બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ICC Women's T20 World Cup : ઓસ્ટ્રેલિયાએ 7મી વખત વર્લ્ડ કપ જીત્યો, ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું

સ્પોર્ટ્સ / ICC Women's T20 World Cup : ઓસ્ટ્રેલિયાએ 7મી વખત વર્લ્ડ કપ જીત્યો, ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું

Nirav Kumar

Last Updated: 12:27 AM, 6 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026 ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને હરાવ્યું છે. જેમાં ઓસ્ટ્રેલિયાએ 7 વખત વર્લ્ડ કપ જીત્યો છે. લંડનના લોર્ડ્સમાં ઓસ્ટ્રેલિયાએ આસાનીથી મેચ જીતી લીધી હતી.

રવિવાર 5 જુલાઈના રોજ ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026 ની ફાઇનલમાં ઇંગ્લેન્ડનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થયો હતો. ઓસ્ટ્રેલિયાએ લંડનના લોર્ડ્સ ખાતે 7 વિકેટે મેચ જીતી હતી. ઓસ્ટ્રેલિયાને 151 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો, જે ઓસ્ટ્રેલિયાએ 17.1 ઓવરમાં ચેજ કરી દીધો હતો.

ઓસ્ટ્રેલિયાએ રેકોર્ડ સાતમી વખત મહિલા T20 વર્લ્ડ કપ જીત્યો છે. તેઓ 2010, 2012, 2014, 2018, 2020, 2023 અને 2026 માં ચેમ્પિયન બન્યું છે. ઇંગ્લેન્ડ (2009), વેસ્ટ ઇન્ડીઝ (2016) અને ન્યુઝીલેન્ડ (2024) એ દરેકે T20 વર્લ્ડ કપ જીત્યો છે. સોફી મોલિનેક્સની કેપ્ટનશીપમાં ઓસ્ટ્રેલિયન ટીમ આ વર્લ્ડ કપમાં એક પણ મેચ હાર્યું નથી.

વર્લ્ડ કપની ફાયનલમાં રન ચેઝમાં ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખરાબ રહી હતી. જેમાં બીજી ઓવરમાં જ્યોર્જિયા વોલ આઉટ થઇ ગઈ હતી. ત્યાર બાદ ફોએબે લિચફિલ્ડ અને વિકેટકીપર-બેટ્સમેન બેથ મૂનીએ 100 રનની પાર્ટનરશીપ કરીને ઈંગ્લેન્ડની ટીમને હરાવી હતી. જેમાં લિચફિલ્ડે 35 બોલમાં 48 રન બનાવ્યા હતા જેમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગાનો માર્યા હતા. તો બેથ મૂનીએ 49 બોલમાં 10 ચોગ્ગા સાથે 64 રન માર્યા હતા મૂનીના આઉટ થયા બાદ એલિસ પેરીએ અણનમ 13 અને એશ્લે ગાર્ડનર અણનમ 3 બનાવી ટીમને વિજય અપાવ્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી ચાર્લોટ ડીન, સોફી એક્લેસ્ટોન અને લોરેન બેલે એક-એક વિકેટ લીધી.

  • ઈંગ્લેન્ડની ઇનિંગ

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે 20 ઓવરમાં 4 વિકેટે 150 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડની ટીમ તરફથી કેપ્ટન નેટ સાયવર-બ્રન્ટે 53 બોલમાં 5 ચોગ્ગા સાથે અણનમ 58 રન બનાવ્યા હતા. તો ફ્રેયા કેમ્પે પણ 28 બોલમાં 4 ચોગ્ગા અને એક છગ્ગા સાથે અણનમ 44 રન બનાવ્યા હતા.

ફ્રેયા કેમ્પ અને નેટ સાયવર-બ્રન્ટે પાંચમી વિકેટ માટે અણનમ 80 રનની પાર્ટનરશીપ કરી હતી. આ મેચમાં એમી જોન્સ 6 રન, ડેની વ્યાટ-હોજ 8 રન અને હીથર નાઈટ 2 રન બનાવી શકી હતી.જેમાં ઓસ્ટ્રેલિયા માટે કિમ ગાર્થ, લ્યુસી હેમિલ્ટન, સોફી મોલિનેક્સ અને એનાબેલ સધરલેન્ડે એક-એક વિકેટ લીધી હતી.

ઇંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવન: એમી જોન્સ (વિકેટકીપર), ડેની વ્યાટ-હોજ, નેટ સાયવર-બ્રન્ટ (કેપ્ટન), એલિસ કેપ્સી, હીથર નાઈટ, ફ્રેયા કેમ્પ, ડેનિયલ ગિબ્સન, ચાર્લોટ ડીન, લિન્સે સ્મિથ, સોફી એક્લેસ્ટોન અને લોરેન બેલ.

વધુ વાંચો : એ એક ઓવર, જેના લીધે ભારતીય ટીમની હાર થઈ, ખુદ કેપ્ટન અય્યરે જણાવ્યો ટર્નિંગ પોઈન્ટ

ઓસ્ટ્રેલિયા પ્લેઇંગ ઇલેવન: જ્યોર્જિયા વોલ, બેથ મૂની (વિકેટકીપર), ફોબી લિચફિલ્ડ, એલિસ પેરી, એશલે ગાર્ડનર, જ્યોર્જિયા વેયરહામ, એનાબેલ સધરલેન્ડ, નિકોલા કેરી, સોફી મોલિનેક્સ (કેપ્ટન), કિમ ગાર્થ અને લ્યુસી હેમિલ્ટન.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Australia Women's T20 World Cup T20 World Cup
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ