બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:33 PM, 1 July 2026
પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં બુધવારે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા પર ઈંડાઓ અને શાકભાજીથી હુમલો થવાની સળગતી ઘટના સામે આવી છે. આ હુમલો ત્યારે થયો જ્યારે તેઓ પક્ષના કાર્યાલયમાં બેઠક કરી રહ્યા હતા. સાંસદ મહુઆ મોઇત્રાએ દાવો કર્યો છે કે 'ભાજપના ગુંડાઓ' દ્વારા આ હુમલો કરવામાં આવ્યો છે અને સ્થળ પર હાજર હોવા છતાં પોલીસ તથા સીઆરપીએફના જવાનોએ ભીડને રોકવાનો કોઈ પ્રયાસ કર્યો નહોતો. ઓફિસ બહાર એકઠી થયેલી ભીડે મોઇત્રા વિરુદ્ધ ગો બેક અને ચોર-ચોરના નારા પણ લગાવ્યા હતા.
ADVERTISEMENT
Currently being attacked by @bjp4india goons with @wbpolice watching on.@MamataOfficial @RahulGandhi @akhliesh @supriya_sule @mkstalin @ArvindKejriwal pic.twitter.com/eD2gYU0NPx
— Mahua Moitra (@MahuaMoitra) July 1, 2026
ADVERTISEMENT
સાંસદ મહુઆ મોઇત્રાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ ઘટનાનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં તેમની ઓફિસ બહાર મોટી સંખ્યામાં લોકો કાળા ઝંડા, ઈંડા અને શાકભાજી હાથમાં લઈને ઉભેલા જોવા મળે છે. ભીડ સતત તેમની ઓફિસ પર પથ્થરમારો અને ઈંડા ફેંકી રહી હતી. વીડિયોમાં મોઇત્રાએ કહ્યું, જુઓ અહીં શું થઈ રહ્યું છે. પોલીસ માત્ર તમાશો જોઈ રહી છે. આ ભાજપની ભીડ છે જે અહીં એકઠી થઈ છે. મેં ડીજીપીને પણ ફોન કર્યો પણ પોલીસ કંઈ કરતી નથી. CRPF પણ બસ ઉભી છે. હું અહીંની સાંસદ છું અને મારી જ ઓફિસમાં સુરક્ષિત નથી. બારી પાસે આવતા તેમને પણ ઈંડું વાગ્યું હતું, જેના કારણે તેમને ઈજા થઈ હોવાનો દાવો કરાયો છે. બંગાળના ડીજીપી પર નિશાન સાધતા તેમણે X પર લખ્યું, નમસ્તે બંગાળના ડીજીપી, છેલ્લા 2 કલાકથી તમારી પોલીસ મજાક જોઈ રહી છે અને ભીડને હટાવતી નથી. તેઓ ઈચ્છે છે કે હું ભાગી જાઉં અને જ્યારે હું મારી કારમાં બેસું ત્યારે તેઓ મારા પર ઈંડા અને પથ્થર ફેંકે. કૃપા કરીને તમારું કામ કરો અને ભીડને હટાવો. હું હાલ એનએચ ઢાબા પ્લાસી પર છું.
These are no public outbursts. These are coordinated BJP attacks. See the BJP flags pic.twitter.com/yrGYoaabB9
— Mahua Moitra (@MahuaMoitra) July 1, 2026
ADVERTISEMENT
પશ્ચિમ બંગાળમાં આ પ્રકારની આ પહેલી ઘટના નથી. આ અગાઉ 16 જૂનના રોજ ટીએમસી વિધાયક કુણાલ ઘોષ પર પણ મીડિયા સાથે વાતચીત કરતી વખતે એક યુવકે માથા પર ઈંડું ફેંક્યું હતું. આ ઉપરાંત ઉદયન ગુહા, સુજોય હાઝરા અને બપ્પાદિત્ય દાસગુપ્તા જેવા નેતાઓ પણ ઈંડા હુમલાનો ભોગ બની ચૂક્યા છે. TMC આ તમામ હુમલા પાછળ ભાજપનો હાથ હોવાનો આરોપ લગાવે છે, જ્યારે ભાજપનું કહેવું છે કે આ કોઈ રાજકીય ષડયંત્ર નથી પરંતુ સ્થાનિક જનતાનો આક્રોશ છે.
ADVERTISEMENT
Hello @DGPWestBengal @WBPolice past 2 hours & your police is watching the fun & not dispersing the mob. They want me to flee & they will pelt eggs /stones while I enter my car. Please do your job. Disperse the mob. Am in NH Dhaba Plassey. pic.twitter.com/PWmjuJEnaH
— Mahua Moitra (@MahuaMoitra) July 1, 2026
ADVERTISEMENT
બંગાળ ચૂંટણી બાદ થયેલી હિંસાના પીડિતોને મળવા સોનારપુર પહોંચેલા મમતા બેનર્જીના ભત્રીજા અને સાંસદ અભિષેક બેનર્જીને પણ જનતાના ભારે રોષનો સામનો કરવો પડ્યો હતો. ત્યાં હાજર ભીડે અભિષેક પર ઈંડા, પથ્થરો અને ચંપલો ફેંક્યા હતા. અભિષેક બેનર્જીએ તે સમયે જીવનું જોખમ હોવાનો આક્ષેપ કર્યો હતો અને પોલીસે તેમને હેલ્મેટ પહેરાવીને માંડ-માંડ બચાવ્યા હતા. આ સિવાય મદન મિત્રા અને સૌમિત્ર બેનર્જી જેવા નેતાઓ પર પણ ભૂતકાળમાં ઈંડા ફેંકવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ રજૂઆત / વડોદરા MP-MLA સંકલન બેઠકમાં બિલ્ડર સામે કાર્યવાહીનો મુદ્દો ગરમાયો
ADVERTISEMENT
તાજેતરમાં જ કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓમાં મિડ ડે મીલમાંથી ઈંડા હટાવી દેવાના નિર્ણય પર મહુઆ મોઇત્રાએ શુવેન્દુ સરકાર સામે સવાલો ઉઠાવ્યા હતા. આ શાળાઓમાં ભોજનની જવાબદારી ઇસ્કોનને સોંપવામાં આવી છે, જે સંપૂર્ણ શાકાહારી ભોજન આપશે જેમાં પનીર, સોયાબીન, રાજમા, દાળ અને દૂધ જેવા વિકલ્પો હશે. મોઇત્રાએ આ અંગે કહ્યું હતું કે, ઈંડા એ ‘એ’ ક્લાસ પ્રોટીન છે. બંગાળના બાળકોને સોયાબીન કે રાજમા એટલા પસંદ નથી અને તે અહીંની સંસ્કૃતિનો હિસ્સો પણ નથી. શાળાઓમાંથી ઈંડા હટાવવા એ સાંસ્કૃતિક કારણોસર વેજ ફૂડને બળજબરીથી પ્રોત્સાહન આપવા સિવાય બીજું કંઈ નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.