બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / સર્વિસ સેન્ટરની લાખોની કિંમત સાંભળી એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ ઘરે જ ખોલી મૂકી EV Vehicleની બેટરી, Video થયો વાયરલ

Viral / સર્વિસ સેન્ટરની લાખોની કિંમત સાંભળી એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ ઘરે જ ખોલી મૂકી EV Vehicleની બેટરી, Video થયો વાયરલ

Published By: Nirav Kumar

Last Updated: 03:59 PM, 23 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક એન્જીનીયર વિદ્યાર્થીએ સર્વિસ સેન્ટરના ભારે ખર્ચને બદલે ઘરે જ EVની બેટરી રિપેર કરી જેનો વીડિયો વાયરલ થયો છે. આ ઘટનાએ ઈલેક્ટ્રિક વાહનોની મેન્ટેનન્સ કિંમત અને કંપનીઓની સર્વિસ પોલિસી પર ચર્ચા શરૂ કરી દીધી છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક યુવાન ખુદની ઈલેક્ટ્રિક વ્હીકલ (EV)ની બેટરીને ઘરે જ રિપેર કરતો દેખાય છે. વીડિયો સાથે શેર થઈ રહેલી માહિતી મુજબ, આ વ્યક્તિની EVની બેટરી ખરાબ થઈ ગઈ હતી. જ્યારે તે તેને સુધારાવવા સર્વિસ સેન્ટર ગયો ત્યારે જે ખર્ચ કહેવામાં આવ્યો તે સાંભળીને તેના હોશ ઉડી ગયા હતા. સર્વિસ સેન્ટરે બેટરી રિપેરિંગનું ભારે બિલ આપી દીધું હતું.

આ યુવાન એન્જીનીયરિંગનો વિદ્યાર્થી હોવાનું કહેવાય છે. તેને નક્કી કર્યું કે આ પડકારનો સામનો પોતે જ કરશે. સર્વિસ સેન્ટરને પૈસા આપવાને બદલે તેને પોતાનું નોલેજ અને સ્કીલ વાપરવાનું વિચાર્યું. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે તે પૂરા ઓજારો સાથે બેટરી પેક ખોલે છે અને તેની એક-એક સેલને મલ્ટીમીટરથી ચેક કરે છે. ખરાબી શોધીને તેને સુધારવાનો પ્રયાસ કરી રહ્યો છે.

આ વીડિયો વાયરલ થતાની સાથે જ લોકોએ અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કરી દીધું છે. અનેક લોકો વિદ્યાર્થીની પ્રતિભા અને હિંમતની પ્રશંસા કરી રહ્યા છે. તો કેટલાક EV કંપનીઓના સર્વિસ ચાર્જ અને રિપેરિંગ ખર્ચ પર સવાલ ઉઠાવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે કંપનીઓ ઘણી વાર નાની-મોટી ખામી સુધારવાને બદલે સીધું આખું પાર્ટ બદલવાનું કહે છે, જેનાથી ગ્રાહકો પર ભારે બોજ પડે છે.

વધુ વાંચો : આઈફોનની જીદે ઉજાડ્યો આખો પરિવાર – માત્ર પાંચ સેકન્ડમાં ત્રણ જીવનો અંત

આ ઘટના એ ચર્ચાને પણ વેગ આપી રહી છે કે શું ઈલેક્ટ્રિક ગાડીઓ ખરેખર પેટ્રોલ-ડીઝલ ગાડીઓ કરતાં સસ્તી પડે છે, ખાસ કરીને જ્યારે મેન્ટેનન્સ અને રિપેરની વાત આવે છે. બેટરી જે EVનો સૌથી મોંઘો હિસ્સો છે તેની રિપેરિંગ કિંમત ઘણી વાર ગાડીની કિંમતનો મોટો હિસ્સો બની જાય છે. હાલમાં આ વિદ્યાર્થીની ઓળખ અને ગાડીના મોડલ વિશે વધુ માહિતી સામે આવી નથી પણ તેના આ પગલાએ EV માલિકોની એક મોટી ચિંતાને ચોક્કસપણે સામે લાવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

EV battery social media EV battery repaired

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ