બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / લાંબી રાહ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ગુજરાતના 72 તાલુકામાં વરસાદ
5 ફોટો ગેલેરી
Last Updated: 10:21 PM, 1 July 2026
1/5
લાંબી રાહ જોવડાવ્યા બાદ ગુજરાતમાં મેઘરાજાએ જમાવટ કરી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. બપોરે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 72 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ મન મૂકીને વરસી ખેડૂતોના ચહેરા પર ખુશી લાવી છે.
2/5
દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં વરસાદનું જોર વધુ જોવા મળ્યું હતું. વાપીમાં સૌથી વધુ 5.24 ઈંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે ઉમરગામમાં 3.62 ઈંચ અને પારડીમાં 1.77 ઈંચ વરસાદ વરસ્યો હતો. વલસાડમાં 1.46 ઈંચ, પલસાણામાં 1.22 ઈંચ અને વાંસદામાં 1.18 ઈંચ વરસાદ નોંધાયો હતો.
3/5
સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં પણ સારો વરસાદ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. જૂનાગઢ જિલ્લાના ભેસાણમાં 3.43 ઈંચ, માળિયા હાટીનામાં 3.19 ઈંચ અને રાજુલામાં 1.77 ઈંચ વરસાદ પડ્યો હતો. લોધિકામાં 1.50 ઈંચ, બગસરામાં 1.50 ઈંચ અને જૂનાગઢ શહેરમાં 1.42 ઈંચ વરસાદ નોંધાયો હતો.
4/5
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ