બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:50 AM, 6 July 2026
જયારે યુવાનીમાં નોકરી કોઈ લાગે છે ત્યારે સેવિંગ વિષે એટલું નથી વિચારતા. જેમાં તેઓ હજુ સમય છે એવું વિચારીને ટૂર, નવી બાઇક, નવો ફોન ખરીદવાનું કે તેમને ગમતી વસ્તુઓ પર ખર્ચ કરવાનું પસંદ કરે છે. પરંતુ સમય પણ મહત્વનો છે. અમુકવાર રોકાણ શરૂ કરવામાં માત્ર 5 વર્ષનું મોડું રિટાર્યમેન્ટ ફંડમાં કરોડો રૂપિયાનો તફાવત લાવી શકે છે.
ADVERTISEMENT
જો એક યુવાન વ્યક્તિને 25 વર્ષની ઉંમરે તેમની પહેલી નોકરી મળે છે અને તેનો પગાર દર મહિને 40,000 છે અને તે દર મહિને 10,000 ની SIP આરામથી કરી શકે છે. તે સમયે તેમની પાસે કોઈ હોમ લોન કે મોટી પારિવારિક જવાબદારીઓ નથી હોતી. તેમ છતાં ઘણા લોકો ઈન્વેસ્ટ કરતા નથી. તેઓ એવું વિચારે છે કે તેમના પગારમાં વધારો થયા બાદ ઈન્વેસ્ટ કરવાનું શરૂ કરશે.
ADVERTISEMENT
જ્યારે તે જ વ્યક્તિ 30 વર્ષની થાય છે ત્યારે ચિત્ર બદલાય જાય છે. જેમાં પગાર દર મહિને લગભગ 1 લાખ રૂપિયા સુધી જઈ શકે છે પરંતુ મેરેજ, ઘર, બાળકો અને ભવિષ્ય જેવી જવાબદારીઓ પણ વધે છે. બાદમાં તેમને ખ્યાલ આવે છે કે સારો પગાર પણ પૂરતો નથી રોકાણ પણ જરૂરી છે. આમ તેઓ 10,000 ની માસિક SIP શરૂ કરે છે તો પણ તેઓ ત્યાં સુધીમાં તેઓ 5 વર્ષનો કિંમતી સમય ગુમાવી ચૂક્યા હોય છે.
ADVERTISEMENT
જો 25 અને 30 વર્ષના બંને રોકાણકારો 10,000 ની માસિક SIP બનાવે છે અને સરેરાશ 12% વાર્ષિક વળતર મેળવે છે તો 25 વર્ષની ઉંમરે SIP શરૂ કરનાર વ્યક્તિ 60 વર્ષની ઉંમરે રિટાર્યમેન્ટ એઝ સુધીમાં આશરે 5.5 કરોડ રૂપિયાનું ફંડ બનાવી શકે છે. બીજી તરફ 30 વર્ષની ઉંમરે શરૂ કરનાર રોકાણકાર માત્ર 3.08 કરોડ રૂપિયાનું ફંડ જ બનાવશે. આમ તેમના કુલ રોકાણમાં તફાવત માત્ર 6 લાખ રૂપિયાનો છે પરંતુ રિટાર્યમેન્ટ સમયે તેમના ફંડમાં તફાવત લગભગ 2.42 કરોડ રૂપિયાનો છે.
ADVERTISEMENT
આટલા મોટા તફાવતનું કારણ ચક્રવૃદ્ધિ વ્યાજ છે. ચક્રવૃદ્ધિનો મતલબ કે તમારા રોકાણ પરનું વળતર સમય જતાં વળતર મેળવતું રહે છે. જેમાં આ રોકાણમાં જેટલો વધુ સમય લાગે છે તેટલી ઝડપથી પૈસા વધે છે. જેમાં 25 વર્ષની ઉંમરે રોકાણ કરેલા પહેલા 10000 રૂપિયા 35 વર્ષ સુધી વધવાનો મોકો ધરાવે છે. જ્યારે 30 વર્ષની ઉંમરે શરૂ કરાયેલ રોકાણ માત્ર 30 વર્ષ સુધી જ વધી શકે છે. આ એક્સ્ટ્રા 5 વર્ષ લાંબા ગાળે કરોડો રૂપિયાનો ફરક લાવી શકે છે.
ADVERTISEMENT
આમ યુવાનોએ રોકાણ શરૂ કરવા માટે મોટા પગારની રાહ ન જોવી જોઈએ. જેમાં થોડી રકમથી પણ વહેલા શરૂઆત કરવી ફાયદાકારક સાબિત થઇ શકે છે. આથી જ 25 થી 30 વર્ષની વય વચ્ચેના માત્ર 5 વર્ષ રિટાર્યમેન્ટના ટાઈમે 3 કરોડ અને 5.5 કરોડ રૂપિયાના ફંડનો તફાવત લાવી શકે છે.
ADVERTISEMENT
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.