બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / મુંબઈમાં રેડ એલર્ટ વચ્ચે ગુજરાતમાં કેવું રહેશે આજનું વાતાવરણ? જાણો હવામાન

photo-story

6 ફોટો ગેલેરી

હવામાન / મુંબઈમાં રેડ એલર્ટ વચ્ચે ગુજરાતમાં કેવું રહેશે આજનું વાતાવરણ? જાણો હવામાન

Last Updated: 09:49 AM, 5 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ભારતીય હવામાન વિભાગે દિલ્હી-એનસીઆર સહિત દેશના અનેક વિસ્તારો માટે વરસાદની આગાહી જાહેર કરી છે. મુંબઈમાં ભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગામી દિવસોમાં અનેક રાજ્યોમાં વરસાદ, વાવાઝોડા અને તેજ પવનની શક્યતાને લઈને હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવાની સલાહ આપી છે

1/6

photoStories-logo

1. દિલ્હી-NCRનું વાતાવરણ સામાન્ય રીતે વાદળછાયું

ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર રવિવારે દિલ્હી-NCRનું વાતાવરણ સામાન્ય રીતે વાદળછાયું રહેશે. વિભાગે જણાવ્યું છે કે બપોર પહેલા હળવો વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા, વીજળીના કડાકા અને 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. દિલ્હીના અનેક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા

હવામાન વિભાગે સોમવાર માટે પણ વરસાદની આગાહી કરી છે અને દિલ્હીના અનેક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તાપમાનની વાત કરીએ તો મહત્તમ તાપમાન 32થી 34 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 27થી 29 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની ધારણા છે. મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય રહેશે, જ્યારે મહત્તમ તાપમાન સામાન્ય કરતાં થોડું ઓછું રહેવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. દેશના અન્ય ઘણા રાજ્યો માટે પણ વરસાદની ચેતવણી

દિલ્હી ઉપરાંત હવામાન વિભાગે દેશના અન્ય ઘણા રાજ્યો માટે પણ વરસાદની ચેતવણી જાહેર કરી છે. IMDના જણાવ્યા મુજબ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય મહારાષ્ટ્ર અને ઓડિશાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. ચોમાસું સક્રિય બનતા આ વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધી શકે છે, જેના કારણે સ્થાનિક પ્રશાસનને પણ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. આગામી દિવસોમાં આ વિસ્તારોમાં વરસાદની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું

મુંબઈમાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. શહેરના અનેક વિસ્તારોમાં સતત ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અહેવાલ મુજબ ચોમાસું મોડું પહોંચ્યા બાદ મુંબઈ અને સમગ્ર મેટ્રોપોલિટન વિસ્તારમાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. તેના કારણે અનેક સ્થળોએ રસ્તાઓમાં ખાડા પડી ગયા છે, વૃક્ષો ધરાશાયી થયા છે અને કેટલાક મકાનોને પણ નુકસાન પહોંચ્યું છે. વરસાદની અસર રોડ અને રેલવે ટ્રાફિક પર પણ જોવા મળી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. શહેરની શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવાની ફરજ

સતત વરસાદને કારણે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ બપોર પછી શહેરની શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવાની ફરજ પડી હતી. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જાહેર પરિવહન સેવાઓ પણ પ્રભાવિત થઈ હતી. ખાનગી વાહનચાલકોને પણ ટ્રાફિક અને પાણી ભરાવાના કારણે ભારે અગવડતાનો સામનો કરવો પડ્યો હતો. પશ્ચિમ રેલવે લાઇનના અનેક પાટા પર પાણી ભરાઈ જતાં ટ્રેન સેવાઓ પણ ખોરવાઈ ગઈ હતી, જેના કારણે મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. વરસાદને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત

શનિવારે પણ દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું. ભારતીય હવામાન વિભાગે મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને કેરળ માટે રેડ એલર્ટ જાહેર કર્યું હતું. સતત વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. ગુજરાતના પણ વિવિધ વિસ્તારોમાં વરસાદના કારણે પાણી ભરાઈ જવાની ઘટનાઓ સામે આવી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરી છે અને લોકોને હવામાનની તાજી માહિતી પર નજર રાખીને જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Mumbai Rain IMD Delhi NCR
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ