બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગાંધીનગરના સમાચાર / મહેસાણાથી લઈ મહીસાગર અને ભુજથી લઈ ભરૂચ સુધી રાજ્યભરમાં આજે ભારે વરસાદની આગાહી
5 ફોટો ગેલેરી
Last Updated: 10:47 AM, 3 July 2026
1/5
ગુજરાતમાં ચોમાસું હવે વધુ સક્રિય બનવાના સંકેતો વચ્ચે હવામાન વિભાગે રાજ્યના તમામ જિલ્લાઓ માટે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. આગામી કલાકોમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં હળવાથી લઈને ભારે વરસાદ નોંધાઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી હોવાથી સ્થાનિક તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.
2/5
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ, થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે. મધ્ય ગુજરાતના અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને વડોદરા જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે. ભરૂચ, નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં પણ સારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
3/5
દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં અનેક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. ભારે વરસાદ સાથે તેજ પવન પણ ફૂંકાઈ શકે તેવી આગાહી કરવામાં આવી છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે.
4/5
સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં પણ મેઘરાજા મહેરબાન રહેવાની શક્યતા છે. રાજકોટ, જામનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, દેવભૂમિ દ્વારકા, મોરબી અને કચ્છ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ અને પવનનું જોર વધવાની શક્યતા છે.
5/5
દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધવાની આગાહીને ધ્યાનમાં રાખીને માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. તંત્ર દ્વારા નદી, ડેમ અને નીચાણવાળા વિસ્તારોની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે તેમજ લોકોને જરૂરી હોય ત્યારે જ બહાર નીકળવા અને હવામાન વિભાગની સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. રાજ્યભરમાં ચોમાસું વધુ જોર પકડે તેવી સ્થિતિ વચ્ચે ખેડૂતો સહિત સામાન્ય નાગરિકોમાં પણ વરસાદને લઈને ઉત્સુકતા જોવા મળી રહી છે. આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ પર સૌની નજર રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ