બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / કેતનને ખાઈમાં ધકેલતા પહેલા સિયાએ પ્રેમી સાથે બીજી પહાડી પર કર્યું હતું ‘મર્ડર રિહર્સલ’

નેશનલ / કેતનને ખાઈમાં ધકેલતા પહેલા સિયાએ પ્રેમી સાથે બીજી પહાડી પર કર્યું હતું ‘મર્ડર રિહર્સલ’

Pravin Joshi

Last Updated: 07:59 PM, 1 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રના પુણેમાં રિયલ એસ્ટેટ બિઝનેસમેન કેતન અગ્રવાલ હત્યા કેસમાં પોલીસની પૂછપરછ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપી મંગેતર સિયા ગોયલે તેના પ્રેમી ચેતન ચૌધરી સાથે મળીને કેતનને પહાડી પરથી ધક્કો મારતા પહેલા અન્ય એક ટેકરી પર આ આખા ક્રાઈમનું રિહર્સલ કર્યું હોવાની કબૂલાત કરી છે.

મહારાષ્ટ્રના પુણેમાં રિયલ એસ્ટેટના જાણીતા યુવા કારોબારી કેતન અગ્રવાલની સનસનાટીભરી હત્યાના મામલાની તપાસ કરી રહેલી પુણે ગ્રામીણ પોલીસે એક અત્યંત ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, મુખ્ય આરોપી મંગેતર સિયા ગોયલ અને તેના પ્રેમી ચેતન ચૌધરીએ 18 જૂનના રોજ લોહગઢ કિલ્લામાં કેતન અગ્રવાલની હત્યાને અંજામ આપતા પહેલા શહેરની એક અન્ય પહાડી પર આ મોતનું લાઈવ રિહર્સલ કર્યું હતું. પુણે ગ્રામીણ પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, બંને આરોપીઓએ માર્કેટ યાર્ડ પાસે આવેલી એક ટેકરી પર આ ભયાનક ગુનાની રિહર્સલ કરી હતી, જેથી લોહગઢ કિલ્લા પરથી કેતનને ખાઈમાં ધકેલતી વખતે કોઈ ભૂલ ન થાય.

Pune Crime Siya Goyal - VTV GUJARATI

પૂછપરછ દરમિયાન ગુનો કબૂલ્યો

પુણે ગ્રામીણ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, સિયા અને ચેતને પોલીસ કસ્ટડી દરમિયાન પૂછપરછમાં સ્વીકાર્યું છે કે તેમણે હત્યા પહેલા આ પદ્ધતિની પ્રેક્ટિસ કરી હતી. અધિકારીએ ઉમેર્યું, અમે ટૂંક સમયમાં જ એ ચોક્કસ જગ્યાની ઓળખ કરીશું જ્યાં મર્ડરનું રિહર્સલ કરવામાં આવ્યું હતું અને ત્યાંનું પંચનામું કરીશું. બંને આરોપીઓએ એ પણ વિગતવાર જણાવ્યું છે કે તેમણે આ ગુનાની રિહર્સલ કેવી રીતે કરી હતી. નોંધનીય છે કે, એક રિયલ એસ્ટેટ કંપનીના 25 વર્ષીય ડાયરેક્ટર કેતન અગ્રવાલનું 18 June ના રોજ માવલ તાલુકાના લોહગઢ કિલ્લા પરથી નીચે પડવાના કારણે મોત થયું હતું. શરૂઆતમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો, પરંતુ ઊંડી તપાસ બાદ જાણવા મળ્યું કે તેની 20 વર્ષની મંગેતર સિયા ગોયલે પોતાના 22 વર્ષના પ્રેમી ચેતન સાથે મળીને તેનાથી છુટકારો મેળવવા માટે તેને જાણીજોઈને પહાડી પરથી ધક્કો માર્યો હતો.

Pune Crime Siya Goyal - VTV GUJARATI

સિયા અને ચેતન પોલીસ કસ્ટડીમાં

આ કેસમાં કાવતરું સામે આવ્યા બાદ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. પોલીસે ચેતન ચૌધરીનું એ સ્કૂટર પણ જપ્ત કરી લીધું છે, જેનો ઉપયોગ તે હત્યાના દિવસે લોહગઢ કિલ્લા સુધી જવા માટે કરવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, "અમે મુખ્ય આરોપી ચેતનની હાજરીમાં લોહગઢ કિલ્લા પર સમગ્ર ઘટનાક્રમ ફરીથી દોહરાવવાની (ક્રાઈમ સીન રીક્રિએટ કરવાની) યોજના બનાવી રહ્યા છીએ. કોર્ટે બંને આરોપીઓની પોલીસ કસ્ટડી 3 July સુધી લંબાવી દીધી છે, જેથી તે સમયગાળામાં રીક્રિએશનનું શિડ્યુલ નક્કી કરવામાં આવશે."

મુખ્ય આરોપીનું કરાશે વૈજ્ઞાનિક 'ગેટ એનાલિસિસ'

પોલીસ હવે આ કેસને કોર્ટમાં મજબૂત કરવા માટે મુખ્ય આરોપી ચેતન ચૌધરીનું 'ગેટ એનાલિસિસ' કરાવવાની તૈયારી કરી રહી છે, જેની માહિતી કોર્ટને આપવામાં આવી છે. આ ટેક્નિક હેઠળ લોહગઢ કિલ્લાના સીસીટીવી ફૂટેજમાં દેખાતી શંકાસ્પદ વ્યક્તિની હિલચાલ અને ચેતનની ચાલની સરખામણી વૈજ્ઞાનિક રીતે કરવામાં આવશે.

વધુ વાંચો : નાની બચતના રોકાણકારો માટે મોટા સમાચાર, સરકારે વ્યાજ દરનું કર્યું એલાન, આ યોજનામાં સૌથી વધુ લાભ

પોલીસના જણાવ્યા અનુસાર, 'ગેટ એનાલિસિસ' એ વ્યક્તિના ચાલવાની રીતનું વૈજ્ઞાનિક વિશ્લેષણ છે, જેમાં સીસીટીવી ફૂટેજના આધારે ડગલાંની લંબાઈ, શરીરની મુદ્રા અને હાથ-પગની ગતિવિધિઓ જેવી સુવિધાઓની સરખામણી કરીને શંકાસ્પદની ચોક્કસ ઓળખ કરવામાં આવે છે. આ સિવાય, મૃતક કેતન અગ્રવાલનો ગાયબ થયેલો પાસપોર્ટ શોધવા અને કિલ્લા પર હત્યાની ચોક્કસ જગ્યાની વધુ તપાસ માટે કોર્ટે રિમાન્ડ 3 July સુધી મંજૂર કર્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

LohagadFort SiyaGoyal KetanAgrawalMurder
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ