બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / ઉદ્ઘાટનના 3 મહિનામાં જ દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસ-વેની હાલત બગડી: હાઇવે પર પડ્યા મોટા ખાડા
Last Updated: 11:35 PM, 2 July 2026
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા માત્ર 3 મહિના પહેલાં જ જે દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસ-વેનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, તે હવે વિવાદોના ઘેરામાં આવી ગયો છે. અદ્યતન ટેકનોલોજી અને 12,000 કરોડ રૂપિયાના માતબર ખર્ચે તૈયાર થયેલા આ ફોર-લેન/સિક્સ-લેન નેશનલ હાઇવે પર બનેલા મોટા અને ઊંડા ખાડાઓનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદ સામાન્ય જનતા રોડની ખરાબ ગુણવત્તા પર ગુસ્સો ઠાલવી રહી છે, તો બીજી તરફ વિપક્ષી પાર્ટીઓએ પણ આ પ્રોજેક્ટમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો કર્યા છે.
ADVERTISEMENT
આ સમગ્ર મામલો ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે એક વાહનચાલકે સોશિયલ મીડિયા પર શામલીના હાથી કરોડા ગામ નજીક એક્સપ્રેસ-વે પર પડેલા મોટા ખાડાનો વીડિયો શેર કર્યો. આ 212 કિલોમીટર લાંબા એક્સપ્રેસ-વેનું ઉદ્ઘાટન પીએમ મોદીએ 14 April ના રોજ કર્યું હતું. વીડિયો બનાવનાર ડ્રાઇવરનો દાવો છે કે હાઇવે પર અચાનક આવેલા આ ઊંડા ખાડાઓને કારણે તેની નજર સામે જ 4 થી 5 ગાડીઓએ પોતાનું સંતુલન ગુમાવી દીધું હતું. એટલું જ નહીં, ખાડામાં પટકાવાને કારણે ઓછામાં ઓછી બે કારના એલોય વ્હીલ (Alloy Wheels) વળી ગયા હતા અને વાહનો રસ્તામાં જ બગડી ગયા હતા.
ADVERTISEMENT
> Project : Delhi - Dehradun Expressway
— Veena Jain (@Vtxt21) July 2, 2026
> Cost : ₹12000 Crores
> Inaugurated on : 14 April 2026
> Inaugurated by : PM Narendra Modi
Within 2.5 months road started collapsing, many vehicles damaged
And then Modi says "Na khaunga, Na khane dunga" 🤡 pic.twitter.com/ookIVNtT0F
ADVERTISEMENT
નોંધનીય છે કે આ છ લેનવાળા એક્સપ્રેસ-વેના નિર્માણથી દિલ્હીથી દહેરાદૂન વચ્ચેનું અંતર 8 કલાકથી ઘટીને માત્ર 2 કલાકનું થઈ ગયું છે. આ રૂટ પર દરરોજ હજારો વાહનો દોડે છે, ખાસ કરીને વીકેન્ડ (શનિ-રવિ) માં દહેરાદૂનના પહાડી વિસ્તારોમાં પ્રવાસીઓની ભારે ભીડ ઉમટે છે. આ હાઇવે ઉત્તરાખંડના પ્રવેશદ્વાર સમાન છે અને તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તેનો 12 કિલોમીટરનો હિસ્સો રાજાજી નેશનલ પાર્ક (Rajaji National Park) માંથી પસાર થાય છે, જે એશિયાનો સૌથી લાંબો એલિવેટેડ વાઇલ્ડલાઇફ કોરિડોર (Elevated Wildlife Corridor) છે.
ADVERTISEMENT
વીડિયો વાયરલ થયા બાદ જોકે હાઇવે ઓથોરિટી દ્વારા આ ક્ષતિગ્રસ્ત હિસ્સાનું સમારકામ કરી દેવામાં આવ્યું છે, પરંતુ લોકોનો ગુસ્સો હજુ શાંત થયો નથી. મનુ નામના એક વેપારીએ પીએમ મોદીને ટેગ કરીને ટ્વિટ કર્યું કે, "આ એક્સપ્રેસ-વે બનવામાં અંદાજે 5 વર્ષ જેટલો સમય લાગ્યો, છતાં આ રોડ પોતાનું પહેલું ચોમાસું પણ સહન ન કરી શક્યો. આની ખરાબ હાલત તો જુઓ." જ્યારે અન્ય એક યુઝરે નારાજગી વ્યક્ત કરતા લખ્યું કે, "વિચારો, 110 રૂપિયા પ્રતિ લીટરના ભાવે 20% ઇથેનોલવાળું પેટ્રોલ ખરીદવા છતાં અને 650 રૂપિયા જેટલો મોંઘો ટોલ ટેક્સ ચૂકવવા છતાં અહીં જીવની કોઈ ગેરંટી નથી."
આ પણ વાંચોઃ નેશનલ / પીએમ મોદીએ જાપાનના પીએમને ગણાવ્યા "નાની બહેન", ફાર્મા-સંરક્ષણ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ કરાર
ADVERTISEMENT
આ મુદ્દે હવે રાજકારણ પણ ગરમાયું છે. કોંગ્રેસના પ્રવક્તા ડૉ. શમા મોહમ્મદે ટ્વિટ કરીને સવાલ ઉઠાવ્યો કે, "ભ્રષ્ટાચારના આનાથી મોટા પુરાવા બીજા શું હોઈ શકે? દરેક વિભાગમાં ખુલ્લેઆમ લૂંટ ચાલી રહી છે." આ સિવાય આમ આદમી પાર્ટીએ પણ પોતાના સત્તાવાર X હેન્ડલ પરથી આ ખાડાઓનો વીડિયો પોસ્ટ કરીને મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. AAP એ લખ્યું, દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસ-વે બનાવવા પાછળ 12,000 કરોડ રૂપિયાનો ધુમાડો કરાયો, પરંતુ થોડા જ સમયમાં મોદી સરકારના વિકાસની અસલી હકીકત સામે આવી ગઈ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.