બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / પટનાની બાંકીપુર સીટથી ચૂંટણી લડશે પ્રશાંત કિશોર, શું અનેકની રાજકીય કારકિર્દી બનાવનાર પ્રશાંત કિશોર સફળ થઈ શકશે?

રાજનીતિ / પટનાની બાંકીપુર સીટથી ચૂંટણી લડશે પ્રશાંત કિશોર, શું અનેકની રાજકીય કારકિર્દી બનાવનાર પ્રશાંત કિશોર સફળ થઈ શકશે?

Priykant Shrimali

Last Updated: 12:55 PM, 3 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Prashant Kishor Bihar Election : પ્રશાંત કિશોર માટે બાંકીપુરની લડાઈ કેમ બની 'કરીઅરનો ટર્નિંગ પોઈન્ટ'? હાર બાદ હવે પ્રતિષ્ઠા બચાવવાનો પડકાર

Prashant Kishor Bihar Election : બિહારની રાજનીતિને લઈ એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં ચૂંટણી વ્યૂહરચનાકાર તરીકે દેશભરમાં પોતાની અલગ ઓળખ બનાવનાર પ્રશાંત કિશોર હવે ફરી એક વખત સીધી ચૂંટણીના મેદાનમાં ઉતરવા જઈ રહ્યા છે. વિગતો મુજબ જન સુરાજ પાર્ટીના સૂત્રધાર તરીકે તેમને પટણાની પ્રતિષ્ઠિત બાંકીપુર વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે તેની સત્તાવાર જાહેરાત 5 જુલાઈએ થવાની છે.

ઉલ્લેખનિય છે કે, પ્રશાંત કિશોર માટે આ ચૂંટણી માત્ર એક બેઠક જીતવાની લડાઈ નથી, પરંતુ તેમના સમગ્ર રાજકીય ભવિષ્યની અગ્નિપરીક્ષા માનવામાં આવી રહી છે. લાંબા સમય સુધી વિવિધ રાજકીય પક્ષોને જીતાડવાની વ્યૂહરચના બનાવનાર પ્રશાંત કિશોર હવે પોતાના રાજકીય પ્રભાવને મતપેટીમાં સાબિત કરવાનો પ્રયાસ કરશે.

હવે જાણો ગત ચૂંટણીમાં શું થયું હતું?

બિહાર વિધાનસભા ચૂંટણીમાં જન સુરાજ પાર્ટીનું પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું નહોતું. પાર્ટીએ 238 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા હતા, પરંતુ એક પણ બેઠક જીતી શકી નહોતી અને મોટાભાગના ઉમેદવારોની ડિપોઝિટ પણ જપ્ત થઈ હતી. પ્રશાંત કિશોરે આ હારની સંપૂર્ણ જવાબદારી સ્વીકારી હતી અને જાહેરમાં કહ્યું હતું કે તેઓ લોકોનો વિશ્વાસ જીતવામાં સફળ રહ્યા નથી.

બાંકીપુર બેઠક શા માટે મહત્વની છે?

બાંકીપુર બિહારની સૌથી પ્રતિષ્ઠિત શહેરી બેઠકોમાંની એક ગણાય છે. અહીંથી ચૂંટણી લડવાનો નિર્ણય એ સંકેત આપે છે કે, પ્રશાંત કિશોર હવે માત્ર રાજકીય સલાહકાર નહીં, પરંતુ લોકપ્રતિનિધિ તરીકે પોતાની ઓળખ ઉભી કરવા માંગે છે. જો તેઓ અહીં જીત હાંસલ કરે છે, તો જન સુરાજ પાર્ટીને નવી રાજકીય વિશ્વસનીયતા મળશે. બીજી તરફ જો ફરી હારનો સામનો કરવો પડે તો તેમના રાજકીય નેતૃત્વ અને પાર્ટીના ભવિષ્ય અંગે વધુ સવાલો ઊભા થઈ શકે છે.

આ ચૂંટણી તેમની કારકિર્દી માટે કેમ અગત્યની?

આ ચૂંટણી પ્રશાંત કિશોર માટે વ્યક્તિગત વિશ્વસનીયતા, જન સુરાજ પાર્ટીના વિસ્તરણ અને બિહારના રાજકારણમાં લાંબા ગાળાના સ્થાન માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. અત્યાર સુધી તેઓ ચૂંટણી જીતાડનારા વ્યૂહરચનાકાર તરીકે જાણીતા રહ્યા છે, પરંતુ હવે મતદારો તેમના પોતાના નેતૃત્વ પર કેટલો વિશ્વાસ વ્યક્ત કરે છે, તેની સીધી કસોટી થશે. આ કારણસર બાંકીપુરની પેટાચૂંટણીને તેમની રાજકીય કારકિર્દીનો સૌથી મહત્વપૂર્ણ પડાવ માનવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો : BAT-BMS એપથી રસ્તા પર જ બંધ થઈ શકે છે ઈ-રિક્શા? જાણો આખી હકીકત

ભાજપના પ્રદેશ પ્રમુખે આપ્યું મોટું નિવેદન

આ તરફ હવે ભાજપના પ્રદેશ પ્રમુખ સંજય સરોગીએ કહ્યું, "આ નીતિન નવીનની બેઠક રહી છે. તેઓ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે. એક સરળ કાર્યકરને ઉચ્ચ પદ આપવામાં આવ્યું છે. બાંકીપુરના લોકો આનાથી ખૂબ ખુશ છે અને પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર માટે જંગી વિજય સુનિશ્ચિત કરીને નરેન્દ્ર મોદીનો આભાર માનશે ." આ સાથે તેમણે વધુમાં કહ્યું કે, નીતિન નવીન અહીંથી પાંચ વખત ધારાસભ્ય રહ્યા છે, અને તેમના પિતા ચાર વખત ધારાસભ્ય રહ્યા છે. આ વિસ્તારમાં વિકાસ કાર્યોનો વ્યાપ જાણીતો છે, તેથી જ તેઓ ગયા વર્ષે ભારે બહુમતીથી જીત્યા હતા. તેમની સામે કોણ ચૂંટણી લડે છે તેનાથી કોઈ ફરક પડતો નથી. જનતા અમારી સાથે છે. કોણ ચૂંટણી લડશે, પછી ભલે તે ભાજપ કાર્યકર હોય કે ન હોય, તેની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jan Suraaj Party Prashant Kishor Bankipur Assembly Seat
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ