બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:11 PM, 1 July 2026
26 જુન 2026થી બંધ પડેલી EPFOની સાઈટ ફરી શરુ થવા જઈ રહી છે. 2 જુલાઈથી સાઈટ સત્તાવાર રીતે શરુ થઈ જશે અને યૂઝર્સ પીએફ સંબંધિત તમામ કામ પહેલાની જેમ કરી શકશે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને (EPFO) મોટા ટેકનિકલ અપગ્રેડને કારણે ઓનલાઈન સર્વિસ બંધ કરી દીધી હતી.
ADVERTISEMENT
આ સેવાઓ કામ કરી રહી નથી
EPFOનું પોર્ટલ બંધ થવાને કારણે કર્મચારીઓ અને કંપનીઓ દ્વારા ઉપયોગમાં લેવાતી ઘણી સેવાઓ અસ્થાયી રૂપે ખોરવાઈ ગઈ હતી. EPF સભ્યો હાલમાં નવી PF ઉપાડ અરજીઓ જમા કરાવી શકતા નહોતા, તેમજ હાલની અરજીઓની સ્થિતિ ચકાસી શકતા નહોતા તેમજ ઈ-પાસબુક પણ ડાઉનલોડ કરી શકતા નહોતા.
ADVERTISEMENT
વધુ વાંચો : ઊંઘની ગોળીઓ છોડો, રાત્રે ટ્રાય કરો આ દેશી નુસખો, મિનિટોમાં આવશે ઘસઘસાટ ઊંઘ
ઉમંગ એપ સેવા પણ ડાઉન
ADVERTISEMENT
સરકારની યુનિફાઇડ મોબાઇલ એપ્લિકેશન ફોર ન્યૂ-એજ ગવર્નન્સ (UMANG) દ્વારા પૂરી પાડવામાં આવતી EPFO સેવાઓને પણ અસર થઈ હતી. યૂઝર્સ એપ પર ઘણી સુવિધાઓ ઓપન કરી શકતા નહોતા જેમાં જેમાં PF બેલેન્સ તપાસવું, દાવા કરવા, યોજના પ્રમાણપત્રો માટે અરજી કરવી, ફરિયાદો દાખલ કરવી, EPFO ઓફિસો શોધવી, UAN જનરેટ કરવું, આધારને UAN સાથે લિંક કરવો, દાવાની સ્થિતિ ટ્રેક કરવી અને જીવન પ્રમાણપત્રો સબમિટ સામેલ કરવા જેવી સેવાઓ હતી.
પોર્ટલ કેમ બંધ છે?
ADVERTISEMENT
EPFO 3.0 લોન્ચ કરવાની તૈયારીઓ કરી રહી છે આ જ કારણે EPFO પોર્ટલ બંધ કરવામાં આવ્યું છે.એકવાર લોન્ચ થયા પછી, EPF સભ્યો UPI અને ATM દ્વારા પીએફ ઉપાડી શકશે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.