બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / અમરનાથ યાત્રાળુઓને PM મોદીની ખાસ અપીલ, કહ્યું - 'આ 5 સંકલ્પ જરૂર લો'

નેશનલ / અમરનાથ યાત્રાળુઓને PM મોદીની ખાસ અપીલ, કહ્યું - 'આ 5 સંકલ્પ જરૂર લો'

Nirav Kumar

Last Updated: 02:04 PM, 3 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2 જુલાઈ 2026 થી અમરનાથ યાત્રા શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન PM મોદીએ પોસ્ટ લખીને ભક્તોને અનંત શુભકામનાઓ આપી છે. અને ભક્તોને પાંચ સંકલ્પો લેવાની અપીલ કરી છે.

ભારતની ફેમસ અમરનાથ યાત્રા શરૂ થઈ ગઈ છે. જેમાં 2 જુલાઈ 2026 ના રોજ જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ ભગવતી બેઝ કેમ્પથી બાલટાલ અને પહેલગામથી લીલી ઝંડી આપી હતી. આ ગ્રુપમાં 4,822 યાત્રાળુઓ હતા જેમને 259 વાહનોના સુરક્ષા કવચ દ્વારા એસ્કોર્ટ કરાયા છે. 28 ઓગસ્ટ સુધીમાં લાખો ભક્તો શિવલિંગના દર્શન કરી શકશે. આથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોસ્ટ કરી અને ભગવાન શિવના ભક્તોને શુભેચ્છાઓ પાઠવી હતી.

પીએમ મોદીએ શુક્રવારે બે પોસ્ટમાં અમરનાથ યાત્રાના પ્રારંભ પર અભિનંદન પાઠવ્યા હતા. તેમની પ્રથમ પોસ્ટમાં PM મોદીએ લખ્યું કે, " તમામ શિવભક્તોને પવિત્ર અમરનાથ યાત્રાના પ્રારંભ પર અનંત શુભકામનાઓ! બાબા બર્ફાનીના દિવ્ય દર્શન માટે આ યાત્રા તમારા બધા માટે સુખ, સમૃદ્ધિ, સૌભાગ્ય અને સારું સ્વાસ્થ્ય લાવે. જય બાબા બર્ફાની!" ત્યાર બાદ તેમને સંસ્કૃત શ્લોક શેર કર્યો હતો.

PM મોદીએ બીજી પોસ્ટમાં લખ્યું કે બાબા બર્ફાનીના દર્શન સાથે જોડાયેલી શ્રી અમરનાથ યાત્રા આપણી આધ્યાત્મિક પરંપરા અને સાંસ્કૃતિક એકતાનો શાશ્વત અધ્યાય છે. મારી કામના છે કે શિવભક્તો માટે આ યાત્રા દરેક રીતે સલામત અને શુભ રહે. પીએમ મોદીએ શિવભક્તો માટે બે પાનાનો પત્ર પણ બહાર પાડ્યો છે, જેમાં તેમને ભક્તોને પાંચ સંકલ્પો લેવાની અપીલ કરી છે.

  • આ પાંચ સંકલ્પો લેવાની અપીલ
  1. પહેલો સંકલ્પ : અમે અમરનાથ યાત્રા દરમિયાન સ્વચ્છતાના નિયમોનું પાલન કરો અને સમગ્ર માર્ગ પર સ્વચ્છતા જાળવવામાં યોગદાન આપો.
  2. બીજો સંકલ્પ: વહીવટીતંત્રના તમામ આદેશો અને સલામતી સૂચનાઓનું પાલન કરો. યાત્રા દરમિયાન વરસાદને કારણે લપસણી અને ઠંડીની સ્થિતિનું ખાસ ધ્યાન રાખો.
  3. ત્રીજો સંકલ્પ: વોકલ ફોર લોકલ,અ 10% સ્થાનિક ઉત્પાદનો ખરીદો. જે સ્થાનિક પરિવારોની આજીવિકાને મજબૂત બનાવશે.
  4. ચોથો સંકલ્પ: અમરનાથ યાત્રા (રક્ષાબંધન) ના અંતિમ દિવસે તમારા ભાઈ કે બહેનને એક છોડ ભેટ આપો અને એક પેડ મા કે નામ અભિયાનને આગળ ધપાવો.
  5. પાંચમો સંકલ્પ: નેશન ફર્સ્ટની ભાવના સાથે આખું વર્ષ પ્રામાણિકપણે તમારી ફરજો બજાવો અને વિકસિત ભારતનું નિર્માણ કરવામાં સક્રિયપણે યોગદાન આપો.
vtv hiring

અમરનાથ યાત્રાનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં પવિત્ર અમરનાથ યાત્રામાં ભાગ લેવો એ એક મોટુંસૌભાગ્ય છે. દર વર્ષે બાબા બર્ફાનીના સીધા દર્શન કરવાનો મોકો લાખો શિવભક્તો માટે એક ખૂબ જ શુભ અને અવિસ્મરણીય અનુભવ છે. બાબા અમરનાથની મુલાકાત લેવાની આ યાત્રા ભારતની આધ્યાત્મિક યાત્રા પરંપરાનો એક શાશ્વત અધ્યાય છે. દર વર્ષે વિશ્વભરમાંથી જેઓ સનાતન સંસ્કૃતિનું પાલન કરે છે તેઓ લાખો લોકો આ યાત્રામાં ભાગ લેવા માટે જમ્મુ અને કાશ્મીર પહોંચે છે. વિવિધ પ્રદેશોના લોકો વિવિધ ભાષાઓ બોલતા અને વિવિધ પરંપરાઓનું પાલન કરતા લોકો મહાદેવના દર્શન કરવાના સંકલ્પ સાથે આ યાત્રા પૂરી કરે છે.

વધુ વાંચો : ઉદ્ઘાટનના 3 મહિનામાં જ દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસ-વેની હાલત બગડી: હાઇવે પર પડ્યા મોટા ખાડા

પ્રધાનમંત્રીએ કહ્યું કે, "મને વિશ્વાસ છે કે બાબા અમરનાથ યાત્રા સનાતન ધર્મમાં શ્રદ્ધા, ભારતની સાંસ્કૃતિક એકતા અને સેવાની પરંપરાનો ભવ્ય મહોત્સવ બનશે. મારી કામના છે કે બાબા અમરનાથના અનંત આશીર્વાદ આપણા બધા પર રહે. તમારી યાત્રા સલામત અને મંગલમય રહે અને તમારું જીવનમાં નવી ઉર્જા, નવી ચેતના અને નવી આધ્યાત્મિક શક્તિનો સંચાર થાય."

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Amarnath Yatra Devotees PM Modi
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ