બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં મેઘરાજાની એન્ટ્રી, પવન સાથે વરસતા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી
Last Updated: 11:08 PM, 1 July 2026
અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં બુધવારે સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. બોડકદેવ, પ્રહલાદનગર, જજિસ બંગલો અને એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં પવન સાથે વરસાદ શરૂ થતાં લોકોને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી હતી.
ADVERTISEMENT
સિંધુભવન,SG હાઈવે વિસ્તારમાં વરસાદ
સિંધુભવન રોડ અને આસપાસના વિસ્તારોમાં પણ મધ્યમથી ધીમો વરસાદ નોંધાયો હતો. ઉપરાંત વસ્ત્રાપુર અને સેટેલાઈટ વિસ્તારમાં પણ વરસાદ વરસતાં રસ્તાઓ ભીના બન્યા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
ADVERTISEMENT
લોકોને ગરમી-બફારામાંથી મળી રાહત
ADVERTISEMENT
છેલ્લા કેટલાક દિવસોથી ભારે ગરમી અને ઉકળાટનો સામનો કરી રહેલા શહેરવાસીઓ માટે આ વરસાદ રાહતરૂપ સાબિત થયો છે. વરસાદી માહોલના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો અને લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
આ પણ વાંચોઃ પંચમહાલના પાવાગઢમાં વરસાદી માહોલ વચ્ચે ભક્તિમય વાતાવરણ, પગથિયાં પર વહેતા ઝરણાં સમા દૃશ્યો
ADVERTISEMENT
હળવાથી મધ્યમ વરસાદની શક્યતા
હવામાનમાં આવેલા આ અચાનક ફેરફારથી શહેરના પશ્ચિમ વિસ્તારમાં ચોમાસાની અસર વધુ સ્પષ્ટ બનતી જોવા મળી રહી છે. આગામી કલાકોમાં પણ કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.