બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:33 PM, 3 July 2026
પાકિસ્તાન ભારત વિરૂદ્ધ પોતાની આતંકવાદી પ્રવૃત્તિઓ અને કાવતરાં ઘડવામાંથી હજુ પણ ઊંચું આવતું નથી. પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ ભારતમાં પોતાનું આતંકી નેટવર્ક ફેલાવવાની ફિરાકમાં હતું, પરંતુ ગુજરાત એટીએસએ તેમની આ નાપાક સાજિશને સંપૂર્ણપણે નાકામ કરી દીધી છે. એટીએસ દ્વારા શુક્રવારના રોજ ગુજરાત અને મધ્ય પ્રદેશના વિવિધ વિસ્તારોમાંથી સંયુક્ત ઓપરેશન હાથ ધરીને 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેઓ દેશમાં જૈશના નેટવર્કનો વ્યાપ વધારવા માટે સક્રિય ભૂમિકા ભજવી રહ્યા હતા.
ADVERTISEMENT
Eight accused associated with the proscribed terror organisation Jaish-e-Mohammed (JeM) arrested from various districts of Gujarat and Madhya Pradesh. They were actively working on behalf of Jaish-e-Mohammed to set up an active network in the state of Gujarat to further its… pic.twitter.com/69J5WRWVKN
— ANI (@ANI) July 3, 2026
ADVERTISEMENT
ગુજરાત અને મધ્ય પ્રદેશમાંથી ઝડપાયેલા જૈશના તમામ 8 આરોપીઓની ઓળખ નીચે મુજબ થઈ છે:
ADVERTISEMENT
ATS ના સત્તાવાર નિવેદન અનુસાર, આ પકડાયેલા આરોપીઓ કથિત રીતે જૈશ-એ-મોહમ્મદ સંગઠનની આતંકવાદી ગતિવિધિઓ અને દેશવિરોધી એજન્ડાને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતમાં એક મજબૂત અને સક્રિય આતંકી નેટવર્ક સ્થાપિત કરવાના મિશન પર કામ કરી રહ્યા હતા. આ તમામ શંકાસ્પદો સામે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમના સેક્શન 13, 17, 18, 38 અને 39 હેઠળ ગુનો દાખલ કરાયો છે. આ ઉપરાંત તેમની સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 148 અને 61 પણ લગાવવામાં આવી છે.
ADVERTISEMENT
અત્રે નોંધનીય છે કે જૈશ-એ-મોહમ્મદ આતંકી સંગઠનની સ્થાપના વર્ષ 2000 માં કુખ્યાત આતંકી મસૂદ અઝહર દ્વારા કરવામાં આવી હતી. આ સંગઠન અત્યાર સુધીમાં ભારતમાં 6 વખત મોટા આત્મઘાતી અને આતંકી હુમલાઓ કરાવી ચૂક્યું છે:
ADVERTISEMENT
April 2000: સેનાના હેડક્વાર્ટર પર 17 વર્ષના આત્મઘાતી આતંકી દ્વારા જમ્મુ-કાશ્મીરમાં હુમલો કરાયો.
October 2001: જમ્મુ-કાશ્મીર વિધાનસભા સંકુલ પર ભયાનક હુમલો કરવામાં આવ્યો.
ADVERTISEMENT
January 2016: પઠાનકોટ એરબેઝ પર આતંકી હુમલો થયો.
September 2016: ઉરી (Uri) સ્થિત ભારતીય સેનાના હેડક્વાર્ટર પર આતંકીઓએ હુમલો કર્યો.
February 2019: પુલવામામાં CRPF ના કાફલા પર મોટો આત્મઘાતી હુમલો કરાયો હતો, જેમાં દેશના અનેક જવાનો શહીદ થયા હતા.
ગુજરાત ATS ની આ સમયસરની અને સચોટ કાર્યવાહીને કારણે દેશમાં ફરી એકવાર કોઈ મોટી આતંકી ઘટના બને તે પહેલાં જ તેનું આખું નેટવર્ક ધ્વસ્ત કરી દેવામાં આવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.