ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / હવે તલાટી મંડળે સરકાર સામે બાંયો ચડાવી, પંચાયત સિવાયના કોઈ પણ મહેસુલી કામ નહીં કરે

ગુજરાત / હવે તલાટી મંડળે સરકાર સામે બાંયો ચડાવી, પંચાયત સિવાયના કોઈ પણ મહેસુલી કામ નહીં કરે

Published By: Kalpesh Kandoria

Last Updated: 10:28 PM, 2 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યના તલાટી મહામંડળે પોતાની લાંબા સમયથી પડતર માંગણીઓને લઈને સરકાર સામે કડક વલણ અપનાવ્યું છે. જોબચાર્ટનો તાત્કાલિક અમલ કરવાની માંગ સાથે તલાટીઓએ પંચાયત હસ્તકની કામગીરી સિવાય કોઈપણ મહેસુલી કામગીરી નહીં કરવાની જાહેરાત કરી છે.

ADVERTISEMENT

રાજ્યના તલાટી મહામંડળે પોતાની લાંબા સમયથી પડતર માંગણીઓને લઈને રાજ્ય સરકાર સામે કડક વલણ અપનાવ્યું છે. મહામંડળે જાહેરાત કરી છે કે હવે પંચાયત હસ્તકની કામગીરી સિવાય કોઈપણ પ્રકારની મહેસુલી કામગીરી કરવામાં આવશે નહીં. તલાટી કમ મંત્રીના જોબચાર્ટનો તાત્કાલિક અમલ કરવામાં આવે તેવી મુખ્ય માંગ સાથે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.

તલાટી મહામંડળના જણાવ્યા મુજબ, તલાટી કમ મંત્રીને પંચાયત વિભાગ ઉપરાંત અનેક મહેસુલી કામગીરી સોંપવામાં આવે છે, જેના કારણે નિયમિત કામગીરી પર અસર પડી રહી છે. તેથી સરકાર દ્વારા તાત્કાલિક જોબચાર્ટ અમલમાં મૂકવામાં આવે અને તલાટીઓ પાસેથી વધારાની મહેસુલી કામગીરી દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે.

આ મુદ્દે તલાટી મહામંડળે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ પંચાયત મંત્રી ઋષિકેશ પટેલને પત્ર લખીને પોતાની માંગણીઓથી અવગત કરાવ્યા છે. પત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જ્યાં સુધી તલાટી કમ મંત્રીનો જોબચાર્ટ અમલમાં નહીં આવે, ત્યાં સુધી પંચાયત હસ્તકની કામગીરી સિવાયની કોઈપણ મહેસુલી કામગીરી કરવામાં આવશે નહીં.

તલાટી મહામંડળના આ નિર્ણયથી રાજ્યમાં વિવિધ મહેસુલી કામગીરી પર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે સરકાર આ રજૂઆત પર શું નિર્ણય લે છે અને તલાટીઓની માંગણીઓ અંગે શું વલણ અપનાવે છે તેના પર સૌની નજર છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Talati Mahamandal Talati Protest Revenue Work Boycott

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ