બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અનુપમસિંહ ગેહલોત બન્યાં અમદાવાદના નવા પોલીસ કમિશનર, રથયાત્રા પહેલા સરકારે કરી નિયુક્તી
Last Updated: 09:50 PM, 1 July 2026
રાજ્યના આર્થિક પાટનગર અમદાવાદને નવા પોલીસ કમિશનર મળ્યા છે. વરિષ્ઠ IPS અધિકારી અનુપમસિંહ ગેહલોતની અમદાવાદ પોલીસ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી તેમના નામની ચર્ચા પોલીસ કમિશનરની રેસમાં ચાલી રહી હતી અને અંતે સરકાર દ્વારા તેમના નામ પર મહોર મારવામાં આવી છે.
ADVERTISEMENT
અનુપમસિંહ ગેહલોત હવે અમદાવાદ શહેરની કાયદો અને વ્યવસ્થા, ગુનાખોરી પર નિયંત્રણ, ટ્રાફિક મેનેજમેન્ટ તેમજ નાગરિકોની સુરક્ષા જેવી મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળશે. રાજ્યના સૌથી મોટા અને આર્થિક રીતે મહત્વપૂર્ણ શહેર તરીકે અમદાવાદમાં પોલીસ કમિશનરની ભૂમિકા અત્યંત મહત્વની માનવામાં આવે છે.
ADVERTISEMENT
પોલીસ વિભાગમાં લાંબા અનુભવ ધરાવતા અનુપમસિંહ ગેહલોતે અગાઉ વિવિધ મહત્વપૂર્ણ હોદ્દાઓ પર સફળતાપૂર્વક ફરજ બજાવી છે. તેમની વહીવટી કુશળતા અને કડક કામગીરીને ધ્યાનમાં રાખીને તેમને અમદાવાદ જેવી મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી હોવાનું માનવામાં આવે છે.
ADVERTISEMENT
નવા પોલીસ કમિશનર તરીકે તેમની નિમણૂક બાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનશે તેમજ મહિલાઓની સુરક્ષા, સાયબર ક્રાઇમ સામે કાર્યવાહી અને સ્માર્ટ પોલીસિંગને વધુ વેગ મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ ન બોલનાર લૂંટારુ ચોકલેટથી બોલ્યો! રાજવી પરિવાર લૂંટ કેસમાં ચોંકાવનારો ખુલાસો
ADVERTISEMENT
શહેરના નાગરિકો તેમજ પોલીસ વિભાગે નવા પોલીસ કમિશનરને શુભેચ્છા પાઠવી છે. હવે સૌની નજર તેમની આગામી કામગીરી અને અમદાવાદ પોલીસ માટેની પ્રાથમિકતાઓ પર રહેશે.
કોણ છે અમદાવાદના પોલીસ કમિશ્રનર
ADVERTISEMENT
અમદાવાદ શહેરના નવા પોલીસ કમિશનર તરીકે વર્ષ 1997ની બેચના આઈપીએસ અધિકારી અનુપમસિંહ ગહેલોતની નિમણૂક કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાંથી B.E. અને M.Tech. સુધીનું ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરનાર ગહેલોત પોલીસ વહીવટ અને કાયદો-વ્યવસ્થાના ક્ષેત્રમાં લાંબો અનુભવ ધરાવે છે. તેઓ અગાઉ સુરત અને વડોદરાના પોલીસ કમિશનર તરીકે સફળતાપૂર્વક ફરજ બજાવી ચૂક્યા છે. ઉપરાંત રાજ્યના ઇન્ટેલિજન્સ વિભાગમાં પણ મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી ચૂકેલા ગહેલોત તેમની વહીવટી કુશળતા અને વ્યૂહાત્મક કામગીરી માટે જાણીતા છે. અમદાવાદના પોલીસ કમિશનર તરીકે તેમની નિમણૂકથી શહેરમાં કાયદો-વ્યવસ્થા વધુ મજબૂત બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.