બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / નાસિરનગર ડિમોલિશનમાં મોટી કાર્યવાહી, મનપાના 5 અધિકારી સસ્પેન્ડ, જાણો કોણ છે મુખ્ય સૂત્રધાર સુજલ પ્રજાપતિ?

Surat / નાસિરનગર ડિમોલિશનમાં મોટી કાર્યવાહી, મનપાના 5 અધિકારી સસ્પેન્ડ, જાણો કોણ છે મુખ્ય સૂત્રધાર સુજલ પ્રજાપતિ?

Ajitsinh Jadeja

Last Updated: 02:09 PM, 1 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat news: સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલા નાસીરનગર ડિમોલિશનમાં પાંચ એન્જિનિયરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ તમામ સામે હાઇકોર્ટમાં પણ અરજી થયેલી છે.

સુરત કોર્પોરેશનના દ્વારા નાસીરનગર ડિમોલિશન વિવાદમાં એન્જિનિયર સુજલ પ્રજાપતિ, જયાંગ રામજીવાલા, મોનિક ગઢીયા, અર્પણ પરમાર અને નરેશ ગલચરને સસ્પેન્ડ કરાયા છે. નાસીરનગર ખાતે 30 મે 2026ના મિલકતોનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. આ ડિમોલિશનની કામગીરી અંગે ઊભા થયેલા વિવાદ બાદ તપાસ સમિતિએ રજૂ કરેલા અહેવાલને આધારે સુરત મહાનગરપાલિકા દ્વારા આ મામલે હવે વિધિવત રીતે ખાતાકીય તપાસ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં આવેલા નાસીરનગરમાં થયેલી ડિમોલિશન કાર્યવાહીને લઈને વિવાદ વધુ વકર્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ 30 મે થી 1 જૂન દરમિયાન સતત ત્રણ દિવસ સુધી ડિમોલિશન ચાલ્યું હતું, જેમાં અંદાજે 106 મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીના કારણે લગભગ 100 જેટલા પરિવારો બેઘર બની રસ્તા પર આવી ગયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

VTV ADD

સ્થાનિક રહેવાસીઓનો દાવો છે કે અધિકારીઓના ડ્રેસમાં આવેલા લોકો દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું હતું, પરંતુ આ કાર્યવાહી કયા વિભાગે કરી હતી તેની કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી. રહેવાસીઓના જણાવ્યા અનુસાર સમગ્ર કામગીરી દરમિયાન ચોક બજાર પોલીસ અને SOGના કર્મચારીઓ સ્થળ પર હાજર રહ્યા હતા અને મનપાના નામે પોલીસની મદદ પણ લેવામાં આવી હતી.

આ પણ વાંચોઃ સુરત / સુરતના ટેક્સટાઇલ માર્કેટ્સ વિશે માહિતી મેળવવી હવે બની રહી છે વધુ સરળ

સુજલ પ્રજાપતિનો રોલ શું ?

શ્રીરામ એજન્સીને ત્રણ પોકલેન, બે જેસીબી બ્રેકર-60 માણસો લઈ આવવા સુચના આપી. પોલીસની હાજરીમાં તોડવાની સુચના સુજલ પ્રજાપતિએ આપી હતી. સુજલનો ઝોન નહીં હોવા છતાં સ્થળ પર ગયો. જેમનો ઝોન હતો તેના જવાબદાર અધિકારીને ઉપરીનો મેસેજ બતાવી સાઈડલાઈન કર્યા. સુજલ જે વિભાગ સંભાળે છે તેના એકપણ અધિકારી સાથે ન હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

demolition controversy Surat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ