બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં ધોધમાર વરસાદ, જૂનાગઢ જળબંબાકાર, સોમનાથ-દ્વારકા હાઈવે થયો બંધ
Last Updated: 02:13 PM, 4 July 2026
રાજ્યમાં આજે સવારે 6થી 10 વાગ્યા દરમિયાન 48 તાલુકાઓમાં 1 મિમીથી લઈને 1 ઇંચ સુધીનો સામાન્ય વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે 6 જિલ્લામાં રેડ એલર્ટ, 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 6 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે બાકીના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આગાહીને ધ્યાનમાં રાખીને 7 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 13.27 ટકા વરસાદ નોંધાયો છે. ગત 24 કલાકમાં 14 તાલુકાઓમાં 5થી 10 ઇંચ, 85 તાલુકાઓમાં 1થી 5 ઇંચ અને 118 તાલુકાઓમાં 1 ઇંચ કરતાં ઓછો વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં સિઝનનો સૌથી વધુ 17.11 ટકા વરસાદ નોંધાયો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં 15.38 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 10.87 ટકા, ઉત્તર ગુજરાતમાં 7.79 ટકા અને કચ્છમાં માત્ર 0.40 ટકા વરસાદ નોંધાયો છે. જૂનાગઢના માંગરોળ તાલુકામાં માત્ર ત્રણ દિવસમાં જ સિઝનના 103 ટકા જેટલો વરસાદ નોંધાતા સમગ્ર સિઝનનું સરેરાશ પૂર્ણ થઈ ગયું છે.
સુરતના તાલુકાઓને જોડતો માર્ગ ધોવાતા વાહન ચાલકો અટવાયા#Surat #RoadDamage #GujaratRain #Monsoon2026 #TrafficUpdate #FloodAlert #VTVDigital pic.twitter.com/D0UXz4q12u
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 4, 2026
ADVERTISEMENT
સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ભારે નુકસાન થયું છે. અરેઠના બૌધાન ગામે ધોધમાર વરસાદના કારણે રસ્તાનું ધોવાણ થયું છે. વાવ્યા ખાડી પર બનાવવામાં આવેલું ડાયવર્ઝન પાણીના જોરદાર પ્રવાહમાં ધોવાઈ ગયું છે. ડાયવર્ઝન ધોવાઈ જતાં બારડોલી, અરેઠ અને માંડવીને જોડતો મુખ્ય માર્ગ બંધ થઈ ગયો છે. જેના કારણે બારડોલી જવા માટે સ્થાનિક લોકોને અંદાજે 25 કિલોમીટરનો વધારાનો ફેરો મારવો પડી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી બૌધાન ગામે હાઈ બેરલ બ્રિજનું કામ ચાલી રહ્યું હોવાથી આ ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
ધોધમાર વરસાદમાં દ્વારકા-સોમનાથ હાઇવે ધોવાતા વાહનચાલકો મુશ્કેલીમાં#Dwarka #Somnath #Highway #GujaratRain #Monsoon2026 #RoadDamage #VTVDigital pic.twitter.com/VXWRhMXqsM
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 4, 2026
ADVERTISEMENT
જૂનાગઢના માંગરોળ તાલુકામાં પણ ભારે વરસાદે નુકસાન પહોંચાડ્યું છે. દ્વારકા-સોમનાથ હાઇવે વરસાદમાં ધોવાઈ ગયો છે. નોળી નદી પરનો બ્રિજ ધોવાઈ જતાં રસ્તો બંધ કરવામાં આવ્યો છે. હુસેનાબાદ નજીક રસ્તાનું પણ ધોવાણ થતાં અનેક વાહનચાલકો રસ્તામાં અટવાઈ ગયા હતા. ભારે વરસાદના કારણે રસ્તાઓને વ્યાપક નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે.
15 ફૂટ સુધી મોજાં ઉછળતા જાફરાબાદ બંદર પર લગાવાયું 3 નંબરનું સિગ્નલ#Jafrabad #Amreli #WeatherAlert #SeaAlert #Monsoon2026 #GujaratRain #VTVDigital pic.twitter.com/lhDPIhnwCY
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 4, 2026
ADVERTISEMENT
અમરેલી જિલ્લાના જાફરાબાદમાં દરિયો તોફાની બન્યો છે. દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે અને અંદાજે 15 ફૂટ સુધીના મોજા ઉછળ્યા છે. સાવચેતીના ભાગરૂપે જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે.
સિઝનના પહેલા જ વરસાદમાં તાપીનો કોઝવે ઓવરફ્લો, 6.80 મીટરે પહોંચી જળસપાટી #Tapi #Causeway #RainUpdate #Monsoon2026 #FloodAlert #GujaratRain #VTVDigital pic.twitter.com/pltPQnNcrm
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 4, 2026
બીજી તરફ ભારે વરસાદના કારણે તાપીનો કોઝ-વે પણ ઓવરફ્લો થયો છે. સિઝનના પ્રથમ જ વરસાદમાં કોઝ-વેની સપાટી ભયજનક 6 મીટરની મર્યાદા વટાવીને 6.82 મીટર સુધી પહોંચી છે. તાપી નદીમાં નવા નીર આવતા આ સ્થિતિ સર્જાઈ છે.
વરસાદથી સોનગઢ સોળે કળાએ ખીલી ઉઠ્યું, જુઓ ચીમેર ધોધના આહ્લાદક દ્રશ્યો#Songadh #ChimerWaterfall #Tapi #Monsoon2026 #GujaratRain #NatureLovers #VTVDigital pic.twitter.com/eAmTtlC9hS
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 4, 2026
તાપી જિલ્લામાં ભારે વરસાદના કારણે કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. સોનગઢના ચીમેર ગામે ચીમેર ધોધ સક્રિય બનતા પહાડ પરથી વહેતા પાણીનો સુંદર ધોધ જોવા મળી રહ્યો છે. ધોધના મનમોહક દ્રશ્યો જોવા માટે સુરત, તાપી અને ડાંગ સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી રહ્યા છે.
ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, વલ્લભીપુરમાં સૌથી વધુ 1.77 ઈંચ વરસાદ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 4, 2026
ભાવનગર જિલ્લાના તમામ તલુકામાં વરસાદ, સૌથી વધુ વલ્લભીપુર તાલુકામાં 1.77 ઈંચ વરસાદ, ઉમરાળામાં 1.73 અને પાલિતાણામાં 1.54 ઈંચ વરસાદ, સિહોરમાં 1.22 અને ભાવનગરમાં 1.10 ઈંચ વરસાદ#Bhavnagar #RainUpdate… pic.twitter.com/QI1sNGC3QM
ભાવનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં સારો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વલ્લભીપુર તાલુકામાં 1.77 ઇંચ વરસાદ નોંધાયો છે. ઉમરાળામાં 1.73 ઇંચ, પાલિતાણામાં 1.54 ઇંચ, સિહોરમાં 1.22 ઇંચ અને ભાવનગર શહેરમાં 1.10 ઇંચ વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો : સુરતમાં ધોધમાર વરસાદની આગાહી, વહીવટી તંત્ર બન્યું સજ્જ, તહેનાત કરાઈ NDRFની ટીમ
બીજી તરફ પાટણ શહેર અને જિલ્લામાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ વરસ્યો હતો. અનાવાડા, માતરવાડી, ગોલાપુર, રાણુજ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાયો હતો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.