બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ખામેનેઈના અંતિમ સંસ્કારમાં BJP પ્રમુખ નિતિન નવીન અને કોંગ્રેસ અધ્યક્ષ ખડગેને મળ્યું ખાસ આમંત્રણ

નેશનલ / ખામેનેઈના અંતિમ સંસ્કારમાં BJP પ્રમુખ નિતિન નવીન અને કોંગ્રેસ અધ્યક્ષ ખડગેને મળ્યું ખાસ આમંત્રણ

Pravin Joshi

Last Updated: 07:46 PM, 1 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકા અને ઈઝરાયેલના હવાઈ હુમલામાં માર્યા ગયેલા ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ ખામેનેઈના અંતિમ સંસ્કાર માટે ઈરાન સરકારે ભારત સરકાર ઉપરાંત BJP પ્રમુખ નિતિન નવીન અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પણ સત્તાવાર આમંત્રણ મોકલ્યું છે.

અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત હવાઈ હુમલામાં માર્યા ગયેલા ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ અલી ખામેનેઈના અંતિમ સંસ્કાર આગામી સપ્તાહે યોજાવા જઈ રહ્યા છે. આ ઐતિહાસિક અને ગંભીર પ્રસંગે હાજર રહેવા માટે ઈરાન સરકારે ભારત સરકારની સાથે-સાથે ભારતના અગ્રણી રાજકીય પક્ષોના નેતાઓને પણ વિશેષ આમંત્રણ મોકલ્યું છે. અહેવાલો અનુસાર, આ શોક સભામાં ભાગ લેવા માટે ઈરાન તરફથી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ નિતિન નવીન અને કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને સત્તાવાર રીતે આમંત્રિત કરવામાં આવ્યા છે.

ayatollah-ali-khamenei-simple

ભારત સરકાર તરફથી કોણ કરશે પ્રતિનિધિત્વ?

મળતી માહિતી મુજબ, ભારત સરકાર વતી વિદેશ રાજ્ય મંત્રી પબિત્રા માર્ગેરિટા અને બિહારના રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ સૈયદ અતા હસનૈન ઈરાન જશે. સૈયદ અતા હસનૈન ભારતમાં શિયા સમુદાયના એવા ગણ્યાગાંઠ્યા ચહેરાઓમાંથી એક છે, જેઓ હાલમાં દેશના કોઈ મોટા બંધારણીય પદ પર બિરાજમાન છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બંને નેતાઓ 4 જૂલાઈના રોજ તેહરાનમાં યોજાનારા કાર્યક્રમમાં સત્તાવાર રીતે ભારત સરકારનું પ્રતિનિધિત્વ કરશે.

MODI-MANIPUR

શું પીએમ મોદી પણ ઈરાન જશે?

ગયા અઠવાડિયે જ ઈરાનના રાષ્ટ્રપતિ મસુદ પેજેશકિયાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આ અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે આમંત્રણ મોકલ્યું હતું. જો કે, ભારત તરફથી હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી નથી કે આ પ્રવાસ પર કોણ-કોણ જઈ રહ્યું છે, પરંતુ વડાપ્રધાન મોદીનું આ કાર્યક્રમમાં જવું હાલ પૂરતું મુશ્કેલ માનવામાં આવી રહ્યું છે.

યુદ્ધના કારણે વારંવાર ટળતી રહી અંતિમ સંસ્કારની તારીખ

અયાતુલ્લાહ ખામેનેઈએ વર્ષ 1989 થી 2026 સુધી ઈરાનની સત્તાની કમાન સંભાળી હતી. તેમના નિધન બાદ અંતિમ સંસ્કારની તારીખ ઘણી વખત બદલવી પડી છે. આ વર્ષે 28 ફેબ્રુઆરીના રોજ થયેલા અમેરિકા-ઈઝરાયેલના હુમલામાં તેમનું અવસાન થયું હતું અને ત્યારબાદ 4 માર્ચના રોજ અંતિમ સંસ્કાર નક્કી કરાયા હતા. પરંતુ હુમલા બાદ ઈરાન અને અમેરિકા વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધને કારણે તેને મુલતવી રાખવો પડ્યો હતો. હવે ઈરાની સત્તાવાળાઓએ નિર્ણય લીધો છે કે તેમની અંતિમ વિદાય મુહર્રમ દરમિયાન કરવામાં આવશે, જેને શિયા મુસ્લિમ કેલેન્ડરમાં શોકનો અત્યંત પવિત્ર મહિનો માનવામાં આવે છે.

વધુ વાંચો : નાની બચતના રોકાણકારો માટે મોટા સમાચાર, સરકારે વ્યાજ દરનું કર્યું એલાન, આ યોજનામાં સૌથી વધુ લાભ

અંતિમ વિદાયનો સંપૂર્ણ કાર્યક્રમ:

6 July: રાજધાની તેહરાનમાં અંતિમ સંસ્કારની ધાર્મિક વિધિઓ કરવામાં આવશે.

7 July: ત્યારબાદ પવિત્ર શહેર કોમમાં વિશેષ કાર્યક્રમ યોજાશે.

9 July: મશહદ શહેરમાં સ્થિત પ્રખ્યાત ઇમામ રઝાની દરગાહ ખાતે તેમને સુપુર્દ-એ-ખાક (દફન) કરવામાં આવશે.

આ વૈશ્વિક ઘટના પર હાલ સમગ્ર વિશ્વની નજર ટકેલી છે અને આ દરમિયાન ભારતની રાજદ્વારી હાજરી પણ ઘણી મહત્વપૂર્ણ સાબિત થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

AyatollahKhamenei BJP IranNews
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ