બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / જેતપર ખેડૂત આંદોલનમાંથી નિલેશ એરવડિયાની હકાલપટ્ટી, હકાભાએ લગાવ્યા હતા ગંભીર આક્ષેપો
Last Updated: 03:13 PM, 4 July 2026
Nilesh Ervadiya : મોરબીના જેતપરમાં ચાલી રહેલ ખેડૂત આંદોલન વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આંદોલન સાથે જોડાયેલા નિલેશ એરવડિયાને આંદોલનમાંથી સત્તાવાર રીતે હકાલપટ્ટી કરવામાં આવી છે. આ નિર્ણય વાયરલ થયેલી એક ઓડિયો ક્લિપ બાદ લેવામાં આવ્યો હોવાનું આંદોલન સાથે સંકળાયેલા આગેવાનો દ્વારા જણાવાયું છે. તેમના જણાવ્યા અનુસાર, આંદોલનની વિશ્વસનીયતા અને હિતને કોઈ નુકસાન ન પહોંચે તે માટે આ પગલું ભરવું જરૂરી બન્યું હતું.
ADVERTISEMENT
આ તરફ સમગ્ર મામલાને લઈને VTVની ટીમ ઉપવાસ છાવણી સુધી પહોંચી હતી. ત્યાંથી મળતી માહિતી મુજબ અગાઉ અનશન પર બેઠેલા 9 લોકોમાંથી હવે નિલેશ એરવડિયાને અલગ કરવામાં આવ્યા બાદ કુલ 8 ખેડૂત આગેવાનોનું અનશન યથાવત્ ચાલુ છે. ખેડૂતોએ જણાવ્યું કે તેમની મુખ્ય માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.
ADVERTISEMENT
મોરબીના જેતપર ખેડૂત આંદોલનમાં નિલેશ એરવાડિયાની હકાલપટ્ટી#Morbi #Jetpar #FarmersProtest #NileshAervadiya #Gujarat #VTVDigital #Farmers pic.twitter.com/hWPlQwwS0W
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 4, 2026
નોંધનિય છે કે, નિલેશ એરવડિયાને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચા તેજ બની હતી. હકાભા દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અને ત્યારબાદ વાયરલ થયેલી ઓડિયો ક્લિપને કારણે સમગ્ર મામલાએ નવું રૂપ ધારણ કર્યું હતું. આ વિવાદ બાદ આંદોલનના આગેવાનોએ બેઠક કરીને નિલેશ એરવડિયાને આંદોલનમાંથી દૂર કરવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે.
ADVERTISEMENT
નિલેશ એરવાડિયાએ ખેડૂત આંદોલનના બદલામાં 25 કરોડ માંગવા માંગતો હતો, હકાભાએ કર્યો ખુલાસો#HakabhaGadhvi #NileshAervadiya #FarmersProtest #GujaratPolitics #VTVDigital pic.twitter.com/4KQdRnHMbP
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 4, 2026
ADVERTISEMENT
આ તરફ હવે એવી પણ વાત સામે આવી છે કે, નિલેશ એરવડિયા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. વાયરલ ઓડિયો અને તેમની સામે થયેલા દાવાઓ બાદ તેમની તબિયત બગડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ વાયરલ ઓડિયો અંગે ભાજપના નેતા કાંતિ અમૃતિયાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જોકે, તેમણે આ સમગ્ર મામલે કોઈપણ પ્રકારનું નિવેદન આપવાનું ટાળ્યું હતું. હાલ જેતપરનું ખેડૂત આંદોલન અગાઉની જેમ જ ચાલુ છે અને ઉપવાસી છાવણીમાં હજુ પણ 8 ખેડૂત આગેવાનો અનશન પર અડગ છે. આ દરમિયાન વાયરલ ઓડિયો અને નિલેશ એરવડિયાની હકાલપટ્ટી સમગ્ર આંદોલનનો સૌથી ચર્ચાસ્પદ મુદ્દો બની ગયો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.