ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ભારત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ પાસેથી પાકિસ્તાની ફ્લેગ મળી આવ્યો, મદ્રેસામાં ભણાવતા, વડોદરામાં કરી હતી ગુપ્ત મિટિંગ, જાણો કઈ રીતે પકડાયા?

Gujarat ATS / જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ પાસેથી પાકિસ્તાની ફ્લેગ મળી આવ્યો, મદ્રેસામાં ભણાવતા, વડોદરામાં કરી હતી ગુપ્ત મિટિંગ, જાણો કઈ રીતે પકડાયા?

Published By: Ajitsinh Jadeja

Last Updated: 06:21 PM, 3 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat ATS: રાજ્યમાં રથયાત્રાના થોડા દિવસ પહેલા જ એટીએસની ટીમને મોટી સફળતા મળી છે. ગુજરાત એટીએસની ટીમએ મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ઓપરેશન કરીને 8 આતંકીઓની ધરપકડ કરી છે.

ADVERTISEMENT

રાજ્યમાં રથયાત્રાના થોડા દિવસ પહેલા જ એટીએસની ટીમને મોટી સફળતા મળી છે. ગુજરાત એટીએસની ટીમએ મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ઓપરેશન કરીને 8 આતંકીઓની ધરપકડ કરી છે.

આ આતંકવાદીઓ ગુજરાતમાં જૈશ-એ-મોહમ્મદનું નેટવર્ક સ્થાપવા માટે સાથે મળીને કામ કરી રહ્યા હતા. આતંકવાદ વિરોધી ટુકડીએ આ આતંકવાદીઓના રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવણી અને આતંકવાદી નેટવર્ક સાથે જોડાણના આરોપોની તપાસ શરૂ કરી છે. આ શખસો પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સક્રિય હતા અને ગુજરાતમાં આતંકી સંગઠનને સક્રિય કરવા માટે કામગીરી કરી રહ્યા હતા.

ગુજરાત અને મધ્યપ્રદેશમાંથી આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના 8 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત એટીએસએ મોટી કાર્યવાહી કરીને તમામ આતંકવાદીઓને પકડી લીધા છે. ગુજરાત એન્ટી ટેરર ​​સ્ક્વોડએ જણાવ્યું હતું કે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા આઠ આરોપીઓની ગુજરાત અને મધ્યપ્રદેશના વિવિધ જિલ્લાઓમાંથી ધરપકડ કરવામાં આવી છે. તેઓ જૈશ-એ-મોહમ્મદ વતી ગુજરાતમાં સક્રિય નેટવર્ક બનાવવા માટે સક્રિય રીતે કામ કરી રહ્યા હતા જેથી તેની આતંકવાદી પ્રવૃત્તિઓને આગળ ધપાવી શકાય. તમામ 8 આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે. UAPA ની કલમ 13, 17, 18, 38, 39 અને CrPC ની કલમ 148, 61 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

બાતમી મળતા અલગ અલગ ટીમો બનાવી અને એટીએસની ટીમે ખૂબ મોટું ઓપરેશન પાર પાડ્યું છે. એટીએસ દ્વારા આતંકીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. આતંકીઓ પાકિસ્તાની હેન્ડલરના આદેશ માનતા હતા અને તમામ બનાસકાંઠા અને પાટણના રહેવાસીઓ હોવાનો એટીએસએ ઘટસ્ફોટ કર્યો છે. આતંકવાદીઓ પાસેથી પાકિસ્તાની ફ્લેગ મળી આવ્યો છે.

ગુજરાત ATSએ આ આરોપીઓની ધરપકડ કરી

અહમદ અબ્દુલ્લા ગાજીવાલા

ઇબ્રાહિમ મોહમ્મદ હુસેન ઘાઘા

મુદસ્સિર અબ્દુલ્લા ગાજીવાલા

ઝકારિયા દુરાની

મુફ્તિ ઇસ્માઇલ દૌવા ફૌજાન

મોહમ્મદ અમીન શેરા

મોહમ્મદ અબ્દુલ રહેમાન સાવડી

બિલાલ મોહમ્મદ

આતંકીઓનું ઉત્તર ગુજરાત કનેક્શન

ગુજરાત એટીએસના ડીઆઇજી (ઓપરેશન) સુનિલ જોશીએ પ્રેસ સંબોધમાં મીડિયાને માહિતી આપતા કહ્યુ કે 2023થી 3.5 વર્ષમાં 11મો કેસ છે. ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે બનાસકાંઠા અને પાટણના કેટલાક લોકો પાકિસ્તાનના જૈશ-એ મોહમદ સાથે સંકળાયેલા છે. અમે ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે તપાસ કરી અને 8 લોકો સંકળાયેલા હોવાની જાણ થઈ હતી. જુદા જુદા સ્થળે આરોપીઓ ભાગાડ, સિદ્ધપુર અને નવસારી તેમજ મધ્યપ્રદેશ ખાતે હતા. જેના માટે ટીમ રવાના કરી હતી. તેઓ દેશવિરોધી કૃત્યો અને આતંકવાદી પ્રવૃત્તિઓનું આયોજન કરી તેનો વ્યાપક પ્રચાર-પ્રસાર પણ કરી રહ્યા હતા. પકડાયેલા તમામ આરોપીઓને વધુ પૂછપરછ અને કાયદેસરની કાર્યવાહી માટે અમદાવાદ ATS કચેરી ખાતે લાવવામાં આવ્યા છે.

ઇબ્રાહિમ મોહમ્મદ હુસેન ઘઘાના મોબાઈલમાં ઓનલાઇન નોર્ડ લોકર નામની એપલીકેશન મળી આવી છે. જેમાં જેહાદી કિતાબો, બયાન, ઓડિયો, વીડિયો અને ફોટોગ્રાફ્સ તેમજ જૈશ-એ-મોહમ્મદના ઝંડા સહિતનું કુલ 254 જેટલું સાહિત્ય મળી આવ્યું છે.

VTV ADD

આ પણ વાંચોઃ Gujarat / કાલે ગુજરાત આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, હજારો કરોડોની આપશે ભેટ, ધોલેરા-સુરતમાં શરૂ કરાવશે નવા પ્લાન્ટ

મદ્રેસામાં ભણતા, ફંડિંગ પણ થઇ ગયું

તેઓને 3 લાખનું ફંડિંગ પણ કરવામાં આવ્યું હતું. પાકિસ્તાનના અબ્દુલા સાહબ કરીને કોઈ સાથે વાત કરતા હતા. જૈશ-એ-મોહમ્મદ વતી વડોદરામાં એક વ્યક્તિ સાથે મીટીંગ કરી હતી. 2થી 3 મહિના પહેલા મળ્યા હતા. આ શખસો મદ્રેસામાં ભણતા અને ભણાવતા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat ATS ATS Operation Rath Yatra

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ