બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / BAT-BMS એપથી રસ્તા પર જ બંધ થઈ શકે છે ઈ-રિક્શા? જાણો આખી હકીકત

નેશનલ / BAT-BMS એપથી રસ્તા પર જ બંધ થઈ શકે છે ઈ-રિક્શા? જાણો આખી હકીકત

Jinal Chauhan

Last Updated: 11:40 AM, 3 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાજેતરમાં BAT-BMS નામની એક મોબાઇલ એપને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર એવા ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે જેમાં દાવો કરવામાં આવે છે કે માત્ર ફોનની એપથી ઈ-રિક્શા બંધ કરી શકાય છે.

આ વાતે ઈ-રિક્શા ચાલકો અને મુસાફરોમાં ચિંતા ઉભી કરી છે. જોકે હકીકત એ છે કે આ એપ મૂળ રીતે ઈ-રિક્શા રોકવા માટે બનાવવામાં આવી નથી. BAT-BMS એપનો ઉપયોગ બેટરીની સ્થિતિ, ચાર્જ લેવલ, તાપમાન અને અન્ય ટેક્નિકલ માહિતી જોવા માટે થાય છે. પરંતુ કેટલાક લોકો તેનો ખોટો ઉપયોગ કરીને ઈ-રિક્શા બંધ કરવાના વીડિયો બનાવી રહ્યા છે. મહત્વની વાત એ છે કે આ સમસ્યા દરેક ઈ-રિક્શામાં જોવા મળતી નથી. માત્ર એવી લિથિયમ-આયન બેટરીઓમાં જ આ શક્ય બને છે જેમાં Bluetooth BMS ખુલ્લું હોય અને કોઈ પાસવર્ડ સુરક્ષા ન હોય.

BAT-BMS એપ શું છે?

BAT-BMS એક એવી એપ છે જે લિથિયમ-આયન બેટરીમાં લગાવેલા BMS (Battery Management System) સાથે જોડાય છે. BMS બેટરીનું "ઇલેક્ટ્રોનિક મગજ" કહેવાય છે. તે બેટરીમાં કેટલુ ચાર્જ બાકી છે, બેટરી વધુ ગરમ તો નથી થઈ રહી કોઈ સેલ ખરાબ તો નથી થયો અને બેટરી સુરક્ષિત રીતે કામ કરી રહી છે કે નહીં તેની દેખરેખ રાખે છે. ઘણી સસ્તી અને ખાસ કરીને ચીનમાં બનેલી કેટલીક બેટરીઓમાં Bluetooth આધારિત BMS આપવામાં આવે છે. તેના કારણે મોબાઇલ ફોન દ્વારા બેટરીની માહિતી જોઈ શકાય છે.

BAT-BMS App

ઈ-રિક્શાની બેટરી બીજા ફોન સાથે કેવી રીતે જોડાય છે?

જો BMSનું Bluetooth ખુલ્લું હોય અને તેમાં કોઈ પાસવર્ડ અથવા સુરક્ષા લોક ન હોય, તો આસપાસનો કોઈપણ વ્યક્તિ પોતાના ફોનથી તેને શોધી શકે છે. આ પ્રક્રિયા બિલકુલ એવી જ છે જેમ ખુલ્લા Wi-Fi નેટવર્કમાં કોઈ પણ વ્યક્તિ કનેક્ટ થઈ શકે છે. Bluetoothની રેન્જ સામાન્ય રીતે 10 થી 15 મીટર સુધી હોય છે. જો કોઈ વ્યક્તિ આ અંતરમાં ઉભો હોય અને તેના ફોનમાં BAT-BMS એપ હોય, તો તે ખુલ્લા Bluetooth ધરાવતી બેટરી સાથે કનેક્ટ થઈ શકે છે. આ માટે ઈન્ટરનેટની જરૂર પડતી નથી. માત્ર Bluetooth દ્વારા જ કનેક્શન થઈ જાય છે.

એપથી ઈ-રિક્શા કેવી રીતે બંધ થઈ જાય છે?

BAT-BMS એપમાં કેટલાક BMS મોડલ માટે "Discharge Switch" અથવા "Power Control" નામનો વિકલ્પ હોય છે. જો કોઈ વ્યક્તિ આ વિકલ્પને OFF કરી દે તો બેટરીમાંથી મોટર સુધી જતો વીજપ્રવાહ બંધ થઈ જાય છે. પરિણામે ઈ-રિક્શાને પાવર મળતી નથી અને તે અચાનક ઉભું રહી જાય છે. ઘણા લોકો તેને બ્રેક લાગવા જેવું માને છે પરંતુ વાસ્તવમાં મોટર સુધી વીજળી પહોંચવાનું બંધ થઈ જાય છે. જ્યાં સુધી ફરીથી પાવર ON ન કરવામાં આવે ત્યાં સુધી વાહન આગળ ચાલી શકતું નથી.

શું દરેક ઈ-રિક્શા સાથે આવું થઈ શકે?

ના. આ સૌથી મહત્વની વાત છે.દરેક ઈ-રિક્શા આ પ્રકારના જોખમ હેઠળ નથી. માત્ર એવા વાહનોમાં જ આવું શક્ય છે જેમાં Bluetooth ધરાવતું BMS હોય, Bluetooth ખુલ્લું હોય, કોઈ પાસવર્ડ અથવા સુરક્ષા લોક ન હોય BMSમાં પાવર કંટ્રોલની સુવિધા ઉપલબ્ધ હોય સુરક્ષિત BMS અથવા પાસવર્ડ પ્રોટેક્શન ધરાવતી બેટરીઓમાં કોઈ અજાણી વ્યક્તિ સરળતાથી કનેક્ટ થઈ શકતી નથી.

શું ઇલેક્ટ્રિક સ્કૂટર અથવા ઇલેક્ટ્રિક કાર પણ આવી રીતે રોકી શકાય?

મોટાભાગના ઇલેક્ટ્રિક સ્કૂટર, બાઈક અને ઇલેક્ટ્રિક કારમાં વધુ અદ્યતન સુરક્ષા વ્યવસ્થા હોય છે. તેમાં Bluetooth, એપ અને વાહન વચ્ચે એન્ક્રિપ્શન, પાસવર્ડ, ઓથન્ટિકેશન અને અન્ય સુરક્ષા સ્તરો લાગુ કરવામાં આવે છે. આ કારણે કોઈ અજાણી વ્યક્તિ માત્ર મોબાઇલ એપથી રસ્તા પર ચાલતી ઇલેક્ટ્રિક કાર અથવા સ્કૂટરને રોકી શકતી નથી. જોકે, જો કોઈ ઉત્પાદકે ખૂબ જ નબળી સુરક્ષા ધરાવતી સિસ્ટમ લગાવી હોય તો સિદ્ધાંત પ્રમાણે જોખમ ઊભું થઈ શકે પરંતુ મોટા બ્રાન્ડના વાહનોમાં આવી શક્યતા અત્યંત ઓછી હોય છે.

vtv hiring

આ પણ વાંચોઃ WhatsApp પછી હવે Telegram અને Signal ને કેન્દ્ર સરકારની નોટિસ: ‘યુઝરનેમ’ ફીચરથી સરકાર લાલઘૂમ

ડ્રાઇવરો અને માલિકોએ શું કરવું જોઈએ?

  • જો તમારા ઈ-રિક્શામાં Bluetooth BMS હોય તો તેની સુરક્ષા ચકાસવી જરૂરી છે.
  • BMSમાં પાસવર્ડ સેટ કરો.
  • ડિફોલ્ટ પાસવર્ડ હોય તો તેને બદલો.
  • અજાણી એપ અથવા અજાણ્યા લોકોને બેટરી સાથે કનેક્ટ થવા ન દો.
  • બેટરી ઉત્પાદક અથવા ટેક્નિશિયનનો સંપર્ક કરીને સુરક્ષા અપડેટ કરાવો.
  • શક્ય હોય તો વધુ સુરક્ષિત BMS સિસ્ટમનો ઉપયોગ કરો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bluetooth BMS BAT-BMS App E-Rickshaw Battery
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ