બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / અમિત શાહ અને નિતીન નવીન વચ્ચે 3 કલાક ચાલી મેરેથોન બેઠક: ભાજપની નવી સેન્ટ્રલ ટીમમાં થશે મોટા ફેરબદલ?

નેશનલ / અમિત શાહ અને નિતીન નવીન વચ્ચે 3 કલાક ચાલી મેરેથોન બેઠક: ભાજપની નવી સેન્ટ્રલ ટીમમાં થશે મોટા ફેરબદલ?

Pravin Joshi

Last Updated: 11:55 PM, 2 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ટીમમાં મોટા ફેરબદલની અટકળો તેજ થઈ ગઈ છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સંગઠન મહાસચિવ બી.એલ. સંતોષ સાથે દિલ્હીમાં એક મહત્વની મેરેથોન બેઠક યોજી હતી.

ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ટીમ અને સંગઠનમાં મોટા પાયે ફેરબદલની ચર્ચાઓ વચ્ચે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. અહેવાલ મુજબ અમિત શાહના નિવાસસ્થાને યોજાયેલી આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ બી.એલ. સંતોષ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ મહત્વપૂર્ણ બેઠક આશરે 3 કલાક સુધી ચાલી હતી.

Amit Shah on Delhi Blast

નવી કેન્દ્રીય ટીમમાં અનુભવીઓ અને યુવાનોનો સમન્વય

જો કે, આ બેઠક અંગે પક્ષ તરફથી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર મીટિંગમાં અનેક સંગઠનાત્મક મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા થઈ હતી, જેમાં ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓની નવી ટીમની જાહેરાત મુખ્ય છે. સૂત્રોએ જણાવ્યું કે, પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ બનેલા નિતિન નવીનના નેતૃત્વવાળી ભાજપની આ નવી સેન્ટ્રલ ટીમમાં 'અનુભવી વરિષ્ઠ નેતાઓ અને ઉર્જાવાન યુવા નેતાઓ' બંનેને સપ્રમાણ સ્થાન આપવામાં આવે તેવી પૂરેપૂરી સંભાવના છે.

બેઠકમાં એવું પણ સૂચન કરવામાં આવ્યું છે કે સરકારમાં (મંત્રી પદો પર) બેઠેલા કેટલાક વરિષ્ઠ નેતાઓને ફરીથી સંગઠનમાં મોકલી શકાય છે અને તેમને પક્ષના કામકાજમાં મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપની આ નવી સેન્ટ્રલ ટીમમાં સામેલ થનારા સંભવિત નેતાઓના નામોની જાહેરાત ટૂંક સમયમાં જ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ નેશનલ / પીએમ મોદીએ જાપાનના પીએમને ગણાવ્યા "નાની બહેન", ફાર્મા-સંરક્ષણ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ કરાર

આગામી વિધાનસભા ચૂંટણીઓ માટે ભાજપની મોટી તૈયારી

ભાજપ ઉત્તર પ્રદેશ સહિત દેશના કેટલાક રાજ્યોની આગામી વિધાનસભા ચૂંટણીઓ પહેલાં સંગઠનાત્મક સ્તરે પોતાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં વ્યસ્ત છે. ઉત્તર પ્રદેશમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ પંકજ ચૌધરીની નવી ટીમની રચના થઈ ચૂકી છે અને તેઓ પોતાની બ્રિગેડ સાથે રાજકીય વ્યુહરચના ગોઠવવામાં લાગી ગયા છે. બીજી તરફ, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ અલગ-અલગ વિસ્તારોની મુલાકાત લઈને પક્ષની તરફેણમાં રાજકીય માહોલ મજબૂત બનાવવામાં વ્યસ્ત છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

NitinNabin AmitShah BJP
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ