બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / વધવાનો છે તમારો 'હાથમાં આવતો' પગાર, આવી ગયું આ મોટું અપડેટ

તમારા કામનું / વધવાનો છે તમારો 'હાથમાં આવતો' પગાર, આવી ગયું આ મોટું અપડેટ

Jinal Chauhan

Last Updated: 03:50 PM, 4 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે પ્રાઇવેટ નોકરી કરો છો અને તમારું PF (પ્રોવિડન્ટ ફંડ) એકાઉન્ટ છે, તો તમારા માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકારે PF યોગદાન સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યો છે, જેના કારણે કેટલાક કર્મચારીઓની ઇન-હેન્ડ સેલરી વધી શકે છે.

જો તમે પ્રાઇવેટ નોકરી કરો છો અને તમારું PF (પ્રોવિડન્ટ ફંડ) એકાઉન્ટ છે, તો તમારા માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકારે PF યોગદાન સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યો છે, જેના કારણે કેટલાક કર્મચારીઓની ઇન-હેન્ડ સેલરી વધી શકે છે. નવા નિયમ મુજબ હવે PFમાં વધુ રકમ જમા કરાવવી ફરજિયાત રહેશે નહીં. કર્મચારી અને કંપની બંનેની સંમતિથી PF કપાત ઓછી કરી શકાય છે, જેના કારણે દર મહિને હાથમાં મળતી સેલરીમાં વધારો થઈ શકે છે.

epfo-final

PF નિયમમાં મોટો ફેરફાર

કેન્દ્ર સરકારે PF યોગદાનને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. નવા નિયમ મુજબ PFમાં ફરજિયાત યોગદાનની મર્યાદા દર મહિને 1,800 રૂપિયા સુધી રાખવામાં આવી છે. એટલે કે જે કર્મચારીઓના PFમાંથી હાલમાં વધુ રકમ કપાઈ રહી છે, તેઓ ઇચ્છે તો તેને ઘટાડીને 1,800 રૂપિયા સુધી મર્યાદિત કરી શકે છે.

PF

કોને મળશે લાભ?

આ નિયમ ખાસ કરીને એવા કર્મચારીઓ માટે ફાયદાકારક છે, જેમની બેઝિક સેલરી 15,000 રૂપિયાથી વધુ છે અને જેમના PFમાં દર મહિને મોટી રકમ જમા થઈ રહી છે. જોકે, આ નિર્ણય કર્મચારી અને નોકરીદાતા બંનેની સંમતિ પર આધારિત રહેશે. જેઓની બેઝિક સેલરી 15,000 રૂપિયા અથવા તેનાથી ઓછી છે, તેમના માટે દર મહિને 1,800 રૂપિયાનું PF યોગદાન ફરજિયાત રહેશે.

Epfo

અત્યાર સુધી શું થતું હતું?

ઘણી કંપનીઓ કર્મચારીઓની વાસ્તવિક બેઝિક સેલરીના આધારે PFની ગણતરી કરતી હતી. પરિણામે ઘણા કર્મચારીઓના PFમાંથી દર મહિને 5,000 રૂપિયા, 10,000 રૂપિયા અથવા તેનાથી પણ વધુ રકમ કપાતી હતી.

EPFO - PF - VTV GUJARATI

હવે શું બદલાશે?

નવા નિયમો મુજબ આવી વધુ PF કપાત ફરજિયાત રહેશે નહીં. કર્મચારી પોતાની જરૂરિયાત મુજબ PF યોગદાન ચાલુ રાખી શકે છે અથવા તેને ઘટાડવાનો વિકલ્પ પસંદ કરી શકે છે. આથી તેની ઇન-હેન્ડ સેલરીમાં વધારો થઈ શકે છે.

EPFO-simple

સેલરી કેટલી વધી શકે?

ધારો કે કોઈ કર્મચારીની બેઝિક સેલરી 60,000 રૂપિયા છે અને તેના PFમાં દર મહિને 7,200 રૂપિયા કપાય છે. જો કર્મચારી અને કંપની બંને PF યોગદાનને ઘટાડીને 1,800 રૂપિયા સુધી મર્યાદિત કરવાનો નિર્ણય લે તો કર્મચારીને દર મહિને આશરે 5,400 રૂપિયા વધુ ઇન-હેન્ડ સેલરી મળી શકે છે.

vtv hiring

આ પણ વાંચોઃ ટેલિગ્રામ પર સરકારની મોટી કાર્યવાહી! પાયરેટેડ ફિલ્મો-OTT કન્ટેન્ટ મામલે 15 દિવસનું અલ્ટીમેટમ

નિવૃત્તિ માટે શું યોગ્ય?

જો તમે નિવૃત્તિ બાદ વધુ બચત ઈચ્છતા હો, તો PFમાં પહેલાની જેમ અથવા વધુ યોગદાન ચાલુ રાખી શકો છો. PF કપાત ઘટાડવી કે નહીં, તે સંપૂર્ણપણે કર્મચારીની પસંદગી પર નિર્ભર રહેશે. નવા નિયમથી ટૂંકા ગાળામાં હાથમાં મળતી સેલરી વધી શકે છે પરંતુ PFમાં ઓછી બચત થવાથી નિવૃત્તિ માટેનું ફંડ પણ ઓછું થઈ શકે છે. તેથી નિર્ણય લેતા પહેલા તમારી નાણાકીય જરૂરિયાતો અને ભવિષ્યની યોજના ધ્યાનમાં લેવી જરૂરી છે.

EPFO-new-ogo

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

EPF Contribution PF Rule Change In-Hand Salary
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ