બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મહેસાણા અને અરવલ્લીમાં બે સગીરોના આપઘાતથી ચકચાર, રહસ્યમય ઘટનાએ ઉભા કર્યા અનેક સવાલો
Last Updated: 01:59 PM, 2 July 2026
મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં બનેલી બે અલગ-અલગ દુઃખદ ઘટનાઓએ સૌને ચોંકાવી દીધા છે. મહેસાણામાં પંડિત દિનદયાળ આવાસ યોજનાના ફ્લેટમાંથી એક 15 વર્ષીય સગીરાએ છઠ્ઠા માળેથી ઝંપલાવી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે, જ્યારે અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના હાથિયા ગામમાં ધોરણ-10ની પૂરક પરીક્ષાના પરિણામને લઈને માનસિક તણાવમાં રહેલા એક 15 વર્ષીય વિદ્યાર્થીએ પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. બંને બનાવોએ સમાજમાં અનેક પ્રશ્નો ઉભા કર્યા છે અને પોલીસ બંને કેસમાં તપાસ કરી રહી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
મહેસાણામાં બનેલી ઘટનાની વિગતો મુજબ, પંડિત દિનદયાળ આવાસ યોજનાના ફ્લેટમાં એક 15 વર્ષીય સગીરાએ છઠ્ઠા માળેથી મોતની છલાંગ લગાવી હતી. સગીરા આવાસ યોજનાની નજીક આવેલી એક સોસાયટીમાં રહેતી હતી અને અન્ય સોસાયટીમાંથી આવાસ યોજનાના ફ્લેટમાં આવીને તેણે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. છઠ્ઠા માળેથી નીચે પટકાતા સગીરાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે. હાલ પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ આગળ ધપાવી રહી છે.
ADVERTISEMENT
બીજી તરફ અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના હાથિયા ગામમાંથી પણ એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. શિક્ષણનું ભારણ અને પરીક્ષામાં અસફળતાનો ડર માસૂમ વિદ્યાર્થીઓ પર કેટલો ભારે પડી શકે છે તેનો આ બનાવ જીવંત દાખલો બની રહ્યો છે. હાથિયા ગામના રહેવાસી રમણલાલ ડામોરના 15 વર્ષીય પુત્રએ પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવે સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ADVERTISEMENT
માહિતી મુજબ, સગીર વિદ્યાર્થી ધોરણ-10ની મુખ્ય પરીક્ષામાં ગણિત અને વિજ્ઞાન વિષયમાં નાપાસ થયો હતો. ત્યારબાદ તેણે જૂન મહિનામાં લેવાયેલી પૂરક પરીક્ષા આપી હતી. પરંતુ પૂરક પરીક્ષામાં પણ ફરી નાપાસ થઈ જશે તેવા ડર અને સતત માનસિક તણાવના કારણે તેણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પરીક્ષાના પરિણામને લઈને સર્જાતું માનસિક દબાણ અને વિદ્યાર્થીઓ પર વધતું શૈક્ષણિક ભારણ ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યું છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : ગુજરાતમાં વરસાદનો કહેર યથાવત, સુરતમાં રસ્તા બેસ્યા અને અનેક જિલ્લાઓમાં જનજીવન પ્રભાવિત
ઘટનાની જાણ થતાં જ ભિલોડા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહેસાણા અને અરવલ્લીની આ બંને દુઃખદ ઘટનાઓએ વાલીઓ, શિક્ષકો અને સમાજ માટે ગંભીર ચેતવણીરૂપ સંદેશ આપ્યો છે કે બાળકોની માનસિક સ્થિતિ, પરીક્ષાનો તણાવ અને તેમની ભાવનાત્મક જરૂરિયાતો પ્રત્યે વધુ સંવેદનશીલ રહેવાની જરૂર છે. બંને કેસમાં પોલીસ દ્વારા તપાસ ચાલુ છે અને આપઘાત પાછળના તમામ કારણોની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.