બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / જબરુ છે! આ સ્કૂટરે મચાવ્યો તહેલકો, 3 લાખ લોકોએ ખરીદ્યું

ઓટો / જબરુ છે! આ સ્કૂટરે મચાવ્યો તહેલકો, 3 લાખ લોકોએ ખરીદ્યું

Nirav Kumar

Last Updated: 08:13 PM, 29 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરની ડિમાન્ડ ઇન્ડિયામાં ખુબ વધી છે. જેમાં એકબાદ એક તમામ કંપનીઓએ વેચાણમાં રેકોર્ડ બનાવ્યા છે. જેમાં બજાજનું ચેતક સ્કૂટર પણ ખુબ વેચાયા છે.

ભારતમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર માર્કેટ સતત વધી રહ્યું છે. જૂન 2026 ના મહિનામાં આ ઇન્ડસ્ટ્રી માટે ઘણા મોટા રેકોર્ડ બન્યા છે. પહેલા TVS એ 1 મિલિયન ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર વેચાણનો આંકડો વટાવી દીધા બાદ Ather એ 7 લાખને વટાવી દીધો અને હવે Bajaj એ 8 લાખ યુનિટ વેચાણનો રેકોર્ડ બનાવ્યો છે.

  • બજાજે 8 લાખ સ્કૂટર વેચ્યા

બજાજ ઓટોએ તેના ફેમસ ઇલેક્ટ્રિક સ્કૂટર ચેતકના 8 લાખ યુનિટ વેચાણનો આંકડો વટાવી દીધો છે. ચેતકના લોન્ચ થયાના લગભગ સાડા 6 વર્ષ બાદ આ રરેકોર્ડ બન્યો છે. શરૂઆત ધીમી હોવા છતાં ચેતકે ઝડપથી વેગ પકડ્યો છે. વાહન પોર્ટલ (વાહન) ના તાજેતરના ડેટા મુજબ કંપનીએ જાન્યુઆરી 2020 થી 27 જૂન 2026 સુધીમાં કુલ 800,085 ચેતક ઇલેક્ટ્રિક સ્કૂટર વેચ્યા છે.

આ સાથે બજાજ ઓટો 8 લાખ યુનિટથી વધુનો રીટેલ વેચાણ રેકોર્ડ હાંસલ કરનારી દેશની ત્રીજી ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર કંપની બની ગઈ છે. અગાઉ ઓલા ઇલેક્ટ્રિક અને ટીવીએસ મોટર કંપનીએ 1 મિલિયનથી વધુ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ વેચ્યા હતા.

vtv hiring 2

બજાજે 2020 ની શરૂઆતમાં ચેતક લોન્ચ કર્યું હતું. જેમાં નાણાકીય વર્ષ 2020 અને 2023 વચ્ચે કંપનીએ કુલ 1, 07,878 યુનિટ વેચ્યા હતા. 2024 નું વર્ષ ચેતક માટે એક મુખ્ય વળાંક સાબિત થયું. આ દરમિયાન કંપનીએ 2,01,166 યુનિટ વેચ્યા જે 2023 ની સરખામણીમાં 168% નો વધારો છે. ત્યાર બાદ 2025 માં, કંપનીએ 279,685 યુનિટ વેચ્યા જે પાછલા વર્ષની સરખામણીમાં 39% નો વધારો છે.

2022 માં કંપનીનો બજાર હિસ્સો માત્ર 4% હતો. આ 2024 માં વધીને 16% થયો અને 2025 માં 21% પર પહોંચી ગયો. જેમાં માત્ર 2026 ના પ્રથમ 6 મહિનામાં, કંપનીએ 2,11,356 ઇલેક્ટ્રિક સ્કૂટર વેચ્યા છે જેનાથી તેનો બજાર હિસ્સો 22% થયો છે.

વધુ વાંચો : શરુ થયો કારનો મહાકુંભ! જુલાઈમાં લોન્ચ થશે 6 ગાડીઓ, જુઓ આખી યાદી

આ વર્ષે બજાજ દર મહિને સરેરાશ 35,000 થી વધુ ઇલેક્ટ્રિક સ્કૂટર વેચી રહ્યું છે, જે વાર્ષિક ધોરણે વેચાણમાં 51% નો વધારો દર્શાવે છે. કંપની ઓગસ્ટ 2026 ના મધ્ય સુધીમાં 3,00,000 વાર્ષિક વેચાણને વટાવી જાય તેવી અપેક્ષા છે. તે વર્ષના અંત સુધીમાં 4,00,000 સ્કૂટર વેચવાનો નવો રેકોર્ડ પણ બનાવી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

two-wheeler Chetak scooter electric scooter
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ