બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ખોરાક અને રેસીપી / ઘરે બનાવો માર્કેટ જેવી ક્રિસ્પી Peri Peri Fries! એકવાર ખાશો તો વારંવાર બનાવશો

રેસિપી / ઘરે બનાવો માર્કેટ જેવી ક્રિસ્પી Peri Peri Fries! એકવાર ખાશો તો વારંવાર બનાવશો

Published By: Nirav Kumar

Last Updated: 05:28 PM, 23 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘરે સરળ મસાલા અને બટાકાથી બજાર જેવા ક્રિસ્પી-તીખી પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવી શકાય છે. ચા સાથે કે પાર્ટીમાં આ સ્નેક બધાને ખૂબ ગમશે. તો ચાલો પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવવાની રીત જાણીએ.

સાંજની ચા સાથે કે મિત્રો સાથેની હળવી પાર્ટીમાં જો ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાઈઝ મળી જાય તો મજા બમણી થઈ જાય છે. જો તમે પણ ફ્રેન્ચ ફ્રાઈઝના શોખીન હો અને કંઈક નવું અજમાવવા માંગતા હો તો પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવી જુઓ. તેનો સ્વાદ ચટપટો અને મસાલેદાર હોય છે. જે બાળકોથી માંડીને મોટાઓ સુધી બધાને ગમી જાય છે.

જેની સૌથી સારી વાત એ છે કે તેને તમે ઘરે જ ઇઝીલી તૈયાર કરી શકો છો. ચાલો જાણીએ કે પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈઝ કેવી રીતે બનાવવી અને તેના માટે કઈ-કઈ વસ્તુઓની જરૂર પડે છે.

જરૂરી સામગ્રી

3 બટાકા

1 ચમચી લાલ મરચું પાવડર

1 ચમચી ચિલી ફ્લેક્સ

½ ચમચી કાળા મરીનો પાવડર

1 ચમચી લસણ પાવડર

અડધી ચમચી ચાટ મસાલો

સ્વાદ અનુસાર મીઠું

તળવા માટે તેલ

બનાવવાની રીત

પહેલા બટાકાને સારી રીતે ધોઈને છોલી લો. પછી તેમને લાંબાઈમાં કાપીને ફ્રેન્ચ ફ્રાઈઝનો આકાર આપો. બધા ટુકડા એકસરખી સાઈઝના રાખો જેથી તે સાથે સારી રીતે તળાઈ શકે.

એક વાટકામાં લાલ મરચું પાવડર, ચિલી ફ્લેક્સ, કાળા મરીનો પાવડર, લસણ પાવડર, ચાટ મસાલો અને મીઠું નાખીને સારી રીતે મિક્સ કરો. ઇચ્છા હોય તો આ બધાને હળવા હાથે પીસીને એક મસાલા પાવડર પણ બનાવી શકો છો. આ જ તમારો પેરી પેરી મસાલો છે.

પછી એક પૅનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ બાદ આગની ફ્લેમને મીડિયમ કરી દો. બટાકાના ટુકડાઓને થોડા-થોડા કરીને ઓઈલમાં નાખો અને ગોલ્ડન રંગના તથા ક્રિસ્પી થાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરો. તૈયાર ફ્રાઈઝને ટિશ્યુ પેપર પર કાઢી લો જેથી વધારાનું તેલ નીકળી જાય.

હવે ગરમ ફ્રાઈઝને એક મોટી વાટકામાં નાખો. ઉપરથી તૈયાર કરેલો પેરી પેરી મસાલો છાંટીને સારી રીતે ટૉસ કરો જેથી મસાલો બધી ફ્રાઈઝ પર સરખી રીતે લાગી જાય.

વધુ વાંચો : ચોમાસાની સાંજ બનાવો વધુ મજેદાર! ઘરે જ બનાવો ક્રિસ્પી મરચાંના પટ્ટી ભજીયા

આમ આ રીતે તમારા ચટપટા અને ક્રિસ્પી પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈઝ તૈયાર થઇ જશે. તેને ટમેટો કેચપ કે તમારી પસંદની ડિપ સાથે સર્વ કરો. આ સ્નેક સાંજે ચા સાથે કે અચાનક ભૂખ લાગે ત્યારે એકદમ પરફેક્ટ છે. આને એકવાર અજમાવી જુઓ ઘરના બધા માણસો વખાણ કરશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Crispy-spicy French fries peri peri French fries

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ