બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં ધોધમાર વરસાદની આગાહી, વહીવટી તંત્ર બન્યું સજ્જ, તહેનાત કરાઈ NDRFની ટીમ
Last Updated: 01:18 PM, 4 July 2026
સુરત જિલ્લામાં ભારે વરસાદની સંભાવના વચ્ચે કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિનો સામનો કરી શકાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. લોકોને સમયસર મદદ મળી રહે અને બચાવ કામગીરીમાં કોઈ વિલંબ ન થાય તે માટે અગાઉથી જ જરૂરી આયોજન કરવામાં આવ્યું છે. વરસાદી સ્થિતિને ધ્યાનમાં રાખીને વિવિધ વિભાગો વચ્ચે સતત સંકલન કરવામાં આવી રહ્યું છે જેથી જરૂર પડ્યે તાત્કાલિક કાર્યવાહી કરી શકાય.
ADVERTISEMENT

ADVERTISEMENT
આપાતકાલીન પરિસ્થિતિમાં ઝડપી બચાવ કામગીરી હાથ ધરવા માટે ઓલપાડ ખાતે વડોદરા બટાલિયન 6 NDRFની વિશેષ ટીમ તહેનાત કરવામાં આવી છે. આ ટીમને સંવેદનશીલ વિસ્તારોમાં ઝડપી કામગીરી માટે તૈયાર રાખવામાં આવી છે જેથી પૂર, પાણી ભરાવા અથવા અન્ય કુદરતી આપત્તિ સર્જાય તો તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી શકાય.
ADVERTISEMENT
NDRFની આ ટીમમાં કુલ 30 જવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે જ બે મહિલા રેસ્ક્યુઅરને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે જેથી જરૂરિયાત મુજબ દરેક પ્રકારની બચાવ કામગીરી વધુ અસરકારક રીતે કરી શકાય. પ્રશિક્ષિત જવાનો અને મહિલા રેસ્ક્યુઅર સાથેની આ ટીમ કોઈપણ પડકારજનક પરિસ્થિતિનો સામનો કરવા સજ્જ છે.

ADVERTISEMENT
ખાસ વાત એ છે કે NDRFની ટીમ સાથે રૂબી નામની પ્રશિક્ષિત ડોગનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. રૂબી આપત્તિના સમયે શોધખોળ અને બચાવ કામગીરીમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આવી વિશેષ તાલીમ પ્રાપ્ત ડોગની મદદથી મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાયેલા લોકો સુધી ઝડપથી પહોંચી શકાય છે.
ADVERTISEMENT
ટીમ પાસે અત્યાધુનિક બચાવ સાધનોની પણ સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં કટર મશીન, લાઈફ જેકેટ, લાઈફ બોય, રબર બોટ સહિત અન્ય જરૂરી આધુનિક સાધનોનો સમાવેશ થાય છે. આ તમામ સાધનોના કારણે પૂર, પાણી ભરાવા અથવા અન્ય આપાતકાલીન સ્થિતિમાં અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવાની કામગીરી ઝડપથી કરી શકાય છે.
ADVERTISEMENT
NDRFની ટીમ સતત સતર્ક છે અને જરૂર પડ્યે કોઈપણ સમયે કામગીરી શરૂ કરી શકે તેવી સ્થિતિમાં રાખવામાં આવી છે. વરસાદી પરિસ્થિતિ દરમિયાન સ્થાનિક વહીવટી તંત્ર સાથે સતત સંપર્કમાં રહીને બચાવ કામગીરી માટે તમામ આયોજન કરવામાં આવ્યું છે જેથી લોકોને સમયસર સહાય મળી રહે.
NDRFના ઈન્સ્પેક્ટર આર.પી. ભાટીએ જણાવ્યું છે કે જ્યારે પણ વરસાદની પરિસ્થિતિ સર્જાય છે ત્યારે તેમની ટીમ સંપૂર્ણ રીતે તૈયાર રહે છે. તેમણે જણાવ્યું કે NDRF પાસે બચાવ કામગીરી માટે જરૂરી તમામ સાધનો ઉપલબ્ધ છે જેમાં બોટ, લાઈફ જેકેટ સહિતના મજબૂત અને આધુનિક સાધનોનો સમાવેશ થાય છે. આ સાધનોની મદદથી કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં સરળતાથી અને ઝડપી રીતે રેસ્ક્યુ કામગીરી કરી શકાય છે. તેમણે લોકોને પણ અફવાઓથી દૂર રહી વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.