ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / EPFO ન્યૂ પોર્ટલમાં થઇ શકે છે અનેક ફેરફાર, સબ્સ્ક્રાઇબર્સને નહીં મળે આ સુવિધાઓ!

મોટા ફેરફારો / EPFO ન્યૂ પોર્ટલમાં થઇ શકે છે અનેક ફેરફાર, સબ્સ્ક્રાઇબર્સને નહીં મળે આ સુવિધાઓ!

Published By: Pravin Joshi

Last Updated: 06:18 PM, 4 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) એ તેના પોર્ટલમાં મોટા ફેરફારો કરીને તેને ફરીથી શરૂ કર્યું છે. કરોડો પીએફ સબસ્ક્રાઇબર્સ માટે હવે પોર્ટલ પરથી UAN એક્ટિવેશન અને નવું જનરેશન બંધ કરીને તેને ઉમંગ (UMANG) એપ પર શિફ્ટ કરવામાં આવ્યું છે.

ADVERTISEMENT

EPFO એ આશરે એક અઠવાડિયાના લાંબા વિરામ બાદ તેની પોર્ટલ સર્વિસને ફરીથી કાર્યરત કરી દીધી છે. જો કે, આ વખતે કરોડો સબસ્ક્રાઇબર્સને સેવાઓ શરૂ થવાની રાહ જોયા બાદ કેટલાક મોટા ફેરફારોનો સામનો કરવો પડશે. ઈપીએફઓ દ્વારા કરવામાં આવેલો સૌથી મોટો અને મહત્વનો ફેરફાર યુનિવર્સલ એકાઉન્ટ નંબરને લઈને છે, જે અંતર્ગત હવે સબસ્ક્રાઇબર્સને કેટલીક જૂની સુવિધાઓ પોર્ટલ પર મળતી બંધ થઈ જશે.

EPFO-simple

શું થયા છે મુખ્ય ફેરફારો?

નવા નિયમો અનુસાર, પીએફ સબસ્ક્રાઇબર્સ હવે સીધા EPFO પોર્ટલ પર જઈને પોતાનો UAN નંબર એક્ટિવેટ કરી શકશે નહીં. આ ઉપરાંત, સભ્યો નવો યુનિવર્સલ એકાઉન્ટ નંબર પણ પોર્ટલ પરથી ઓનલાઇન જનરેટ કરી શકશે નહીં. આ બંને મહત્વપૂર્ણ સેવાઓને હવે સત્તાવાર રીતે ઉમંગ એપ પર શિફ્ટ કરી દેવામાં આવી છે. આ સેવાઓનો લાભ લેવા માટે ઉમંગ એપ પર આધાર આધારિત ફેસ ઓથેન્ટિકેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે. ઇપીએફઓએ પાછલા દિવસો દરમિયાન પોતાના ડેટાબેઝને વધુ અપડેટ કર્યો છે, જેના કારણે સંગઠનની ઓનલાઇન સેવાઓ હવે પહેલા કરતાં વધુ ઝડપી અને સુરક્ષિત બની ગઈ છે.

epfo-final

EPFO માં બદલાયેલી મુખ્ય 5 બાબતો:

  • UAN એક્ટિવેશન હવે EPFO પોર્ટલ દ્વારા થઈ શકશે નહીં.
  • નવું UAN એલોટમેન્ટ (ફાળવણી) હવે પોર્ટલ દ્વારા કરી શકાશે નહીં.
  • આ બંને મુખ્ય સેવાઓ હવે સંપૂર્ણપણે UMANG એપમાં ટ્રાન્સફર કરવામાં આવી છે.
  • UAN એક્ટિવેશન અને એલોટમેન્ટ માટે આધાર આધારિત ફેસ ઓથેન્ટિકેશન પ્રક્રિયા હવે ફરજિયાત છે.
  • જે સભ્યો પોતાનો UAN નંબર ભૂલી ગયા છે, તેને રિસ્ટોર (ફરીથી મેળવવાની) કરવાની પ્રક્રિયા હવે વધુ સરળ બનાવવામાં આવી છે.
epfo-last

હવે ઉમંગ (UMANG) એપ દ્વારા UAN કેવી રીતે એક્ટિવેટ કરવું?

પોર્ટલ પર આ સુવિધા બંધ થઈ હોવાથી સબસ્ક્રાઇબર્સે નીચે મુજબના સ્ટેપ્સ ફોલો કરવા પડશે:

  • સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલ એપ સ્ટોર પરથી UMANG App ડાઉનલોડ કરો.
  • એપમાં જઈને EPFO Services ઓપન કરો.
  • હવે UAN Activation વિકલ્પ પસંદ કરો. આ વિકલ્પ તમને 'UAN Services Through Face Auth' સેક્શનમાં જોવા મળશે.
  • આધાર આધારિત ફેસ ઓથેન્ટિકેશનની પ્રક્રિયા પૂર્ણ કરો અને સ્ક્રીન પર માંગવામાં આવેલી જરૂરી માહિતી સબમિટ કરો.

નવો UAN નંબર કેવી રીતે જનરેટ કરવો?

  • સૌથી પહેલા UMANG App ઓપન કરો.
  • ત્યારબાદ EPFO Service સિલેક્ટ કરો.
  • તેના પછી UAN Allotment and Activation પર ક્લિક કરો.
  • આધાર આધારિત ફેસ ઓથેન્ટિકેશન (Aadhaar-based face authentication) નો વિકલ્પ પસંદ કરો.
  • હવે નવો UAN જનરેટ કરવા માટે સ્ક્રીન પર આપેલા ઇન્સ્ટ્રક્શન (માર્ગદર્શિકા) ને ફોલો કરો.

વધુ વાંચો: પંજાબ કોંગ્રેસમાં મોટી હલચલ, અમિત શાહને મળવા દિલ્હી પહોંચ્યા કોંગ્રેસી સાંસદ સુખજિંદર સિંહ રંધાવા

પીએફ એકાઉન્ટ છે પણ UAN નથી, તો શું કરવું?

એવા કર્મચારીઓ કે જેમની પાસે ઈપીએફ એકાઉન્ટ તો છે પરંતુ હજુ સુધી UAN એલોટમેન્ટ થયું નથી, તેમણે સૌથી પહેલા પોતાના રજિસ્ટર્ડ મોબાઈલ નંબરને વેરિફાય કરવો પડશે. સભ્યએ પોતાની તમામ જરૂરી અંગત વિગતો સબમિટ કરવાની રહેશે. એકવાર વેરિફિકેશનની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયા બાદ સભ્યનો નવો UAN નંબર જનરેટ થઈ જશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

UMANGApp EPFO UANActivation

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ