરાશ વેતન દરમાં 10% થી વધુ વધારો થયો છે.
સરકારે જણાવ્યું હતું કે સુધારેલા વેતન દર ઓછા વેતન ધરાવતા રાજ્યોને લાભ આપવા માટે બનાવવામાં આવ્યા છે. સરકારે એમ પણ કહ્યું હતું કે વધુ વેતન ધરાવતા રાજ્યોમાં વધારો કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
હરિયાણા, ગોવા અને કેરળમાં વેતન 400 રૂપિયાથી વધુ છે
21 રાજ્યો અને વહીવટી એકમોમાં વેતન 300 રૂપિયાના નવા વચગાળાના મૂળ દર સુધી વધારવામાં આવ્યું છે. દરમિયાન ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને આસામ જેવા રાજ્યોમાં વેતન 15 થી 25 ટકા વધશે. અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડમાં આશરે 24.5 ટકાનો સૌથી વધુ વધારો જોવા મળ્યો છે.
ADVERTISEMENT
સરકારે જણાવ્યું હતું કે હરિયાણામાં સૂચિત વેતન ₹409, ગોવામાં ₹406, કેરળમાં ₹401 અને સિક્કિમના ઊંચાઈવાળા ગ્રામ પંચાયત વિસ્તારોમાં તે ₹450 પ્રતિ દિવસ છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ રજૂઆત / વડોદરા MP-MLA સંકલન બેઠકમાં બિલ્ડર સામે કાર્યવાહીનો મુદ્દો ગરમાયો
100 નહીં, 125 દિવસના કામની ગેરંટી
ADVERTISEMENT
નવો VB G-RAM-G કાયદો હવે ગ્રામીણ પરિવારોને 100 ને બદલે 125 દિવસના રોજગારની ગેરંટી આપે છે. જૂનો મનરેગા કાયદો 100 દિવસના રોજગારની ગેરંટી આપવામાં આવતી હતી. આ ગેરંટી વેતન આધારિત રોજગાર માટે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.