બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / અમરનાથ યાત્રાનો શુભ પ્રારંભ, કડક સુરક્ષા વચ્ચે પ્રથમ જથ્થો રવાના, દેશભરમાંથી ઉમટ્યા હજારો ભક્તો
Last Updated: 09:05 AM, 2 July 2026
અમરનાથ યાત્રાનો આજે ભવ્ય પ્રારંભ થયો છે. ભગવાન શિવના પવિત્ર ધામ બાબા બર્ફાનીના દર્શન માટે દેશના વિવિધ રાજ્યોમાંથી હજારો શ્રદ્ધાળુઓ જમ્મુ પહોંચી ગયા છે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે જમ્મુથી બાલતાલ અને પહેલગામ તરફ અમરનાથ યાત્રાના પ્રથમ જથ્થાને લીલી ઝંડી બતાવી રવાના કર્યો હતો. આ પ્રસંગે તેમણે પૂજા-અર્ચના કરીને યાત્રાના સફળ આયોજન માટે શુભકામનાઓ પાઠવી હતી. આ વર્ષ દરમિયાન કુલ 57 દિવસ સુધી ચાલનારી અમરનાથ યાત્રાની સત્તાવાર શરૂઆત આ પ્રથમ જથ્થા સાથે થઈ છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ગુરુવારે વહેલી સવારે લગભગ 4 વાગ્યે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ ધાર્મિક વિધિ પૂર્ણ કર્યા બાદ યાત્રાળુઓને રવાના કર્યા હતા. જમ્મુ, શ્રીનગર, બાલતાલ અને પહેલગામ સ્થિત તમામ બેઝ કેમ્પમાં મોટી સંખ્યામાં ભક્તો એકત્ર થયા હતા. શુક્રવારે સવારે આ તમામ યાત્રાળુઓ પવિત્ર અમરનાથ ગુફા તરફ આગળ વધશે અને બાબા બર્ફાનીના દર્શન કરશે. યાત્રાની શરૂઆત પહેલા જ સમગ્ર બેઝ કેમ્પમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો અને ભક્તો શિવ સ્તોત્રો તેમજ ભજન-કીર્તનમાં લીન જોવા મળ્યા હતા.
ADVERTISEMENT
યાત્રાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા ગોઠવી છે. જમ્મુના ભગવતી નગર સ્થિત યાત્રી નિવાસ બેઝ કેમ્પમાં તમામ તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા અને મુખ્ય સચિવ અટલ દુલ્લૂએ વરિષ્ઠ વહીવટી તથા પોલીસ અધિકારીઓ સાથે બેઝ કેમ્પની મુલાકાત લઈને સુરક્ષા, નોંધણી, આરોગ્ય સેવાઓ, લંગર, પીવાનું પાણી, સ્વચ્છતા, ટ્રાફિક અને અન્ય સુવિધાઓની સમીક્ષા કરી હતી. યાત્રાળુઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે દરેક વિભાગને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી.
ADVERTISEMENT
આ દરમિયાન લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ યાત્રાળુઓ સાથે વાતચીત કરીને ઉપલબ્ધ વ્યવસ્થાઓ અંગે પૂછપરછ કરી હતી. સમગ્ર બેઝ કેમ્પ "આવો, કોલ આવ્યો છે, બાબા બર્ફાનીએ બોલાવ્યો છે", "હર હર મહાદેવ" અને "બમ બમ ભોલે"ના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો. યાત્રા પ્રત્યે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મોડી સાંજ સુધીમાં 7 હજારથી વધુ યાત્રાળુઓ બેઝ કેમ્પમાં પહોંચી ચૂક્યા હતા. યાત્રાળુઓ માટે દૈનિક ભજન-કીર્તન, શિવ આરતી અને વિશાળ લંગરની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

ADVERTISEMENT
ભક્તોના કાફલાને સુરક્ષિત રીતે આગળ વધારવા માટે સમગ્ર યાત્રા દરમિયાન ખાસ ટ્રાફિક વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. યાત્રાળુઓના કાફલાના પ્રસ્થાન સમયે રાષ્ટ્રીય ધોરીમાર્ગ સાથે જોડાયેલા કેટલાક માર્ગો પર સામાન્ય વાહનવ્યવહારને અસ્થાયી રીતે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી યાત્રા દરમિયાન કોઈ અવરોધ ન સર્જાય. સુરક્ષા દળો સતત સમગ્ર માર્ગ પર તૈનાત છે અને દરેક વાહનની કડક તપાસ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : હવે રશિયા ભારત પાસેથી ખરીદશે પેટ્રોલ! યુક્રેનના હુમલા બાદ પુતિનના દેશમાં ઓઇલ કટોકટી
બુધવારે મોડી સાંજ સુધીમાં લગભગ 5 હજાર યાત્રાળુઓ શ્રીનગરના પંથાચોક બેઝ કેમ્પ તેમજ બાલતાલ અને પહેલગામના નુનવાન બેઝ કેમ્પમાં પહોંચી ગયા હતા. યાત્રાળુઓની સુવિધા માટે બાલતાલ અને પહેલગામમાં વિશાળ ટેન્ટ સિટી તૈયાર કરવામાં આવી છે અને લંગર સંસ્થાઓ પણ સંપૂર્ણ રીતે કાર્યરત છે. ઉપરાંત શ્રીનગર એરપોર્ટથી પંથાચોક સુધી યાત્રાળુઓની સુવિધા માટે 40 સ્થળોએ કુલ 131 સુવિધા કાઉન્ટર અને તાત્કાલિક નોંધણી કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. વહીવટીતંત્રને આશા છે કે આ વર્ષની અમરનાથ યાત્રા સુરક્ષિત, સુવ્યવસ્થિત અને સફળ રીતે પૂર્ણ થશે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.