ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ST નિગમ ભરતી: ઉમેદવારો જલ્દી કરો, અરજી કરવાનું રહી ના જાય, આજે છે છેલ્લો દિવસ

ગુજરાત / ST નિગમ ભરતી: ઉમેદવારો જલ્દી કરો, અરજી કરવાનું રહી ના જાય, આજે છે છેલ્લો દિવસ

Published By: Jinal Chauhan

Last Updated: 08:53 AM, 5 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)માં નોકરીની રાહ જોતા યુવાનો માટે મહત્વના સમાચાર છે. નિગમે ડ્રાઇવર અને કંડક્ટરની હજારો જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરી છે.

ADVERTISEMENT

આ ભરતી હેઠળ કુલ 8,906 જગ્યાઓ ભરવામાં આવશે. અરજી કરવાની અંતિમ તારીખ આજે હોવાથી રસ ધરાવતા ઉમેદવારોએ સમય ગુમાવ્યા વગર અરજી પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે. પસંદગી પામનારા ઉમેદવારોને શરૂઆતના પાંચ વર્ષ સુધી નિશ્ચિત માસિક વેતન પણ આપવામાં આવશે.

ST નિગમમાં 8,906 જગ્યાઓ માટે ભરતી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે કંડક્ટર અને ડ્રાઇવરની મોટી ભરતી જાહેર કરી છે. ભરતી અંતર્ગત કંડક્ટરની 4,318 અને ડ્રાઇવરની 4,588 જગ્યાઓ ભરવામાં આવશે. આમ કુલ 8,906 જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. ધોરણ 12 પાસ ઉમેદવારો તેમજ જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો OJAS પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ આજે એટલે કે 5 જુલાઈ છે.

લાયકાત અને વયમર્યાદા

કંડક્ટર પદ માટે ઉમેદવારની ઉંમર 18 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ. સાથે માન્ય લાયસન્સ-બેજ અને કમ્પ્યુટરનું મૂળભૂત જ્ઞાન જરૂરી છે. ડ્રાઇવર પદ માટે 25 થી 35 વર્ષની વયમર્યાદા નક્કી કરવામાં આવી છે. ઉમેદવાર પાસે ભારે વાહન ચલાવવાનો ઓછામાં ઓછો ચાર વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. ઉપરાંત પુરુષ ઉમેદવારો માટે ઓછામાં ઓછી 162 સેન્ટીમીટર ઊંચાઈ ફરજિયાત રાખવામાં આવી છે.

vtv app promotion

આ પણ વાંચોઃ સરકારી કર્મચારીઓને તો મોજે દરિયા! જુલાઈથી વધી શકે મોંઘવારી ભથ્થું, જાણો કેટલાં ટકા

પસંદગી પ્રક્રિયા કેવી રહેશે?

કંડક્ટર ભરતી માટે 100 ગુણની OMR આધારિત લેખિત પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષાના ગુણના આધારે અંતિમ મેરિટ તૈયાર કરવામાં આવશે. ડ્રાઇવર ભરતીમાં લેખિત પરીક્ષા અને ડ્રાઇવિંગ ટેસ્ટ બંનેનો સમાવેશ કરવામાં આવ્યો છે. લેખિત પરીક્ષાને 40 ટકા અને ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટને 60 ટકા વેઇટેજ આપવામાં આવશે. ડ્રાઇવિંગ ટેસ્ટમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 35 ગુણ મેળવવા ફરજિયાત રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

GSRTC Recruitment Driver Vacancy ST Nigam Bharti

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ