બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમરેલીના મીઠાપુર ડુંગરીમાં 46 લોકો અને ઉનાના દરિયામાંથી 4 માછીમારોનું દિલધડક રેસ્ક્યૂ

ગુજરાત / અમરેલીના મીઠાપુર ડુંગરીમાં 46 લોકો અને ઉનાના દરિયામાંથી 4 માછીમારોનું દિલધડક રેસ્ક્યૂ

Pravin Joshi

Last Updated: 11:24 PM, 5 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ખાસ કરીને અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે પણ ધોધમાર વરસાદ ચાલુ રહેતાં ગ્રામ્ય વિસ્તારોની સ્થિતિ અત્યંત વિકટ બની ગઈ છે.

સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ખાસ કરીને અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે પણ ધોધમાર વરસાદ ચાલુ રહેતાં ગ્રામ્ય વિસ્તારોની સ્થિતિ અત્યંત વિકટ બની ગઈ છે. આ આકાશી આફત વચ્ચે વહીવટી તંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો ખડેપગે કામ કરી રહી છે. જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજની સીધી દેખરેખ અને સૂચના હેઠળ પૂર પ્રભાવિત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.

મીઠાપુર ડુંગરી ગામે 46 લોકોનું દિલધડક રેસ્ક્યૂ

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના મીઠાપુર ડુંગરી ગામમાં પૂરના પાણી ફરી વળતા અનેક લોકો ફસાયા હતા. આ કટોકટીની સ્થિતિમાં ફાયર વિભાગના જવાનોએ સ્થાનિક વહીવટી તંત્ર સાથે મળીને એક અત્યંત મુશ્કેલ અને દિલધડક ઓપરેશન હાથ ધર્યું હતું. જવાનોએ ભારે જહેમત બાદ પૂરના ધસમસતા પ્રવાહ વચ્ચેથી 46 નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢીને આ બચાવ અભિયાનને સફળતાપૂર્વક પાર પાડ્યું હતું.

રાજુલા અને ધારીમાં 10-10 ઈંચ વરસાદ, નદીઓ બની ગાંડીતૂર

અમરેલી જિલ્લામાં આકાશી આફત જેવો માહોલ સર્જાયો છે. આજે સૌથી વધુ વરસાદ રાજુલા અને ધારી તાલુકામાં નોંધાયો છે, જ્યાં આંકડો 10-10 ઈંચ પર પહોંચી ગયો છે. આ સિવાય ખાંભામાં 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. વિજયનગર, સાવરકુંડલા, જાફરાબાદ, લિલિયા અને બગસરામાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે અસંખ્ય ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે અને પાકને મોટું નુકસાન થવાની ભીતિ છે. નદીઓમાં પૂર આવતા ગ્રામ્ય વિસ્તારોને જોડતા અનેક મુખ્ય રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી છે. કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ પોતે તમામ નદીઓની જળસ્તરની સ્થિતિ અને કંટ્રોલ રૂમ દ્વારા વરસાદી આંકડા પર સતત નજર રાખી રહ્યા છે.

ગીર સોમનાથમાં પૂરની સ્થિતિ

અમરેલીની સાથે પાડોશી જિલ્લા ગીર સોમનાથમાં પણ પરિસ્થિતિ ચિંતાજનક છે. ગીર ગઢડાના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે રાવલ ડેમમાં પાણીની વિપુલ આવક થઈ છે, જેના કારણે ડેમના 6 દરવાજા બબ્બે ફૂટ ખોલવામાં આવ્યા છે. ઉના તાલુકાના ગાંગડા ગામે નીચાણવાળા વિસ્તારમાંથી 250 જેટલા લોકોને વહીવટી તંત્ર દ્વારા સુરક્ષિત સ્થળે ખસેડવામાં (સ્થળાંતર) આવ્યા છે. તો બીજી તરફ ચૌત્રા ગામનો સંપર્ક બ્રિજ પાણીમાં ગરકાવ થઈ જતાં આખું ગામ સંપર્કવિહોણું બન્યું છે. ભેરાઇ ગામમાં પણ પૂરના પાણી ઘૂસી જતાં તકેદારીના ભાગરૂપે NDRF અને ફાયર વિભાગની ટીમોને સ્ટેન્ડબાય રાખી દેવામાં આવી છે.

દરિયામાં બોટ તણાઈ: 4 માછીમારોનો આબાદ બચાવ

ઉનાના સૈયદ રાજપરા દરિયા કિનારે ભારે કરંટ હોવાના કારણે કેટલીક બોટો તણાઈ હોવાની ઘટના સામે આવી હતી. આ દરમિયાન દરિયાના તોફાની મોજાં વચ્ચે ફસાયેલા 4 માછીમારોનું ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ખૂબ જ જોખમી અને દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન કરીને જીવ બચાવવામાં આવ્યો હતો.

ઉત્તર ગુજરાતમાં વરસાદની એન્ટ્રીથી રાહત

જ્યારે સૌરાષ્ટ્ર પૂરની સ્થિતિનો સામનો કરી રહ્યું છે, ત્યારે આજે સાંજે 5 વાગ્યા પછી ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી થઈ છે. આ વરસાદથી ખેડૂતો અને સ્થાનિક લોકોએ અસહ્ય ગરમીમાંથી રાહતનો શ્વાસ લીધો છે અને સારા વાવેતરની આશા સેવી રહ્યા છે. આજે સાંજે 8 વાગ્યા સુધીમાં રાજ્યના કુલ 118 તાલુકાઓમાં વરસાદે પોતાની હાજરી નોંધાવી દીધી છે.

આ પણ વાંચોઃ VIDEO / પાટા પર તો જાણે નદી વહેતી હોય એટલું પાણી, છતાંય વંદે ભારત સડસડાટ નીકળી ગઇ

હવામાન વિભાગની નવીનતમ આગાહી અનુસાર, આગામી 5 દિવસ દરમિયાન ગુજરાત અને તેની આસપાસના રાજ્યોમાં વરસાદ માટે અનુકૂળ સિસ્ટમ સક્રિય હોવાથી સાર્વત્રિક વરસાદ પડશે. આજે અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લામાં 'અતિભારે' વરસાદનું એલર્ટ છે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આજે રાત્રે અને આવતીકાલે ભારે વરસાદ પડવાની સંભાવના છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

AmreliFlood RescueOperation GujaratRain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ