બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / વડોદરાના સમાચાર / વડોદરાની માંજલપુર બેઠક પર 30 જુલાઈએ મતદાન, જાણો પરિણામ ક્યારે ?

રાજનીતિ / વડોદરાની માંજલપુર બેઠક પર 30 જુલાઈએ મતદાન, જાણો પરિણામ ક્યારે ?

Priykant Shrimali

Last Updated: 01:38 PM, 2 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Manjalpur ByElection : માંજલપુર વિધાનસભા બેઠક ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી યોગેશભાઈ પટેલના અવસાન બાદ ખાલી પડી અને હવે જાહેર થઈ પેટાચૂંટણી

Manjalpur ByElection : ભારતના ચૂંટણી પંચે વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર 6 જુલાઈએ ચૂંટણીની સત્તાવાર નોટિફિકેશન બહાર પડશે, જ્યારે ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ 13 જુલાઈ નક્કી કરવામાં આવી છે. ઉમેદવારીપત્રોની ચકાસણી 14 જુલાઈએ થશે અને ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ 16 જુલાઈ રહેશે. આ બેઠક માટે 30 જુલાઈએ મતદાન યોજાશે અને 3 ઓગસ્ટે મતગણતરી સાથે પરિણામ જાહેર કરવામાં આવશે.

શા માટે યોજાઈ રહી છે પેટાચૂંટણી?

માંજલપુર વિધાનસભા બેઠક ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી યોગેશભાઈ પટેલના અવસાન બાદ ખાલી પડી હતી. તેઓ લાંબા સમયથી વડોદરાની રાજનીતિમાં સક્રિય રહ્યા હતા અને સતત અનેક વખત વિધાનસભામાં ચૂંટાઈ આવ્યા હતા. તેમના નિધન બાદ ચૂંટણી પંચે ખાલી પડેલી બેઠક માટે હવે પેટાચૂંટણી જાહેર કરી છે.

આ પણ વાંચો : અમદાવાદ એરપોર્ટ નજીક વેપારી સાથે લૂંટ, 500 ગ્રામ સોનું અને રોકડ લઈને આરોપીઓ ફરાર

આ પેટાચૂંટણીને 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. મુખ્ય રાજકીય પક્ષોએ ઉમેદવારની પસંદગી માટે કવાયત શરૂ કરી દીધી છે અને આગામી દિવસોમાં પ્રચાર પણ તેજ બનવાની શક્યતા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vadodara News Manjalpur Bypoll Manjalpur Assembly Seat
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ