બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / WhatsAppના Username ફીચરને લઈને વિવાદ, સરકારની ચિંતા બાદ Metaએ આપ્યું નિવેદન
Last Updated: 12:41 PM, 2 July 2026
WhatsApp Username Feature : વિશ્વની સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ WhatsAppના નવા Username ફીચરને લઈને ભારતમાં ચર્ચા અને વિવાદ બંને તેજ બન્યા છે. આ ફીચર દ્વારા યુઝર્સ પોતાના મોબાઇલ નંબરના બદલે યુનિક યુઝરનેમ પસંદ કરી શકશે. જોકે, ફીચર જાહેર થતાં જ ઓનલાઈન ઠગાઈ અને ફિશિંગ જેવી ઘટનાઓ વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે Metaને આ ફીચર અંગે સ્પષ્ટતા માંગતા નોટિસ પાઠવી છે.
ADVERTISEMENT
શું કહ્યું સરકારે ?
સરકારનું માનવું છે કે, જો કોઈ વ્યક્તિ સરળતાથી પોતાનું યુઝરનેમ બદલી શકશે તો તે જાણીતા લોકો, સરકારી સંસ્થાઓ અથવા અન્ય વિશ્વસનીય ઓળખનો દુરુપયોગ કરીને લોકોને છેતરવાનો પ્રયાસ કરી શકે છે. આ કારણસર સરકારે Metaને ફીચર અંગે વિગતવાર માહિતી આપવા અને ચર્ચા પૂર્ણ ન થાય ત્યાં સુધી તેનો રોલઆઉટ સ્થગિત રાખવા જણાવ્યું છે.
ADVERTISEMENT

શું કહ્યું Metaએ ?
ADVERTISEMENT
સરકારી નોટિસ બાદ Metaએ સ્પષ્ટ કર્યું છે કે, હાલમાં WhatsApp પર Username ફીચર લાઇવ કરવામાં આવ્યું નથી. કંપનીના જણાવ્યા મુજબ આ સુવિધા વર્ષના અંત સુધીમાં તબક્કાવાર રીતે રજૂ કરવામાં આવશે. સાથે જ કંપનીએ ખાતરી આપી છે કે જાણીતી હસ્તીઓ, સરકારી સંસ્થાઓ, સેલિબ્રિટી અને Meta દ્વારા વેરિફાઇડ એકાઉન્ટ્સના નામ પહેલાથી જ રિઝર્વ રાખવામાં આવશે, જેથી કોઈ અન્ય વ્યક્તિ તેનો દુરુપયોગ ન કરી શકે.
આ પણ વાંચો : WhatsAppના નંબર છુપાવવા વાળા ફીચર પર સરકારે મૂક્યો પ્રતિબંધ, 3 દિવસમાં માંગ્યો જવાબ
ADVERTISEMENT
આ સાથે Metaનું કહેવું છે કે, આ ફીચરનો હેતુ યુઝર્સને વધુ ગોપનીયતા અને સરળ ઓળખ આપવાનો છે. જોકે, કંપની સરકાર સાથે સતત સંવાદમાં રહી જરૂરી તમામ સુરક્ષા વ્યવસ્થાઓ અમલમાં મૂકશે. હવે સૌની નજર એ વાત પર છે કે સરકાર અને Meta વચ્ચેની ચર્ચા બાદ આ ફીચર કયા સ્વરૂપમાં અને ક્યારે યુઝર્સ માટે ઉપલબ્ધ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.