બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / શરુ થયો કારનો મહાકુંભ! જુલાઈમાં લોન્ચ થશે 6 ગાડીઓ, જુઓ આખી યાદી
Last Updated: 05:21 PM, 29 June 2026
આગામી થોડા અઠવાડિયા ભારતીય કાર માર્કેટ માટે શાનદાર રહેવાના છે. કેમ કે, મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ, જેએસડબલ્યુ એમજી મોટર્સ, રેનો અને નિસાન જેવી કંપનીઓ અનેક કાર લોન્ચ કરશે. જેની શરૂઆત આવતીકાલે એટલે કે 30 મી જૂનથી શરૂ થશે. આવતીકાલે એટલે કે મંગળવારે ટાટા મોટર્સ બજારમાં તેની સૌથી ફેમસ ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરશે. બાદમાં જુલાઈના પ્રથમ બે સપ્તાહમાં એક પછી એક અનેક લક્ઝુરિયસ વાહનોની એન્ટ્રી થશે. ચાલો આ આગામી મોડલ્સ વિષે જાણીએ.
ADVERTISEMENT
ટાટા મોટર્સની આ આઇકોનિક SUV હવે આવતીકાલે નવા ઇલેક્ટ્રિક અવતારમાં લોન્ચ થશે. જેમાં 65kWh અને 75kWhના બે પાવરફુલ બેટરી ઓપ્શન હશે. આ હેરિયર EVમાંથી લેવામાં આવ્યા છે. આ કાર સિંગલ ચાર્જ પર 500 કિલોમીટરથી વધુની શાનદાર રેન્જ આપશે. ગ્રાહકોને તેના ટોપના વેરિઅન્ટ્સમાં ટાટાનું એડવાંસ QWD ડ્યુઅલ-મોટર સેટઅપ પણ મળશે. જેની અંદાજિત કિંમત 25 - 30 લાખ રૂપિયા હશે.
ADVERTISEMENT
રેનો 3 જુલાઈના રોજ તેની સૌથી ફેમસ બજેટ હેચબેક ક્વિડનું નવું Facelift મોડલ રજૂ કરવા જઈ રહી છે. આ કારનો નવો લુક અને વિશેષતાઓ મોટાભાગે ગ્લોબલ માર્કેટની ડેસિયા સ્પ્રિંગથી ઇન્સ્પાયર હશે. જેમાં કંપની તેના પરફોર્મન્સમાં કોઈ ફેરફાર કરી રહી નથી. તે પહેલાની જેમ અત્યારના 1.0 લિટર પેટ્રોલ એન્જિન અને ટ્રાન્સમિશન ઓપ્શન સાથે ઉપલબ્ધ રહેશે.જેની અંદાજિત કિંમત 4.8 - 5.5 લાખ રૂપિયા હશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
નિસાન મોટર્સ 9 જુલાઈએ તેની નવી મિડ-સાઈઝ એસયુવી 'Tecton ને અનવિલ કરવા જઈ રહી છે. આ SUVની શાનદાર ડિઝાઈન કંપનીની પ્રીમિયમ કાર 'નિસાન પેટ્રોલ' જેવી હશે. આ નવી Renault Dusterમાં 1.0 લિટર અને 1.3 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન મળશે. તેનું પ્લેટફોર્મ, ઈન્ટિરિયર અને બીજી સુવિધાઓ પણ ડસ્ટર જેવી હશે. જેની અંદાજિત કિંમત 11 - 18 લાખ રૂપિયા હશે.
ADVERTISEMENT
JSW MG મોટર્સ 9 જુલાઈએ ઇન્ડીયન માર્કેટમાં તેની પ્રથમ પ્લગ-ઈન હાઈબ્રિડ (PHEV) SUV લોન્ચ કરશે. આ કાર ચીનમાં વેચાતી Wuling Starlight 560 પર બેસ્ડ હશે. તેમાં 1.5 લિટર પેટ્રોલ એન્જિન સાથે 20.5kWh બેટરી પેક હશે. તે 197bhpનો શાનદાર પાવર આપશે. જેની અંદાજિત કિંમત 40 - 45 લાખ રૂપિયા હશે.
ADVERTISEMENT
હોન્ડા મોટર્સ જુલાઈ મહિનામાં ભારતમાં તેની નવી પ્રીમિયમ હાઇબ્રિડ SUV ZR-V લોન્ચ કરશે. આ SUVમાં 2.0 લિટર પેટ્રોલ એન્જિન હશે. જેમાં ડ્યુઅલ-મોટર સ્ટ્રોંગ હાઈબ્રિડ સિસ્ટમ આવશે. આ સમગ્ર સેટઅપ એકસાથે 184bhpનો મજબૂત પાવર અને 315Nmનો ટોર્ક જનરેટ કરશે. જેની અંદાજિત કિંમત 40 - 45 લાખ રૂપિયા હશે.
મારુતિ સુઝુકી આ જુલાઈમાં તેની સૌથી વધુ વેચાતી કોમ્પેક્ટ SUV બ્રેઝાનું નવું ફેસલિફ્ટ મોડલ લાવશે. આ વખતે કારમાં સૌથી મોટો ફેરફાર તેના એન્જિનમાં થશે. હવે તેમાં ફ્રન્ટ સાથે 1.0 લિટર ટર્બો બૂસ્ટરજેટ પેટ્રોલ એન્જિન આપવામાં આવશે. આ સાથે જ નવું 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ પણ મળશે. જો કે તેનું જૂનું 1.5 લીટર એન્જિન પણ મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.