બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / 14000 સસ્તો થયો Google Pixel નો આ ફોન, મળી રહ્યો છે આટલી કિંમતે

ટેક / 14000 સસ્તો થયો Google Pixel નો આ ફોન, મળી રહ્યો છે આટલી કિંમતે

Nirav Kumar

Last Updated: 08:55 PM, 4 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગૂગલ પિક્સેલ 10 ફોન સસ્તો થયો છે. 80,000 રૂપિયામાં લોન્ચ થયેલો આ ફોન 14000 રૂપિયા સસ્તો થયો છે. ચાલો આ ડીલ વિષે જાણીએ.

એમેઝોન પ્રાઇમ ડે સેલ શરૂ થઈ ગયો છે અને આ સેલમાં અનેક ઓફરો મળી રહી છે. જો તમે લેટેસ્ટ ગૂગલ પિક્સેલ ફોન ખરીદવાનું વિચારી રહ્યા હોવ અને તેને ઓછી કિંમતે ખરીદવા માટે મોટી ડીલ શોધી રહ્યા છો તો એમેઝોન સેલમાં શાનદાર મોકો છે. જેમાં ગૂગલ પિક્સેલ 10 સેલ દરમિયાન મોટી કિંમત ઘટાડા સાથે મળે છે. જેમાં 80,000 રૂપિયામાં લોન્ચ થયેલોઆ ફોન હવે હજારો રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે મળે છે.

પિક્સેલ 10 અનેક શાનદાર ફીચર આવે છે. તે અનેક ઉપયોગી જેમિની AI ફીચર્સ, સારીબેટરી લાઇફ અને પ્રીમિયમ બિલ્ડ આપે છે. તેમાં ટેન્સર G5 ચિપસેટ અને કોમ્પેક્ટ 6.3-ઇંચ ડિસ્પ્લે પણ આવે છે. જેમાં પ્રાઇમ ડે સેલ દરમિયાન ઉપલબ્ધ ડિસ્કાઉન્ટ સાથે તે હવે ઘણા લોકોના બજેટમાં આવી શકે છે.

vtv hiring (2)
  • લોન્ચ કિંમત કરતા 14,300 ઓછી કિંમતે ઉપલબ્ધ

ગૂગલ પિક્સેલ 10 (12GB RAM + 256GB સ્ટોરેજ) 79,999 રૂપિયામાં લોન્ચ થયો હતો. પરંતુ હાલમાં એમેઝોન પર માત્ર 65,700 માં લિસ્ટેડ છે. મતલબ કે તે તેની લોન્ચ કિંમત કરતા 14,299 રૂપિયા ઓછી કિંમતે મળી રહ્યો છે.

આટલા મોટા ડિસ્કાઉન્ટથી આ ફોનની કિંમત ખુબ ઘટી ગઈ ગણાય. આ સિવાય એમેઝોન આ ફોન પર 41,050રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ આપી રહ્યું છે. પણ એ વાત ધ્યાનમાં રાખો કે એક્સચેન્જ બોનસની વેલ્યુ સંપૂર્ણરીતે જૂના ફોનની સ્થિતિ, મોડેલ અને બ્રાન્ડ પર આધારિત રહેશે. પ્રાઇમ ડે લિસ્ટિંગમાં નો-કોસ્ટ EMI ઓપ્શન અને એમેઝોન પે કેશબેક ઑફર્સ પણ સામેલ છે જેનાથી તમે તેને વધુ ઓછી કિંમતે ખરીદી શકો છો.

વધુ વાંચો : iPhone અને iPhone 18 Proના ફીચર્સ થયા લીક, બસ થોડા દિવસમાં થશે લોન્ચ

  • ગૂગલ પિક્સેલ 10 ના ફીચર

ગુગલ પિક્સેલ 10 માં 120Hz રિફ્રેશ રેટ, 3000 નિટ્સ સુધી પીક બ્રાઇટનેસ અને કોર્નિંગ ગોરિલા ગ્લાસ વિક્ટસ 2 પ્રોટેક્શન સાથે 6.3-ઇંચ OLED સુપર એક્ટુઆ ડિસ્પ્લે આવે છે. આ ફોન ટેન્સર G5 ચિપસેટ અને ટાઇટન M2 સિક્યુરિટી ચિપ દ્વારા ચાલે છે. તે જેમિનીને સપોર્ટ કરે છે અને મટિરિયલ U એક્સપ્રેસિવ ડિઝાઇન સિસ્ટમ આવે છે. Pixel 10 માં પાછળના ભાગમાં 48-મેગાપિક્સલનો પ્રાઈમરી સેન્સર, 5x ઝૂમ સપોર્ટ સાથે 10.8-મેગાપિક્સલનો ટેલિફોટો કેમેરા અને 13-મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ કેમેરા આવે છે. સેલ્ફી માટે 10.5-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા પણ આવે છે. Pixel 10 માં 30W ફાસ્ટ ચાર્જિંગ માટે સપોર્ટ સાથે 4970mAh બેટરી પણ આપવામાં આવી છે. તે 15W સુધી Qi2 વાયરલેસ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Google Pixel 10 Amazon Prime Day Sale Great Deal
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ