બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં વરસાદનો કહેર યથાવત, સુરતમાં રસ્તા બેસ્યા અને અનેક જિલ્લાઓમાં જનજીવન પ્રભાવિત

જળબંબાકાર / ગુજરાતમાં વરસાદનો કહેર યથાવત, સુરતમાં રસ્તા બેસ્યા અને અનેક જિલ્લાઓમાં જનજીવન પ્રભાવિત

Nidhi Panchal

Last Updated: 01:48 PM, 2 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં ચોમાસાએ હવે જોર પકડતા રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે ક્યાંક ખેડૂતોમાં ખુશીનો માહોલ છે તો ક્યાંક રસ્તા બેસવા, ભૂવા પડવા અને જળભરાવ જેવી ઘટનાઓથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે

ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેતા રાજ્યના અનેક જિલ્લાઓમાં તેની અલગ-અલગ અસર જોવા મળી રહી છે. નર્મદા જિલ્લામાં રાજપીપળા અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. દેડિયાપાડા, સાગબારા અને ગરુડેશ્વર તાલુકામાં પણ સારો વરસાદ નોંધાયો છે. સતત વરસાદના કારણે અનેક રસ્તાઓ પર પાણી વહેતા થયા છે, જ્યારે વાવણીલાયક વરસાદ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેતરોમાં પૂરતો ભેજ મળતા ખેડૂતો ખેતીના કામમાં વ્યસ્ત બન્યા છે અને ચોમાસાની સારી શરૂઆતથી આશાવાદી બન્યા છે.

Bhuvo

મનપાની કામગીરી સામે અનેક સવાલો ઉભા

બીજી તરફ સુરત શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે જ મનપાની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. ડીંડોલીથી નવાગામ જતો રસ્તો ફરી એકવાર બેસી ગયો છે. નોંધનીય છે કે 17 જૂને પણ લગભગ 500 મીટર રસ્તો બેસી જતાં એક ટ્રક ફસાઈ ગઈ હતી. ત્યારબાદ તંત્રે માત્ર લીપાપોતી કરીને કામ પૂર્ણ થયું હોવાનું દર્શાવ્યું હતું, પરંતુ હવે ફરી રસ્તો બેસી જતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતના કારણે યોગ્ય કામગીરી કરવામાં આવી નથી. ડ્રેનેજની પાઇપલાઇન નાખ્યા બાદ યોગ્ય રીતે પુરાણ ન થતાં વારંવાર આવી ઘટનાઓ બની રહી છે. રસ્તા પર પડેલા ખાડા અને માટીના ઢગલાને કારણે વાહનચાલકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે અને અકસ્માતનો ભય સતત સતાવી રહ્યો છે.

Surat-dinglo

બારડોલીમાં પણ ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળભરાવ

સુરત જિલ્લાના બારડોલીમાં પણ ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળભરાવ સર્જાયો છે. પરિશ્રમ પાર્ક અને ધૂળિયા ચાર રસ્તા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતાં વાહનચાલકો, દુકાનદારો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી વરસાદી પાણી લાંબા સમય સુધી રસ્તાઓ પર જમા રહે છે.

ડીંડોલી ચાર રસ્તા પાસે આખો રસ્તો બેસી જવાની ઘટના

બીજી તરફ સુરત શહેરમાં મોટા વરાછા અને ઉધના બાદ હવે ડીંડોલી ચાર રસ્તા પાસે આખો રસ્તો બેસી જવાની ઘટના સામે આવી છે. રસ્તા પર પડેલા ભૂવામાં એક ટ્રક ફસાઈ ગઈ હતી. ચોમાસાની શરૂઆતમાં જ રસ્તાઓ બેસી જવાની અને ઠેર-ઠેર માત્ર ડામરની લીપાપોતી કરાયાની સ્થિતિ સામે આવતાં લોકોમાં તંત્ર પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહી છે.

ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદે જોરદાર બેટિંગ કરી

જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદે જોરદાર બેટિંગ કરી છે. જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. માળિયા હાટીનામાં છેલ્લા બે કલાકમાં 2.25 ઇંચ વરસાદ નોંધાયો છે. માળિયા, ગડોદર અને ખંભાળિયા સહિતના ગામોમાં ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.

ગીર સોમનાથના સુત્રાપાડામાં છેલ્લા 24 કલાકમાં 6 ઇંચ વરસાદ નોંધાયો

બીજી તરફ ગીર સોમનાથના સુત્રાપાડામાં છેલ્લા 24 કલાકમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે. વાવડી અને ઉબરી સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી વહેતા થયા છે. વરસાદી માહોલથી ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે ભારે પવન અને વરસાદને ધ્યાનમાં રાખીને પ્રવાસીઓની સુરક્ષા માટે ગિરનાર રોપ-વે સેવા તાત્કાલિક બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તંત્રએ જણાવ્યું છે કે પવનની ગતિ સામાન્ય થયા બાદ ફરી સેવા શરૂ કરવામાં આવશે.

junagadh-ropeway

સામાન્ય વરસાદે જ તંત્રની કામગીરીની પોલ ખોલી

રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સામાન્ય વરસાદે જ તંત્રની કામગીરીની પોલ ખોલી દીધી છે. પ્રથમ વરસાદમાં જ પાટણવાવ રોડ પર મોટો ભૂવો પડી ગયો છે, જેના કારણે વાહનચાલકો અને સ્થાનિકોમાં અકસ્માતનો ભય ફેલાયો છે.

Junagadh-varsadf

રસ્તો ખોદ્યા બાદ યોગ્ય પેચવર્ક ન થતાં રસ્તા વચ્ચે ભૂવો

બીજી તરફ જૂનાગઢ શહેરમાં પણ રસ્તો ખોદ્યા બાદ યોગ્ય પેચવર્ક ન થતાં રસ્તા વચ્ચે ભૂવો પડ્યો હતો. આ ભૂવામાં એક બાઇકચાલક ખાબકતા તેને ગંભીર ઇજાઓ પહોંચી છે. લોકોનું કહેવું છે કે તંત્રની બેદરકારીના કારણે સામાન્ય લોકોને મુશ્કેલી ભોગવવી પડી રહી છે. રાજ્યમાં વરસાદી માહોલ શરૂ થતાં અનેક જિલ્લાઓમાં રસ્તા બેસવા અને ભૂવા પડવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે.

makan-vdr

અંકલેશ્વરમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. અંકલેશ્વર તાલુકા તેમજ હાંસોટ અને નેત્રંગ પંથકમાં આશરે 1-1 ઇંચ વરસાદ નોંધાયો છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ખેતી માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું છે.

આ પણ વાંચો : ગિરનાર જતાં પહેલા જાણી લેજો આ સમાચાર, ભારે પવન વચ્ચે તંત્રનો મોટો નિર્ણય

બીજી તરફ વડોદરાના વાડી વિસ્તારમાં વર્ષો જૂના મકાનની છત અચાનક ધરાશાયી થતાં બે લોકો કાટમાળ નીચે દબાઈ ગયા હતા. સ્થાનિકોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી બંને લોકોને બહાર કાઢ્યા હતા, જેમાં બંનેને ઇજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. રાજ્યમાં સતત વરસાદને કારણે એક તરફ ખેડૂતો માટે રાહતના સમાચાર છે તો બીજી તરફ શહેરી વિસ્તારોમાં રસ્તા, જળભરાવ અને માળખાકીય સુવિધાઓને લઈને ગંભીર પ્રશ્નો પણ ઉભા થયા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Junagadh Rain Gujarat Rain Surat Rain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ