બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:55 PM, 4 July 2026
Taj Mahal Controversy : તાજમહેલ તો તમે બધાએ જોયો હશે પણ તાજેતરમાં તાજમહેલને લઈ એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં આગ્રામાં આવેલા વિશ્વવિખ્યાત તાજમહેલને લઈને ફરી એકવાર કાનૂની ચર્ચા તેજ બની છે. તાજમહેલ પરિસર મૂળ ભગવાન શ્રી અગ્રેશ્વર મહાદેવ નાગનાથેશ્વરનું ‘તેજો મહાલય’ મંદિર હોવાનું દાવો કરતી અરજી હવે અલ્હાબાદ હાઈકોર્ટ સુધી પહોંચી છે. આ અરજી પર 7 જુલાઈએ સુનાવણી થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
શું છે અરજદારોની માંગ ?
અરજદારો દ્વારા હાઈકોર્ટ સમક્ષ માંગ કરવામાં આવી છે કે સમગ્ર પરિસરનો સર્વે કરવા માટે એડવોકેટ કમિશનરની નિમણૂક કરવામાં આવે. તેમનું કહેવું છે કે, વૈજ્ઞાનિક અને કાનૂની રીતે સર્વે કરવામાં આવશે તો એ સ્પષ્ટ થઈ શકશે કે આ સ્થળે અગાઉ મંદિર હતું કે નહીં. આ અરજી આગ્રાની સિવિલ જજ (સીનિયર ડિવિઝન) અને એડિશનલ જિલ્લા જજની અદાલતના તે આદેશોને પડકારતી દાખલ કરવામાં આવી છે, જેમાં સર્વે માટે એડવોકેટ કમિશનરની નિમણૂક કરવાની માંગ ફગાવી દેવામાં આવી હતી.
ADVERTISEMENT
અરજીમાં જણાવાયું છે કે, વર્ષ 2015થી આ મુદ્દે સિવિલ કોર્ટમાં એક દીવાની કેસ ચાલી રહ્યો છે. તેમાં તાજમહેલ પરિસરને ભગવાન શ્રી અગ્રેશ્વર મહાદેવ નાગનાથેશ્વરનું તેજો મહાલય જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. આ અરજી ભગવાન શ્રી અગ્રેશ્વર મહાદેવ નાગનાથેશ્વરના વતી તેમના ‘નેક્સ્ટ ફ્રેન્ડ’ હરીશંકર જૈન અને અન્ય પાંચ અરજદારો દ્વારા સંયુક્ત રીતે દાખલ કરવામાં આવી છે. કેસમાં ભારત સરકાર, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) સહિત અન્ય બે પક્ષોને પ્રતિવાદી બનાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો : રામ મંદિર દાન ચોરી મામલો, શંકરાચાર્યએ તોડ્યું મૌન, મંદિર સંચાલનને લઈ ઉઠાવ્યા સવાલો
ADVERTISEMENT
હાલ સમગ્ર મામલે સૌની નજર અલ્હાબાદ હાઈકોર્ટની આગામી સુનાવણી પર છે. જો હાઈકોર્ટ સર્વે માટે એડવોકેટ કમિશનરની નિમણૂક કરવાની માંગ સ્વીકારશે તો કેસની આગળની કાનૂની કાર્યવાહી નવા તબક્કામાં પ્રવેશી શકે છે. જોકે, મહત્વની વાત એ છે કે હાલ હાઈકોર્ટે તાજમહેલ અંગે કરવામાં આવેલા દાવાની સત્યતા અંગે કોઈપણ પ્રકારની ટિપ્પણી કરી નથી. હાલમાં માત્ર સર્વે કરાવવાની માંગ સંબંધિત અરજી પર જ સુનાવણી થવાની છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.