ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / પેન્શન ધારકોને ખાસ જાણે! હવે ફક્ત 5 મિનિટમાં 100% રકમ ઉપાડ, જાણો આખી પ્રોસેસ

કામની વાત / પેન્શન ધારકોને ખાસ જાણે! હવે ફક્ત 5 મિનિટમાં 100% રકમ ઉપાડ, જાણો આખી પ્રોસેસ

Published By: Nirav Kumar

Last Updated: 04:54 PM, 29 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NPS એટલે કે, નેશનલ પેન્શન સિસ્ટમમાં ફંડ ઉપાડવા અંગે લોકોમાં હજુ પણ અસમંજસતા છે. ચાલો તેના વિષે જાણીએ અને પ્રિમેચ્યોર એકાઉન્ટ બંધ કરવાના નિયમો વિષે પણ.

ADVERTISEMENT

નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) અંગે લોકોમાં હજુ પણ અસમંજસ છે. જેમાં લોકો ખાસ કરીને સમય પહેલા ફંડ ઉપાડવા અંગે ચિંતિત હોય તેવું લાગે છે. નોકરી કરતા વ્યક્તિઓ સવાલ કરે છે કે શું 60 વર્ષની ઉંમર પહેલાં NPS ખાતામાંથી સમગ્ર રકમ ઉપાડી શકાય છે? જેમાં ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ સામાન્ય રીતે કલમ 80CCD હેઠળ 50,000 રૂપિયાનો વધારાનો ટેક્સ બેનિફિટ મેળવવા માટે જૂના ટેક્સ હેઠળ NPS માં રોકાણ કરતા હતા. આથી જ લોકોએ 2025 સુધી આ સરકારી યોજનામાં ભારે રોકાણ કર્યું હતું.

પણ સરકારે નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ ટેક્સ એક્ઝેમ્પ્શન લીમીટ વધારીને 12 લાખ રૂપિયા કરી હોવાથી લોકો જૂની ટેક્સ સીસ્ટમમાંથી નવી કર વ્યવસ્થા તરફ વળ્યો છે. નવી વ્યવસ્થામાં NPS રોકાણો પર કોઈ અલગ ટેક્સ એક્ઝેમ્પ્શન ન હોવાથી ઘણા લોકોએ કોન્ટ્રીબ્યુશન આપવાનું બંધ કરી દીધું છે અને હવે તેઓ તેમની ફંડ ઉપાડવા માંગે છે. પરંતુ યોગ્ય ઉપાડ નિયમો વિશે જાણકારીના અભાવે લોકો ચિંતિત પણ છે.

  • પ્રિમેચ્યોર એકાઉન્ટ બંધ કરવાના નિયમો

NPSને મુખ્યત્વે લાંબા ગાળાના રિટાર્યમેન્ટ ટૂલ તરીકે ગણવામાં આવે છે, જેમાં ફંડ 60 વર્ષની ઉંમર સુધી લોક રહે છે. આથી ઘણા લોકો કટોકટીમાં પૈસા ગુમાવવાના ડરથી તેમાં રોકાણ કરવાનું ટાળે છે. પણ તમે 60 વર્ષની ઉંમર પહેલાં પણ તમારું એકાઉન્ટ બંધ કરી શકો છો તેને 'પ્રીમેચ્યોર એક્ઝિટ' કહેવામાં આવે છે.

hiring vtv 1
  • કુલ ફંડ 2.5 લાખ રૂપિયા સુધી

પેન્શન રેગ્યુલેટર PFRDA ના નિયમો મુજબ સમગ્ર (100%) ફંડનો પ્રીમેચ્યોર વિડ્રોઅલ માત્ર બે શરતોને આધીન છે. જો તમારા ખાતામાં વ્યાજ સહિત કુલ બેલેન્સ, પ્રીમેચ્યોર એક્ઝિટ કરવાનો સમયે 2,50,000 રૂપિયા કે તેથી ઓછું હોય તો તમે એક જ રકમમાં આખી રકમ ઉપાડી શકો છો. જેમાં કોઈપણ પેન્શન યોજના લેવી જરૂરી નથી.

  • 2.5 લાખ રૂપિયાથી વધુ ફંડ

જો તમારું કુલ ફંડ 2.5 લાખ રૂપિયાથી વધુ હોય તો તમે સમગ્ર રકમ રોકડમાં ઉપાડી શકશો નહીં. આવા કિસ્સામાં નિયમો મુજબ તમારે તમારા કુલ ફંડના ઓછામાં ઓછા 80% વાર્ષિકીમાં રોકાણ કરવાની જરૂર છે જે તમને માસિક પેન્શન આપશે. તમે એક જ રકમમાં બાકી રહેલી રકમના મેક્સીમમ 20% ઉપાડી શકો છો.

  • 5 લાખ રૂપિયાના નિયમ વિશેની ખોટી માન્યતા

લોકો ઘણીવાર એવું વિચારે છે કે પ્રીમેચ્યોર એક્ઝિટ કરવા માટે 5 લાખ રૂપિયાની મર્યાદા છે, પણ તે ખોટી માન્યતા છે. જેમાં 5 લાખ રૂપિયા સુધીનું સમગ્ર વિડ્રોઅલ માત્ર ત્યારે જ માન્ય ગણાય જ્યારે રોકાણકાર 60 વર્ષની ઉંમરે પહોંચે એટલે ​​કે, સામાન્ય મેચ્યોરીટી પર, પ્રીમેચ્યોર એક્ઝિટની લિમિટ માત્ર 2.5 લાખ રૂપિયા છે.

  • ક્લેમ કરવાની પદ્ધતિ અને સમય

સમગ્ર NPS ફંડ વિડ્રોઅલ પ્રક્રિયા ડિજિટલ, પેપરલેસ અને ખુબ સરળ બની ગઈ છે. તમે માત્ર તમારા જરૂરી ઓળખ ડોક્યુમેન્ટ જેમ કે આધાર બેસ્ડ વેરિફિકેશનનો ઉપયોગ કરીને માત્ર 5 મિનિટમાં ઑનલાઇન અરજી કરી શકો છો. આ અરજી સબમિટ કર્યા બાદ સમગ્ર રકમ સીધી તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર થઈ જાય છે. જેમાં સામાન્ય રીતે 2 થી 3 કાર્યકારી દિવસોમાં ટ્રાન્સફર થઈ જાય છે.

વધુ વાંચો : પર્સનલ લોન કે ક્રેડિટ કાર્ડ, ઈમરજન્સી માટે પૈસાની જરુર પડે તો શું કરવું? એક્સપર્ટે જણાવ્યાં ફાયદા

  • ઓનલાઇન આ રીતે કરવી અરજી
  1. તમારા PRAN અને પાસવર્ડ સાથે તમારા CRA (પ્રોટીન) પોર્ટલ કે એપ્લિકેશનમાં લોગિન કરો.
  2. જો તમે પોર્ટલ ઓપન કરો તેમાં Manage Your Withdrawal પર ક્લિક કરો,
  3. પછી Exit from NPS પર જાઓ અને Initiate Request સિલેક્ટ કરો.
  4. ડ્રોપડાઉનમાંથી 'પ્રીમેચ્યોર એક્ઝિટ' ઓપ્શન પસંદ કરો.
  5. પછી ડીટેલ કાળજીપૂર્વક ભરો. પાન કાર્ડ, આધાર કાર્ડ અને સ્કેન કરેલા કેન્સલ કરેલા ચેક કે પાસબુક જેવા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  6. છેલ્લે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર કે આધાર ઇ-સાઇન પર પ્રાપ્ત OTP નો ઉપયોગ કરીને અરજી વેરીફાઈ કરી સબમિટ કરો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Employees Funds Withdrawing NPS

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ