ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ઊંઘની ગોળીઓ છોડો, રાત્રે ટ્રાય કરો આ દેશી નુસખો, મિનિટોમાં આવશે ઘસઘસાટ ઊંઘ
Last Updated: 08:55 PM, 30 June 2026
ADVERTISEMENT
શું તમે પણ એવા લોકોમાં સામેલ છો, જેમને રાત્રે પથારીમાં ગયા પછી કલાકો સુધી ઊંઘ નથી આવતી? અથવા સવારે ઉઠ્યા પછી પણ શરીર થાકેલું અને આળસુ અનુભવે છે? આજકાલ માનસિક તણાવ, મોબાઈલનો અતિશય વપરાશ અને અનિયમિત દિનચર્યાના કારણે સારી અને શાંત ઊંઘ લેવી ઘણા લોકો માટે મુશ્કેલ બની ગઈ છે.
ADVERTISEMENT
આવા સમયમાં સોશિયલ મીડિયા પર એક દેશી અને સરળ ઘરેલું નુસખો ખૂબ જ ચર્ચામાં છે- 'કેળાનું ઉકાળેલું પાણી'. ઘણા લોકોનું માનવું છે કે રાત્રે સૂતા પહેલા આ ખાસ ડ્રિંક પીવાથી શરીરને આરામ મળે છે અને ઊંઘની ગુણવત્તા સુધરે છે. આ જ કારણે તેને 'નેચરલ સ્લીપ ડ્રિંક' પણ કહેવામાં આવી રહ્યું છે. ચાલો જાણીએ આ ડ્રિંક બનાવવાની રીત અને તેનાથી શરીરને થતા ફાયદાઓ વિશે.

ADVERTISEMENT
જરૂરી સામગ્રી:
ADVERTISEMENT

ADVERTISEMENT
ADVERTISEMENT

ADVERTISEMENT
વધુ સારી ઊંઘ
કેળામાં 'ટ્રિપ્ટોફેન' (Tryptophan) નામનું તત્વ જોવા મળે છે. આપણું શરીર આ તત્વને એવા હોર્મોન્સમાં રૂપાંતરિત કરે છે, જે સ્લીપ સાયકલ (Sleep Cycle) ને નિયંત્રિત કરે છે. આનાથી રાત્રે ખૂબ જ સારી અને ગાઢ ઊંઘ આવે છે.
મસલ્સ રિલેક્સેશન
કેળામાં મેગ્નેશિયમ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરના સ્નાયુઓને આરામ આપે છે. આ ડ્રિંક પીવાથી રાત્રે પગમાં આવતી નસ કે જકડનની સમસ્યા ઓછી થઈ શકે છે.
બેસ્ટ હાઇડ્રેશન
કેળાનું ઉકાળેલું પાણી કુદરતી ઇલેક્ટ્રોલાઇટ્સનો ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે, જે શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. આનાથી સવારે ઉઠતી વખતે શરીરમાં પાણીની અછત કે સુસ્તી અનુભવાતી નથી.
આ નુસખા માટે હંમેશા તાજા અને સારી ક્વોલિટીના કેળાનો જ ઉપયોગ કરો. જો તમને કેળાની એલર્જી હોય, તો આ ડ્રિંકનું સેવન બિલકુલ ન કરવું. અત્રે નોંધનીય છે કે આ માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે, તેને કોઈ બીમારીના ઈલાજ તરીકે ન ગણવી. જો તમને લાંબા સમયથી ઊંઘ ન આવવાની ગંભીર બીમારી હોય, તો એકવાર ડોક્ટરની સલાહ જરૂર લેવી.
સંકળાયેલા મુદ્દાઓ