બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પંચમહાલના પાવાગઢમાં વરસાદી માહોલ વચ્ચે ભક્તિમય વાતાવરણ, પગથિયાં પર વહેતા ઝરણાં સમા દૃશ્યો

VIDEO / પંચમહાલના પાવાગઢમાં વરસાદી માહોલ વચ્ચે ભક્તિમય વાતાવરણ, પગથિયાં પર વહેતા ઝરણાં સમા દૃશ્યો

Vishal Khamar

Last Updated: 10:45 PM, 1 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંચમહાલના યાત્રાધામ પાવાગઢ પર વરસાદી માહોલ જામ્યો છે. ડુંગર પર ભારે વરસાદથી પગથિયા પર પાણી વહેતા થયા.

યાત્રાધામ પાવાગઢમાં વરસાદી માહોલ જામતા સમગ્ર ડુંગર હરિયાળીથી છવાઈ ગયો છે. ભારે વરસાદને કારણે ડુંગરના પગથિયાં પરથી પાણીના પ્રવાહો વહેતા જોવા મળી રહ્યા છે, જે કુદરતી ઝરણાંનો અહેસાસ કરાવતા મનમોહક દૃશ્યો સર્જી રહ્યા છે.

મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા પહોંચ્યા

વરસાદી વાતાવરણ વચ્ચે પણ ભક્તોની આસ્થામાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન માટે પાવાગઢ પહોંચ્યા હતા. વરસાદ વચ્ચે ભક્તો ભક્તિભાવ સાથે દર્શન કરી રહ્યા છે અને કુદરતી સૌંદર્યની સાથે આધ્યાત્મિક શાંતિનો પણ અનુભવ કરી રહ્યા છે.

ડુંગર પર ઠંડકભર્યા પવન, હરિયાળી અને વહેતા પાણીના મનોહર દૃશ્યોએ સમગ્ર વિસ્તારને આહલાદક અને ખુશનુમા બનાવી દીધો છે. વરસાદી ઋતુમાં પાવાગઢનું આ મનમોહક સ્વરૂપ પ્રવાસીઓ અને ભક્તો બંને માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

આ પણ વાંચોઃ અનુપમસિંહ ગેહલોત બન્યાં અમદાવાદના નવા પોલીસ કમિશનર, રથયાત્રા પહેલા સરકારે કરી નિયુક્તી

માતાજીના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી

કુદરતના અદભૂત નજારાઓ વચ્ચે માતાજીના દર્શન કરીને ભક્તો ધન્યતાની લાગણી અનુભવી રહ્યા છે. વરસાદી માહોલે પાવાગઢની સુંદરતામાં વધુ વધારો કર્યો છે, જેના કારણે યાત્રાધામમાં ભક્તિમય અને આનંદમય વાતાવરણ જોવા મળી રહ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Panchmahal news Pavagadh Panchmahal
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ