બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ગુજરાતમાં મેઘરાજાના મંડાણ: ક્યાંક ખેડૂતો માટે બની આશીર્વાદ તો ક્યાંક દબાણોને કારણે રસ્તા બન્યા તળાવ
Last Updated: 04:54 PM, 2 July 2026
ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન થતાં જ વાતાવરણમાં ધરખમ ફેરફારો જોવા મળી રહ્યા છે. એક તરફ સૌરાષ્ટ્રના ચોટીલા અને લીલીયા પંથકમાં મેઘરાજાની મહેરથી જગતનો તાત ખુશખુશાલ બન્યો છે, તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં માળખાકીય સુવિધા અને દબાણોને કારણે સામાન્ય નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે.
ADVERTISEMENT


ADVERTISEMENT
સૌરાષ્ટ્રના યાત્રાધામ ચોટીલામાં લાંબા સમયના અસહ્ય ઉકળાટ બાદ વરસાદનું આગમન થતાં લોકોએ ગરમીમાંથી રાહતનો શ્વાસ લીધો છે. સિઝનના આ પ્રથમ સારા વરસાદે ખેડૂતોના મુખ પર સ્મિત લાવી દીધું છે, તો અમરેલીના લીલીયામાં બપોર બાદ શરૂ થયેલા ધોધમાર વરસાદને પગલે નાવલી નદીમાં પૂરના નવા નીર આવ્યા છે. આ દ્રશ્યો ખેડૂતો માટે આગામી વાવણીના મંગલ સંકેત સમાન છે.
નવસારીમાં સામાન્ય વરસાદે ખોલી મનપાની કામગીરીની પોલ, મુખ્ય માર્ગ પર રોડ બેસી ગયો
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 2, 2026
નવસારીમાં સામાન્ય વરસાદ પડતા જ પ્રિમોન્સુન કામગીરીના દાવાઓની પોલ ખુલતી જોવા મળી છે. મીઠીલા નગરી વિસ્તારમાં મુખ્ય માર્ગ પર રોડ બેસી જવાની ઘટના સામે આવતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. GUDC હેઠળ કરવામાં… pic.twitter.com/RcC6bq8hqS
ADVERTISEMENT
જોકે, આ વરસાદની સાથે જ દક્ષિણ ગુજરાતના બારડોલી-નવસારી સ્ટેટ હાઈવે પર તંત્રની બેદરકારી અને આડેધડ દબાણો સામે રોષ પણ જોવા મળી રહ્યો છે. તરભોણ પાટિયા નજીક રસ્તા પર એટલા પાણી ભરાઈ ગયા છે કે નાના વાહનોના પૈડાં સંપૂર્ણપણે ડૂબી જાય છે.
નવસારીમાં વરસાદનો કહેર, ઓવરટોપિંગથી 6 રસ્તા બંધ, પૂર્ણા નદી પર આવેલ બ્રિજ પાણીમાં ગરકાવ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 2, 2026
નવસારી જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને કારણે જનજીવન અને વાહનવ્યવહાર પર અસર જોવા મળી રહી છે. જિલ્લા તેમજ ઉપરવાસમાં ભારે વરસાદ બાદ પાણીના ઓવરટોપિંગ (OT)ને કારણે નવસારી તાલુકાના પંચાયત હસ્તકના… pic.twitter.com/jMjO0tgXXY
ADVERTISEMENT
આ પણ વાંચોઃ પંચમહાલના પાવાગઢમાં વરસાદી માહોલ વચ્ચે ભક્તિમય વાતાવરણ, પગથિયાં પર વહેતા ઝરણાં સમા દૃશ્યો
સ્થાનિકો અને વાહનચાલકોના જણાવ્યા અનુસાર, સરભોણ ગામની સીમમાં આવેલી કેટલીક ફેક્ટરીઓ દ્વારા કુદરતી પાણીના નિકાલના માર્ગો પર દબાણ કરવામાં આવ્યું છે, જેના કારણે વરસાદી પાણી ભરાઈ રહે છે. આ જોખમી સ્થિતિ વચ્ચે વાહનચાલકો જીવના જોખમે પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. હાઈવે પરની આ જળબંબાકાર સ્થિતિને પગલે સ્થાનિક વહીવટી તંત્ર તાત્કાલિક અસરથી દબાણો દૂર કરી નિકાલની વ્યવસ્થા કરે તેવી માંગ ઉઠી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.