બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / રામ મંદિરના દાન ચોરી મામલે ધીરેન્દ્ર શાસ્ત્રીનું નિવેદન, કહ્યું 'ભગવાન સજા આપશે'

નેશનલ / રામ મંદિરના દાન ચોરી મામલે ધીરેન્દ્ર શાસ્ત્રીનું નિવેદન, કહ્યું 'ભગવાન સજા આપશે'

Nirav Kumar

Last Updated: 04:15 PM, 3 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રામ મંદિરના દાનની ચોરી મામલે બાગેશ્વર ધામ પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ નિવેદન આપ્યું છે. જેમાં તેમને કહ્યું કે જેને પણ આ અપરાધ કર્યો છે તેને કાનુન પણ સજા આપશે અને ભગવાન પણ.

અયોધ્યાના રામ મંદિરમાં આવેલા દાનની ચોરીનો મામલો ખુબ ચર્ચામાં છે. આ મુદ્દે દેશભરના સાધુ સંતો અને પોલીટીયન સ્ટેટમેન્ટ આપી રહ્યા છે. એવામાં કથાકાર અને બાગેશ્વર ધામ પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનું પણ આ અંગે નિવેદન આવ્યું છે. તેઓ આજે શુક્રવારે અયોધ્યા પહોંચ્યા હતા. જ્યાં એરપોર્ટ પર સંતો અને ભક્તોએ તેમનું સ્વાગત કર્યું.

એરપોર્ટ પર તેમને રામ મંદિરમાં દાનની ચોરી મુદ્દે નિવેદન આપ્યું છે. જેમાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું કે "આ માત્ર પાપ નથી, પરંતુ એક મહાપાપ છે. જે કોઈ આ કૃત્યમાં દોષિત હશે તેને કાયદા હેઠળ સજા થશે. ભગવાન પણ તેમના કાર્યો માટે તેમને સજા કરશે. તેમને SIT તપાસ, દેશના કાયદો અને વ્યવસ્થા અને સરકારમાં સંપૂર્ણ વિશ્વાસ છે. તપાસ નિષ્પક્ષ રહેશે અને તમામ ગુનેગારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે".

vtv hiring 2

અહિયાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ આરોપ લગાવ્યો કે દેશમાં સંતો, મહંતો, મઠો અને મંદિરો સામે એક સુનિયોજિત કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. આવા પ્રયાસોનો હેતુ લોકોની ધાર્મિક શ્રદ્ધા અને ભક્તિને કમજોર પાડવાનો છે. આથીસમાજે સતર્ક રહેવાની જરૂર છે. ભક્તોએ કોઈપણ પ્રકારની ખોટી માહિતી કે પ્રચારનો શિકાર ન બનવું જોઈએ. સત્ય બહાર આવશે. ગુનેગારોને માત્ર કાયદા દ્વારા જ નહીં પરંતુ ભગવાન દ્વારા પણ સજાનો સામનો કરવો પડશે.

વધુ વાંચો: પંજાબ કોંગ્રેસમાં મોટી હલચલ, અમિત શાહને મળવા દિલ્હી પહોંચ્યા કોંગ્રેસી સાંસદ સુખજિંદર સિંહ રંધાવા

ઉલ્લેખનીય છે કે, રામ મંદિરમાં આવેલા દાનની રકમમાં ચોરી થતા દેશમાં હડકંપ મચ્યો છે. આ કેસમાં અત્યાર સુધી 8 લોકોની ધરપકડ થઇ છે. જેમાં ચંપત રાયના નામને લઇ વિવાદ થતા તેમને ટ્રસ્ટના મહા સચિવના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ હાઈ પ્રોફાઈલ કેસમાં એક SIT તપાસ કરી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dhirendra Shastri Theft Donations Ram Temple
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ