બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરની છરીના ઘા મારી હત્યા, પતિના હુમલામાં પુત્ર પણ ઘાયલ

ક્રાઇમ / સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરની છરીના ઘા મારી હત્યા, પતિના હુમલામાં પુત્ર પણ ઘાયલ

Ajitsinh Jadeja

Last Updated: 06:53 PM, 3 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Uttar Pradesh News: ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં એક ચોકાવનાની ઘટના બની છે. સરુરપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના હર્રા શહેરમાં એક પતિએ તેની સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને બ્યુટિશિયન પત્નીને ક્રૂરતાથી છરીના ઘા મારીને હત્યા કરી છે.

ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં એક ચોકાવનાની ઘટના બની છે. સરુરપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના હર્રા શહેરમાં એક પતિએ તેની સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને બ્યુટિશિયન પત્નીને ક્રૂરતાથી છરીના ઘા મારીને હત્યા કરી છે.

મેરઠના સરુરપુરના રહેવાસી પ્રદીપે શુક્રવારે સવારે તેની 45 વર્ષીય પત્ની નિશા ચૌહાણની ક્રૂરતાથી છરીના ઘા મારીને હત્યા કરી. આ ઘટના હર્રા શહેરમાં જમીનના પ્લોટની નોંધણી અંગેના વિવાદને કારણે બની હતી. આરોપી પ્રદીપ અને નિશા વચ્ચે ગુરુવારથી જમીન પોતપોતાના નામે કરાવવાને લઇ ઝઘડો ચાલી રહ્યો હતો. આજે સવારે જ્યારે વિવાદ વધ્યો ત્યારે પ્રદીપે તેની પત્નીને છરીના ઘા મારીને હત્યા કરી દીધી. દરમિયાનગીરી કરવા આવેલા તેમના પુત્રને પણ હુમલામાં ઇજા થઈ હતી. ઘટના પછી આરોપીએ પોતાને છરીના ઘા મારીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો.

આત્મહત્યાનો પ્રયાસ: આરોપી હોસ્પિટલમાં દાખલ

નિશાની હત્યા કર્યા પછી આરોપી પ્રદીપે પોતાને અનેક વખત છરીના ઘા માર્યા હતા. જ્યારે પડોશીઓ ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે પ્રદીપ બેભાન અને લોહીથી લથપથ પડેલો હતો. પોલીસે તાત્કાલિક ઘાયલ પ્રદીપને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. પોલીસે મૃતકના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. નિશાનાના મૃત્યુ બાદ તેના વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

VTV ADD

આ પણ વાંચોઃ Gujarat ATS / જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ પાસેથી પાકિસ્તાની ફ્લેગ મળી આવ્યો, મદ્રેસામાં ભણાવતા, વડોદરામાં કરી હતી ગુપ્ત મિટિંગ, જાણો કઈ રીતે પકડાયા?

સીસીટીવી ફૂટેજ અને ફોરેન્સિક તપાસ ચાલી રહી છે

ઘટનાની માહિતી મળતાં પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચ્યા. પોલીસે ઘટનાસ્થળેથી પુરાવા એકત્રિત કર્યા છે અને ઘરની આસપાસના સીસીટીવી ફૂટેજ પણ કબજે કર્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

UP Police Meerut Crime News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ