બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરામાં કોંગ્રેસ આવતાં જ હનુમાન ચાલીસા બંધ કરાવાઈ, નશલીન બાનુના પતિના આદેશથી ગરમાયું રાજકારણ
Last Updated: 01:27 PM, 3 July 2026
Dabhoi Hanuman Chalisa Controversy : વડોદરાથી એક મોટી રાજકીય ઘટના સામે આવી છે. વાસ્તવમાં વડોદરા જિલ્લાના ડભોઈમાં નગરપાલિકામાં સત્તા પરિવર્તન બાદ સરદાર બાગને લઈને ધાર્મિક અને રાજકીય વિવાદ સામે આવ્યો છે. વિગતો મુજબ છેલ્લા આઠ મહિનાથી સરદાર બાગમાં ભગવાન શ્રીરામની પ્રતિમા પાસે સવાર અને સાંજના સમયે સ્પીકર પર હનુમાન ચાલીસાનું પાઠ પ્રસારિત કરવામાં આવતું હતું. હવે આ પ્રથા બંધ કરવાની સૂચના આપવામાં આવતાં સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે.
ADVERTISEMENT
શું છે સમગ્ર મામલો ?
પ્રાથમિક વિગતો મુજબ બાગ સમિતિના ચેરમેન નશલીનબાનુ મન્સૂરીના પતિ દ્વારા બાગના કર્મચારીઓને કોઈપણ પ્રકારના ધાર્મિક ગીતો અથવા પાઠ સ્પીકર પર ન વગાડવા માટે સૂચના આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ નિર્ણય પાછળ મોર્નિંગ વોક માટે આવતા કેટલાક લોકોની રજૂઆતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. આ દરમિયાન આ મુદ્દા સાથે જોડાયેલી એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મામલો વધુ ગરમાયો છે. ઓડિયોમાં ધાર્મિક ગીતો બંધ રાખવા અંગેની ચર્ચા હોવાનું કહેવાઈ રહ્યું છે, જોકે તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
ADVERTISEMENT
વડોદરાના ડભોઈમાં નગરપાલિકામાં સત્તા પલટાતા જ ધાર્મિક વિવાદ વકર્યો છે, સરદાર બાગમાં હનુમાન ચાલીસા બંધ કરવાનો આદેશ આપ્યો#Dabhoi #Vadodara #ReligiousIssue #HanumanChalisa #GujaratNews #PoliticalNews #VTVDigital pic.twitter.com/aFNtSRfs4s
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 3, 2026
હનુમાન ચાલીસાનું પ્રસારણ બંધ કરવાના નિર્ણયને લઈને હિન્દુ સંગઠનોમાં નારાજગી જોવા મળી રહી છે. વિરોધના ભાગરૂપે ભાજપના કોર્પોરેટરો અને સ્થાનિક રહેવાસીઓ મોડી રાત્રે સરદાર બાગ પહોંચ્યા હતા અને ત્યાં એકસાથે હનુમાન ચાલીસાનું પાઠ કરીને વિરોધ નોંધાવ્યો હતો.
ADVERTISEMENT
આ સમગ્ર ઘટનાને પગલે ડભોઈમાં રાજકીય માહોલ પણ ગરમાયો છે. એક તરફ નિર્ણયને નિયમો અને જાહેર સુવિધા સાથે જોડવામાં આવી રહ્યો છે, જ્યારે બીજી તરફ ધાર્મિક લાગણીઓ સાથે જોડાયેલો મુદ્દો હોવાનું કહી વિરોધ કરવામાં આવી રહ્યો છે. હાલ આ મુદ્દે સ્થાનિક સ્તરે ચર્ચા તેજ બની છે અને લોકો સત્તાવાર સ્પષ્ટતાની રાહ જોઈ રહ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.