બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / સુરતના સમાચાર / ગુજરાતમાં આજે સાર્વત્રિક વરસાદ, 134 તાલુકામાં મેઘો મન મૂકીને વરસ્યો, જાણો ક્યાં કેટલો વરસાદ

photo-story

7 ફોટો ગેલેરી

વરસાદી માહોલ / ગુજરાતમાં આજે સાર્વત્રિક વરસાદ, 134 તાલુકામાં મેઘો મન મૂકીને વરસ્યો, જાણો ક્યાં કેટલો વરસાદ

Last Updated: 05:21 PM, 3 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસ્યા છે. સૌથી વધુ વરસાદ વધઈમાં 12.99 ઈંચ અને ધરમપુરમાં 3.46 સૌથી ઓછો વરસાદ નોંધાવા પામ્યો છે.

1/7

photoStories-logo

1. રાજયમાં 134 તાલુકામાં વરસ્યો વરસાદ

રાજયમાં 134 તાલુકામાં વરસ્યો વરસાદ પડ્યો છે. આજે સવારે 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં 134 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં વધઈમાં 12.99 ઈંચ વરસાદ વરસ્યો, અંબિકામાં 11.14 ઈંચ વરસાદ વરસ્યો, ડોલ્વાણમાં 9.96 ઈંચ વરસાદ વરસ્યો, વાંસદામાં 9.17 ઈંચ વરસાદ વરસ્યો, સુબિરમાં 9.13 ઈંચ વરસાદ વરસ્યો, ચિખલીમાં 8.86 ઈંચ વરસાદ વરસ્યો, વલોદમાં 8.46 ઈંચ વરસાદ વરસ્યો, માળીયાહાટીનામાં 8.31 ઈંચ વરસાદ વરસ્યો, ડાંગમાં 7.76 ઈંચ વરસાદ વરસ્યો, વલસાડમાં 7.72 ઈંચ વરસાદ વરસ્યો, માંગરોળમાં 7.6 ઈંચ વરસાદ વરસ્યો, ગણદેવીમાં 7.4 ઈંચ વરસાદ વરસ્યો, પાટણ વેરાવળમાં 7.2 ઈંચ વરસાદ વરસ્યો, ખેરગામમાં 5.91 ઈંચ વરસાદ વરસ્યો, કેસોદમાં 5.51 ઈંચ વરસાદ વરસ્યો, મેદરડામાં 5.16 ઈંચ વરસાદ વરસ્યો, સુરતના માંગરોળમાં 4.88 ઈંચ વરસાદ વરસ્યો, વ્યારામાં 4.8 ઈંચ વરસાદ વરસ્યો, સુરતના મહુવામાં 4.65 ઈંચ વરસાદ વરસ્યો, નાનાપોંઢામાં 4.02 ઈંચ વરસાદ વરસ્યો, વંથલીમાં 3.98 ઈંચ વરસાદ વરસ્યો, કપરાડામાં 3.90 ઈંચ વરસાદ વરસ્યો, બારડોલીમાં 3.58 ઈંચ વરસાદ વરસ્યો, ધરમપુરમાં 3.46 ઈંચ વરસાદ વરસ્યો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. સુરતના અંબિકામાં જળબંબાકાર

સુરત જિલ્લામાં વરસાદે ભારે તબાહી મચાવી છે. અંબિકા તાલુકામાં સવારે 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં 11 ઈંચથી વધુ વરસાદ નોંધાતા અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે. અંબિકા ઉપરાંત મહુવા અને બારડોલીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં સૌથી વધુ વરસાદ અંબિકામાં નોંધાયો છે. ભારે વરસાદને કારણે અંબિકા તાલુકાના 12 પંચાયતી માર્ગો સુરક્ષાના હેતુસર બંધ કરવામાં આવ્યા છે. અંબિકા તાલુકામાંથી પસાર થતી અંબિકા નદીમાં નવા નીરની આવક થતાં જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે. નદીમાં પાણીની સતત આવકને પગલે મધર ઈન્ડિયા ડેમ પણ ઓવરફ્લો થયો છે, જેના કારણે તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. વ્યારા નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની ખુલી પોલ

તાપી જિલ્લાના વ્યારા શહેરમાં પડેલા વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી પર સવાલો ઊભા થયા છે. વોર્ડ નં. 7 સ્થિત વૃંદાવનધામ સોસાયટી નજીક વરસાદી પાણી ભરાતા સોસાયટીના આંતરિક માર્ગો જળબંબાકાર બની ગયા હતા, જેના કારણે સ્થાનિક રહેવાસીઓને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. બીજી તરફ, વોર્ડ નં. 1ની એક ચાલીમાં પણ વરસાદી પાણી ઘૂસી જતા લોકોમાં રોષ જોવા મળ્યો. સ્થાનિકોનું કહેવું છે કે વરસાદ પહેલાં ડ્રેનેજ અને પાણી નિકાલની યોગ્ય સફાઈ તથા આયોજન કરવામાં આવ્યું હોત તો આવી સ્થિતિ સર્જાઈ ન હોત. સતત પાણી ભરાવાની સમસ્યાને કારણે નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની અસરકારકતા સામે ફરી એકવાર પ્રશ્નો ઊભા થયા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. સતત બીજા દિવસે ભાવનગર શહેરમાં ધોધમાર વરસાદ

ભાવનગર શહેરમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસતા જનજીવન પર તેની અસર જોવા મળી હતી. દિવસ દરમિયાન જ ઘનઘોર વાદળો છવાઈ જતા શહેરમાં અંધારાપટ જેવો માહોલ સર્જાયો હતો. છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાતી અસહ્ય ગરમી અને બફારાથી લોકોમાં રાહતની લાગણી પ્રસરી હતી. ઘોઘા રોડ, ઘોઘા સર્કલ, જકાતનાકા સહિત શહેરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી, જ્યારે ઠંડા અને મનમોહક વાતાવરણનો લોકોએ આનંદ પણ માણ્યો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. ભારે વરસાદને લીધે મામલતદાર કચેરીની દીવાલ ધરાશાયી

રાજકોટ જિલ્લાના જેતપુરમાં પડેલા ભારે વરસાદના પગલે નુકસાનની ઘટના સામે આવી છે. સતત વરસાદ અને પાણીના યોગ્ય નિકાલના અભાવે મામલતદાર કચેરી અને તાલુકા પોલીસ સ્ટેશન વચ્ચે આવેલી દીવાલ અચાનક ધરાશાયી થઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજા થઈ નથી. ઘટનાની જાણ થતાં સ્થાનિક તંત્ર સ્થળ પર દોડી આવ્યું હતું અને પરિસ્થિતિનું નિરીક્ષણ કરીને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. ભારે વરસાદ બાદ પાણીના નિકાલની સમસ્યાએ ફરી એકવાર શહેરી માળખાકીય સુવિધાઓ અંગે પ્રશ્નો ઉભા કર્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. કોસંબા અને તરસાડીમાં ઠેર-ઠેર ભરાયા પાણી

સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ખાસ કરીને કોસંબા અને તરસાડી સહિતના વિસ્તારોમાં અનેક સ્થળોએ પાણી ભરાઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ભારે વરસાદના પગલે બજારોમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયાં, જ્યારે ઝંડા ચોક નજીક રસ્તાઓ પર પાણી વહેતા જોવા મળ્યાં. ઘૂંટણસમા પાણી ભરાવાને કારણે વાહનચાલકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, તેમજ સ્થાનિક વેપારીઓને પણ રોજિંદા વ્યવસાય પર અસર પહોંચી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ

તાપી જિલ્લામાં વરસેલા ધોધમાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. સેવાસદન પરિસર પણ વરસાદી પાણીથી બાકાત રહ્યું નથી. સેવાસદનના મુખ્ય માર્ગો, આવાસ પરિસર તેમજ મુખ્ય ગેટ નજીક વરસાદી પાણી ભરાઈ જતા અરજદારો, કર્મચારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દર વર્ષે વરસાદ દરમિયાન અહીં પાણી ભરાવાની સમસ્યા યથાવત રહેતી હોવાથી સ્થાનિકોમાં તંત્ર સામે નારાજગી જોવા મળી રહી છે. વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે અસરકારક આયોજન અને કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Meteorological Department Rain Forecast Weather
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ